Home /News /eye-catcher /કોરોનાથી પિતાના મોત બાદ ભાઈએ બહેનના લગ્નમાં પિતાની ખોટ આ રીતે કરી પૂરી, વીડિયો જોઈને થઈ જશો ભાવૂક

કોરોનાથી પિતાના મોત બાદ ભાઈએ બહેનના લગ્નમાં પિતાની ખોટ આ રીતે કરી પૂરી, વીડિયો જોઈને થઈ જશો ભાવૂક

ભાઈ ફણી કુમારે તેમના પિતાનું હુબહુ વેક્સ સ્ટેચ્યૂ બનાવી અર્પણ કર્યું.

Viral Video: અવુલા સુબ્રમણ્યમનું ગયા વર્ષે કોરોના (Corona)માં અવસાન થયું હતું. દીકરી વૈષ્ણવીના લગ્ન હતા ત્યારે દરેકની ઈચ્છા હતી કે જો તેઓ હાજર હોય. ત્યારે ભાઈ ફણી કુમારે તેમના પિતાનું હુબહુ વેક્સ સ્ટેચ્યૂ (Dead Father Wax Statue) બનાવી અર્પણ કર્યું.

વધુ જુઓ ...
તમે સોશિયલ મીડિયા (Social Media) પર ઘણા એવા વીડિયો (Emotional Video) જોયા હશે, જે દિલને સ્પર્શી જાય છે. આવો જ એક વિડીયો આજકાલ વાયરલ થયો છે. એક ભાઈએ લગ્ન સમયે પોતાની બહેન (Sister Marriage Wax Video)ને એવી અનોખી ભેટ આપી કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ ભેટ એક વર્ષ પહેલા કોરોનાને કારણે મૃત્યુ પામેલા પિતાને સામે લાવવાની હતી. હકીકતમાં, તેણે તેના પિતાનું મીણનું પૂતળું બનાવ્યું હતું, જે બિલકુલ તેમના જેવું જ દેખાય છે.

લગ્ન સમયે બહેન પિતાની ખોટ ન અનુભવે, જેથી ભાઈએ આ અનોખી ભેટ આપી. ત્યાં બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. દુલ્હનની જોડીમાં બેઠેલી દીકરી અને નજીકમાં ઉભેલી માતાની આંખમાંથી આંસુ વહી ગયા.

અહેવાલો અનુસાર આ વીડિયો હૈદરાબાદનો છે. સાઈ વૈષ્ણવીના લગ્ન થઈ રહ્યા હતા. દરેક જણ ખુશ હતા, પરંતુ એક ખામી હતી જે છે પિતાની. દરેક વ્યક્તિ વિચારી રહ્યો હતો કે આ ખુશીના પ્રસંગે પિતા અવુલા સુબ્રહ્મણ્યમ હાજર હોત તો કેટલું સારું હોત. આ દરમિયાન વૈષ્ણવીના ભાઈ ફણી કુમારે એક એવી ગિફ્ટ આપી જે કદાચ જ કોઈએ પહેલા આપી નહિ હોય. ફણી કુમારે તેમના પિતાના મીણનું લાઈફ સાઈઝ પૂતળું બનાવ્યું અને લગ્નમાં બધાની સામે રજૂ કર્યું.

" isDesktop="true" id="1223444" >

આ પણ વાંચો: ભારતનું એવું ગામ જ્યાં કન્યા વિધવાના ડ્રેસમાં લે છે વિદાય, માતા-પિતા જ પહેરાવે છે સફેદ વસ્ત્રો

યુટ્યુબ પર પોસ્ટ કરાયેલા 3.39 મિનિટના વીડિયોમાં જોવા મળે છે કે પુત્રી વૈષ્ણવી તેના પિતાને જોતાની સાથે જ ભાવુક થઈ ગઈ અને તે પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શકી નહીં. જ્યારે તેની માતા જયશ્રીએ પણ અચાનક તેના પતિને સામે જોયો ત્યારે તે પહેલા તો આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ બાદમાં તે રડવા લાગી. વૈષ્ણવી પિતાની મૂર્તિને ગળે લગાડતી અને ચુંબન કરતી જોઈ શકાય છે. 9 જૂને યોજાયેલા લગ્નમાં હાજર અન્ય સંબંધીઓ પણ પૂતળાને ગળે લગાવીને ભાવુક થઈ ગયા હતા.

આ પણ વાંચો: મૃત્યુ પછી પણ માતાનું શબ આપી શકે છે બાળકને જન્મ, મૃતદેહ સાથે જોડાયેલી આ વાતો જાણીને રહી જશો દંગ!

દુલ્હનના ભાઈ ફાનીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેના પિતા બીએસએનએલમાં નોકરી કરતા હતા. તે પણ કોરોનાની બીજી લહેરમાં જીવનની બાજી હારી ગયા. તેમનું ઓક્સિજનનું સ્તર નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું. તે ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન તેઓ વેન્ટિલેટર પર હોવાથી કોઈ તેમને મળી શક્યું ન હતું. તેમના મૃત્યુ પછી આખો પરિવાર તૂટી ગયો. પણ કોઈએ હાર ન માની. બધાની એક જ ઈચ્છા હતી કે જો તેઓ વૈષ્ણવીના લગ્નમાં હોત તો કેવું સારું થાત. હવે આ ઈચ્છા પૂરી થઈ છે. ફણી કુમારે જણાવ્યું કે તેણે કર્ણાટકમાં પોતાના પિતાનું મીણનું પૂતળું બનાવ્યું હતું. લગભગ એક વર્ષ જેટલો સમય લાગ્યો. આ વીડિયોને યુટ્યુબ પર 80 લાખથી વધુ લોકોએ જોયો છે.
First published:

Tags: Emotional post, Hydrabad, Viral videos, અજબગજબ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો