દહેજની વાત આવે છે, ત્યારે આપણમાં મગજમાં ગાડી, રોકડ અને સોના જેવી વસ્તુઓ દેખાય છે, પરંતુ મલેશિયન એક દુલ્હન દહેજ માટે કંઇક અલગ વિચારે છે. હકીકતમાં કન્યાએ દહેજમાં KFC (Kentucky Fried Chicken) ની માંગ કરી. દુલ્હનને ચીકન ખૂબ જ પસંદ હતુ.
મલાયા મેઇલ મુજબ કન્યા (દુલ્હન) એ વરરાજાને કહ્યું કે તેણીને ચિકન ખાવું છે અને તેની આ માંગ પૂરી થઈ ગઇ. સગાઈ બાદ દુલ્હો તેની દુલ્હન માટે ચીકન લઇને આવ્યો.
આયુ (દુલ્હન)એ તેમના લગ્નની એક તસવીર તેના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કરી હતી, જેના પર અત્યાર સુધીમાં 11 હજારથી વધુ ટ્વીટ મળી ચુક્યા છે.
sebab aku suka sangattt ayam goreng! so yaaa😂untung dapat tunang yang memahami hahaha semorang gelak sbb kfc jadi hantaran pic.twitter.com/WI74sMBDM6
આયુ જણાવે છે કે આ પહેલા તેના મંગેતરને ખબર નહોતી કે તેને દહેજમાં શું મોકલવું. 'મને ચિકન ખૂબ જ ગમે છે, તેથી મેં વિચાર્યું કે કેએફસીનું ચિકન મંગાવવું જોઇએ, મે મારા મંગેતરને આદેશ આપ્યો એટલે મારા માટે ચિકન મંગાવ્યું'
આયુએ આગળ જણાવ્યું હતું કે ચિકનની વાત સાંભળીને તે ખૂબ જ નર્વસ થઇ ગયા કે લગ્ન વચ્ચે કોણ ચિકન લેવા જશે. પછી મેં તેને કહ્યું કે જો તેને ચિકન મંગાવવામાં મુશ્કેલી હોય તો તે કોઇ અન્ય ભેટ આપે.
આ ઉપરાંત લખ્યુ 'પરંતુ દુઃખની વાત એ રહી કે લગ્ન પૂર્ણ થયા ત્યા સુધી ચિકન ઠંડું થઇ ગયું હતુ અને ચિકન ગરમ જ સારુ લાગે છે.'
aku tak expect dia letak sebagai hantaran jgk do hahaha ingatkan tak jadi. aku keluar je gi depan mata terus nampak box kfc pastu mulalah senyum2 kambing kat depan semorang. yg dorang dok ‘bau kfc lah bau kfc’ hahahah maluu😂 pic.twitter.com/qmFON3hCPD