Lockdown: આ ગામમાં 22 દિવસથી જાનૈયા સાથે ફસાયો દુલ્હો, સ્કૂલમાં અપાયો આશરો

Lockdown: આ ગામમાં 22 દિવસથી જાનૈયા સાથે ફસાયો દુલ્હો, સ્કૂલમાં અપાયો આશરો
લગ્નના બીજા દિવસે જ લાગુ થયું લૉકડાઉન, કોલકાતાના 36 જાનૈયા 22 દિવસથી ગામમાં ફસાયા

લગ્નના બીજા દિવસે જ લાગુ થયું લૉકડાઉન, કોલકાતાના 36 જાનૈયા 22 દિવસથી ગામમાં ફસાયા

  • Share this:
    સંતોષ ગુપ્તા, છપરાઃ લગ્ન (Marraige) કરીને જાનૈયાઓ કન્યાના ગામમાં જ 21 દિવસથી ફસાઈ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળે, જે દિવસે દુલ્હના (Groom)ની જાન આવી તેના બીજા જ દિવસે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત થઈ ગઈ. દુલ્હો કોલકાતા (Kolkata)થી જાન (Procession)  લઈને છપરાના માંઝી ખાતે આવ્યો હતો પરંતુ લૉકડાઉન (Lockdown)ના કારણે ટ્રેન (Train)ની સાથોસાથ માર્ગ વાહન-વ્યવહાર (Road Transportation) બંધ થઈ ગયો જેના કારણે દુલ્હન (Bride)ના ઘરવાળાઓને દુલ્હા-દુલ્હન અને જાનૈયાઓને ગામની બહાર એક સ્કૂલમાં ઉતારો આપવામાં આવ્યો.

    ગામની સ્કૂલમાં 36 જાનૈયાઓને અપાયો ઉતારો



    અહીં 22 દિવસથી 36 જાનૈયા સ્કૂલમાં શરણ લઈને રહે છે. 21 દિવસ ગમે તમે પસાર કર્યા બાદ આ જાનૈયાઓના તમામ રૂપિયા ખતમ થઈ ચૂકયા છે જેથી હેવ ગામ લોકોની મદદથી આ લોકો ભોજન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ લૉકડાઉનની અવધિ ફરીથી 3 મે સુધી લંબાવી છે ત્યારબાદ આ લોકો વધુ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. તમામ જાનૈયા પશ્ચિમ બંગાળના ભિખમહિ ગામથી છપરાના માંઝી આવ્યા હતા. આ લોકોએ પરત જવા માટે પ્રશાસન પાસે પાસ પણ મેળવ્યા હતા પરંતુ ઝારખંડની ફપાસે તેમના પાસને અમાન્ય કરાર કરતાં તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો, AIIMSમાં અનોખો કેસ! કોરોના પોઝિટિવ ડૉક્ટર માતા બની, પણ બાળકને સંક્રમણ નહીં

    પિયર છોડીને જાનૈયા સોથ રહી રહી છે દુલ્હન

    જાનૈયાઓના કષ્ટને જોતાં દુલ્હન ખુશ્બુ પણ પોતાનું પિયર છોડીને જાનૈયાઓ સાથે કેમ્પમાં રહે છે. જાનમાં સામેલ ફિરોજનું કહેવું છે કે તેઓ લૉકડાઉનમાં ફસાઈ ગયા છે પરંતુ માંઝીના ગામ લોકોએ તેમની ઘણી મદદ કરી છે. અનુભવ જિંદગીના સભ્ય સંજીવ કુમારે જણાવ્યું કે ગામ લોકોની મદદથી તમામ જાનૈયાઓને ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હિન્દુ-મુસ્લિમનો ભેદભાવ છોડીને તમામ લોકો લૉકડાઉનમાં ફસાયેલા લોકોની મદદ કરી રહ્યા છે. ફિરોજનું કહેવું છે કે પ્રશાસને કોઈ મદદ નથી કરી પરંતુ ગામના લોકોની મદદથી તેઓ પોતાનો સમય સારી રીતે પસાર કરી રહ્યા છે.

    આ પણ વાંચો, Corona: લૉકડાઉનના નિયમો વધુ કડક થશે, 20 એપ્રિલથી મળશે શરતી છૂટ
    Published by:News18 Gujarati
    First published:April 14, 2020, 13:23 pm