આ દેશમાં લગ્ન બાદ વર-વધુના 3 દિવસ સુધી ટોયલેટ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણી થશે આશ્ચર્ય

આ દેશમાં લગ્ન બાદ વર-વધુના 3 દિવસ સુધી ટોયલેટ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણી થશે આશ્ચર્ય
ત્રણ દિવસ સુધી વર-વધુએ ટોયલેટ નથી જવાનું હોવાથી તેની તૈયારી કેટલાએ દિવસ પહેલાથી કરવામાં આવે છે.

ત્રણ દિવસ સુધી વર-વધુએ ટોયલેટ નથી જવાનું હોવાથી તેની તૈયારી કેટલાએ દિવસ પહેલાથી કરવામાં આવે છે.

 • Share this:
  દેશ, દરેક ધર્મના લોકોમાં લગ્નને લઈ અલગ-અલગ રિવાજ હોય છે. ક્યાંક એકદમ શાંત રીતે લગ્નની ઉજવણી થાય છે તો, ક્યાંક લગ્નના નામ પર પૈસાની પાણીની જેમ વાપરવામાં આવે છે. ક્યાંક ઘોડા અને તલવાર સાથે વર આવે છે તો ક્યાંક માત્ર ધોતી પર મંડપમાં બેસાડી દેવામાં આવે છે. આવી જ રીતે આ દેશમાં લગ્નનો વિચિત્ર રિવાજ છે. અહીં લગ્ન બાદ વર-વધુને ટોયલેટ નથી જવા દેવામાં આવતા.

  આ વિચિત્ર પ્રકારનો રિવાજ નિભાવવામાં આવે છે ઈન્ડોનેશિયામાં અહીં ટીડોન્ગ સમાજના લોકો આ નિયમને ખુબ મહત્વપૂર્ણ માને છે, અને પૂરી ઈમાનદારીથી નિભાવે પણ છે. નિયમ અનુસાર, લગ્નના ત્રણ દિવસ બાદ સુધી વર-વધુ ટોયલેટ નથી જઈ શકતા. જો તમે ટોયલેટ જતા રહો છો તો, તેનો અપશુકન માનવામાં આવે છે.  અહીં એવું માનવામાં આવે છે કે, લગ્ન એક પવિત્ર સમારોહ છે અને ટોયલેટ જવાથી તેની પવિત્રતા ભંગ થાય છે. આવું કરવા પર વર અને વધુ અપવિત્ર થઈ જાય છે. એક અન્ય કારણ છે જેને જાણ્યા બાદ તમે સમજશો કે, અંધવિશ્વાસ માત્ર ભારતમાં જ નથી ફેલાયેલો પરંતુ અન્ય દેશમાં પણ ભરપૂર છે.

  એવું પણ માનવામાં આવે છે કે, બાથરૂમમાં લોકો પોતાના શરીરની ગંદકીને સાફ કરે છે. જેના કારણે નકારાત્મક શક્તિઓનો ત્યાં વાસ હોય છે. જો લગ્ન બાદ વર-વધુ આવા શૌચાલયનો ઉપયોગ કરે છે તો, તેમનું વૈવિહિક જીવન ખતરામાં પડી જાય છે. અહીં રહેલી બીમારીઓ તેમના જીવનમાં ખટાસ પેદા કરી શકે છે.

  ત્રણ દિવસ સુધી વર-વધુએ ટોયલેટ નથી જવાનું હોવાથી તેની તૈયારી કેટલાએ દિવસ પહેલાથી કરવામાં આવે છે. લગ્ન બાદ વર-વધુના ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમને કોઈ તકલીફ ન થાય તે માટે બંને પરિવારના લોકો તેમની સાથે રહે છે.
  Published by:kiran mehta
  First published:November 11, 2018, 13:08 pm