વારાણસીમાં અનોખા લગ્ન : દુલ્હા-દુલ્હને ફૂલોના બદલે ડુંગળી-લસણની માળા પહેરી સાત ફેરા લીધા

News18 Gujarati
Updated: December 14, 2019, 8:54 AM IST
વારાણસીમાં અનોખા લગ્ન : દુલ્હા-દુલ્હને ફૂલોના બદલે ડુંગળી-લસણની માળા પહેરી સાત ફેરા લીધા
ડુંગળી-લસણની વરમાળા પહેરી સાત ફેરા લીધા.

લગ્નના સાત ફેરા બાદ નવવધૂએ કહ્યું કે, ડુંગળીને લઈને અમારા લગ્ન જીવનમાં કોઈ વિવાદ ન થાય તે માટે લસણ અને ડુંગળીના માળા પહેરીને સાત ફેરા લીધા હતા.

  • Share this:
વારાણસી : ડુંગળીના વધી ગયેલા ભાવથી આખો દેશ પરેશાન છે. અનેક લોકોનો ખાવાના સ્વાદ બગડી ગયો છે તો અને ઘરોના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. ઉત્તર પ્રદેશના વારાણસીના નગવાં ગામમાં શનિવારે થયેલા લગ્નમાં
ડુંગળી ચર્ચામાં રહી હતી. અહીં વર-વધૂએ એકબીજાને ફૂલોની માળા પહેરાવવાને બદલે લસણ અને ડુંગળીમાંથી બનાવેલી માળા પહેરાવી હતી. દુલ્હા-દુલ્હને લસણ-ડુંગળીની માળા હાથમાં લઈને સાત ફેરા લીધા હતા. આ દરમિયાન લગ્નમાં આવેલા મહેમાનોએ પણ નવપરિણીત જોડાને ભેટમાં લસણ અને ડુંગળીના પેકેટ આપ્યાં હતાં.

લગ્નના સાત ફેરા બાદ નવવધૂએ કહ્યું કે, ડુંગળીને લઈને અમારા લગ્ન જીવનમાં કોઈ વિવાદ ન થાય તે માટે લસણ અને ડુંગળીના માળા પહેરીને સાત ફેરા લીધા હતા. જ્યારે દુલ્હા વિજય કુમારે કહ્યું કે, વધી રહેલી મોંઘવારીને કારણે ડુંગળી આમ આદમી માટે ખાસ થઈ ગઈ છે, આથી આ ખાસ વસ્તુને ગળામાં પહેરીને અમે સાત ફેરા લીધા હતા.દુલ્દા-દુલ્હનને ભેટમાં મળ્યાં ડુંગળીના પેકેટ

આ લગ્નમાં દુલ્હા-દુલ્હનને અન્ય ઉપહારોની સાથે સાથે ભેટમાં લસણ અને ડુંગળી પણ મળી હતી. દુલ્હાના મિત્રોનું માનવું છે કે મોંઘવારીને કારણે ગરીબોની થાળીમાંથી ડુંગળી ગાયબ છે. શુભ કાર્યોમાં લોકોએ લસણ ડુંગળી વગરચલાવવું પડી રહ્યું છે અથવા તો મોંઘા ભાવમાં ડુંગળી ખરીદવી પડી રહી છે. આથી જ લગ્નમાં આ અખોની રીત સરકારને આરીસો બતાવવા માટે અપનાવવામાં આવી છે.દુલ્હાના નજીકના સંબંધી વરુણ સિંહે કહ્યું કે, ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે, પરંતુ સરકાર દરરોજ ભાવ ઝડપથી ઘટી જશે તેવું કહી રહી છે. પરંતુ ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. હવે એવા દિવસો દૂર નથી જ્યારે ડુંગળી ખરીદનારાઓએ આઈટી રિટર્ન ફાઇલ કરતી વખતે આવકનો સ્ત્રોત પણ જણાવવાનું કહેવામાં આવશે.

નોંધનીય છે કે દેશના અન્ય શહેરોની જેમ વારાણસીમાં પણ ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આના પરિણામો લોકોએ ડુંગળીનો વપરાશ ઓછો કરી નાખ્યો છે, અથવા લોકો મોંઘા ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે. આ દરમિયાન વારાણસીમાં થયેલા આ અનોખા લગ્નની ચર્ચા છે. જ્યારે ફૂલોની વરમાળાને બદલે ડુંગળી લસણની વરમાળાથી લગ્ન સંપન્ન થયા હતા.
First published: December 14, 2019, 8:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading