Home /News /eye-catcher /

Viral Video: લગ્ન કે કુસ્તી! મંડપમાં જ એકબીજા સાથે લડી પડ્યા વર-કન્યા

Viral Video: લગ્ન કે કુસ્તી! મંડપમાં જ એકબીજા સાથે લડી પડ્યા વર-કન્યા

વર અને કન્યા બાળકોની જેમ લડતા જોવા મળ્યા.

Bride-Groom Fight Video: ઈન્ટરનેટ પર લગ્ન સમારંભનો આવો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં વર-કન્યા મંડપમાં ખરાબ રીતે લડતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર લોકો આ રસપ્રદ વીડિયો (Trending Wedding Video)ને ખૂબ પસંદ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
    Bride And Groom Fight Video: સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી સૌથી વધુ પસંદ કરવામાં આવતા વીડિયો લગ્ન દરમિયાનની મસ્તીના વીડિયો છે. જો કે, આ વખતે ઇન્ટરનેટ પર જે વિડિયો (Bride And Groom Fight Like Kids) ચર્ચામાં છે તે લગ્નની વિધિ સાથે સંબંધિત છે. તમે લગ્નના વરઘોડા દરમિયાન ડાન્સ તો જોયો જ હશે, દુલ્હનની ધમાકેદાર એન્ટ્રી તો તમે જોઈ જ હશે, પરંતુ જે આ વીડિયો (Trending Wedding Video)માં જોવા મળે છે તેવું તો ક્યારેય જોયું નહિ હોય.

    લગ્નમાં વિવિધ વિધિઓ કરવામાં આવે છે. ઘણી વખત આમાં કેટલીક અલગ-અલગ વિધિઓ જોવા મળે છે. ક્યારેક વરરાજા તેમને કારની પાછળ દોડાવે છે તો ક્યારેક વરરાજા પોતાની કન્યાને ખોળામાં લઈ લે છે. હાલમાં જે વીડિયો ચર્ચામાં છે તેમાં વર-કન્યા બાળકોની જેમ લડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં લાગે છે કે બંને લગ્નના મંડપમાં નહીં પણ યુદ્ધના મેદાનમાં બેઠા છે.

    કન્યા વરને થપ્પડ મારે છે
    વાયરલ થઈ રહેલા આ ફની વીડિયોમાં વર-કન્યા મંડપમાં બેસીને સાત જન્મ સુધી સાથે રહેવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે. આ દરમિયાન, એક એવી સ્થિતિ આવે છે જેમાં વર અને વહુ એકબીજા પર હુમલો કરે છે.






    આ પણ વાંચો: પ્રેમ કે ગાંડપણ! છોકરીએ HIV+ બોયફ્રેન્ડના શરીરમાંથી લોહી કાઢી પોતાના શરીરમાં કર્યું ઈન્જેકટ

    વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે અહીં વરરાજા તેની દુલ્હનને કોઈ વાત પર ચીડવી રહ્યો છે (Viral Video Of Groom & Bride) જે દુલ્હનને પસંદ નથી. ટૂંક સમયમાં જ બંને વચ્ચે ઝઘડો શરૂ થાય છે અને પછી કન્યા તેના પતિને ફેંકી દે છે. આ વીડિયો જોઈને લોકોને ખૂબ જ મજા આવી રહી છે.

    આ પણ વાંચો: 70 વર્ષની મહિલાએ બાળકને આપ્યો જન્મ, 54 વર્ષ પછી ઘરમાં આવી ખુશીઓ

    લોકોએ રમુજી પ્રતિક્રિયાઓ આપી
    આ રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર thegushti નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 71 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને લોકોએ તેના પર ફની કમેન્ટ્સ પણ આપી છે. એક યુઝરે લખ્યું, 'ધરતી પર આ શું થઈ રહ્યું છે?'.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Funny video, OMG VIDEO, Viral videos, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन