Home /News /eye-catcher /જીમના બદલે ઓઈલના ઈન્જેક્શનથી શખ્સે બનાવી આવી બોડી, રાક્ષસ બનવાની ઘેલછામાં માણસે ગુમાવ્યો જીવ

જીમના બદલે ઓઈલના ઈન્જેક્શનથી શખ્સે બનાવી આવી બોડી, રાક્ષસ બનવાની ઘેલછામાં માણસે ગુમાવ્યો જીવ

રાક્ષસ બનવાની ઘેલછામાં માણસ જીવ ગુમાવ્યો

લોકો બ્રાઝિલ (Brazil)ના બોડી બિલ્ડરને હલ્ક (Brazilian Hulk) કહેતા હતા. આ વ્યક્તિએ તેના શરીરમાં તેલના ઈન્જેક્શન લઈને તમામ સ્નાયુઓ (Man Injecting Oil In Biceps) ફૂલાવી દીધા. આ ઈન્જેક્શનને કારણે તેનું મૃત્યુ થયું હતું.

દુનિયામાં લોકોને અલગ-અલગ શોખ હોય છે. કેટલાક શોખ સારા હોય છે અને કેટલાક જીવલેણ બની જાય છે. આવા જ એક શોખમાં બ્રાઝિલના રહેવાસી વાલદીર સેગાટો (Valdir Segato)નું દર્દનાક મોત થયું. હા, બધી ચેતવણીઓ પછી પણ Valdir એ પોતાના શરીરમાં તેલના ઈન્જેક્શન લેવાનું બંધ કર્યું નહિ. આ આખરે તેના મૃત્યુ તરફ દોરી ગયું. એવું કહેવાય છે કે ઇન્જેક્શનમાં સિન્થોલ (Man Injecting Oil In Biceps) ભરેલું હતું. જેના કારણે વાલદીરનું શરીર ફૂલી જતું હતું. ભયંકર સ્વાસ્થ્ય સમસ્યા બાદ હવે તેમનું મૃત્યુ થયું છે.

brazilian hulk dies from heart attack at the age of 55 years after injecting oil in muscles
રાક્ષસ બનવાની ઘેલછામાં માણસ જીવ ગુમાવ્યો


નિષ્ણાતોએ વાલદીરને ઘણી વખત ચેતવણી આપી હતી. સિન્થોલના ઇન્જેક્શનને કારણે તેના શરીરના કેટલાક ભાગોને કાપવાની પણ શક્યતા હતી. પરંતુ આ પછી પણ તે અટક્યો નહીં. વ્યક્તિ આ ખતરનાક ઈન્જેક્શન સતત તેના શરીરમાં નાખતો હતો. પરિણામે નિષ્ણાતોની છ વર્ષની ચેતવણીઓ પછી, આખરે તે મૃત્યુ પામ્યો. વાલદીરને ડોકટરો દ્વારા ઘણી વખત મૃત્યુની ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ ઈન્જેક્શનનું પરિણામ જોઈને તે અટકવાનું નામ લઈ રહ્યો ન હતો.

23 ઇંચ બનાવ્યા બાઈસેપ્સ
બોડીબિલ્ડર વાલદીર હલ્ક જેવું પોતાનું શરીર ઇચ્છતો હતો. પરંતુ તે તેના માટે કામ કરવા માંગતો ન હતો. શોર્ટકટના કારણે તે પોતાના શરીરમાં સિન્થોલના ઈન્જેક્શન લેતો રહ્યો. આ ઈન્જેક્શનની મદદથી તેણે 23 ઈંચના બાઈસેપ્સ બનાવ્યા હતા.

સોશિયલ મીડિયા સાઇટ ટિકટોક પર વાલદીરના લગભગ 1.6 મિલિયન ફોલોઅર્સ હતા. તેના પર તે તેના ચાહકોને તેના શરીરની ઝલક બતાવતો હતો. વાલદીરે 23 ઇંચના બાઈસેપ્સની અંદર અનેક સિન્થોલનું ઇન્જેક્શન માર્યા હતાં. જેના કારણે તેમને ઈન્ફેક્શન થયું અને પછી હાર્ટ એટેક આવ્યા બાદ 55 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું.

આ પણ વાંચો: શખ્સે બોડી પર બનાવ્યા છે માત્ર જંતુઓનાં જ Tattoos, ડરને તાકાત બનાવી

લોકો કહેતા હતાં રાક્ષસ
વાલ્ડિર મૂળ બ્રાઝિલના સાઓ પાઉલોનો હતો. તેના શરીરના કારણે તેને હલ્ક અને મોન્સ્ટર જેવા ટેગ મળ્યા છે. તેને પોતાના પદવી પર ગર્વ હતો. ડોક્ટરોએ તેને ઘણી વખત ચેતવણી આપી હતી કે તેણે ઈન્જેક્શન લેવાનું બંધ કરી દેવું જોઈએ. આ સિન્થોલ શરીરની અંદર એકઠું થઈ જાય છે.

આ પણ વાંચો: શખ્સે 800 લોકો પાસેથી ચાલીસ અબજ રૂપિયાની કરી છેતરપિંડી

જેના કારણે શરીરનો તે ભાગ ફૂલેલો દેખાય છે. પરંતુ આનાથી સંક્રમણનો મોટો ખતરો પણ છે. પરંતુ વાલદીરે આ ચેતવણીની અવગણના કરી. 2016માં આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે હવે તેને પોતાની બોડી ડબલ કરવી પડશે. તો હું ઇન્જેક્શન લેવાનું કેવી રીતે બંધ કરી શકું? જો કે, નિષ્ણાતો આખરે સાચા સાબિત થયા અને 55 વર્ષની વયે વાલદીરનું અવસાન થયું.
First published:

Tags: Body, OMG News, Shocking news, Viral news