OMG: દુનિયાએ સ્ત્રી શક્તિના ઘણા પુરાવા જોયા છે. હવે સ્ત્રીને અબળા માનવાની ભૂલ ન કરવી જોઈએ. વેપાર, વ્યવસાય, જોબ, રમતગમત સાયન્સ સહિતના તમામ સેક્ટરમાં મહિલાઓ ઈતિહાસ રચી રહી છે. અત્યાર સુધી પુરુષો માટે ગણાતા બોડી બિલ્ડીંગમાં પણ મહિલા બોડી બિલ્ડર્સ (Woman Bodybuilder)નો ડંકો વાગી રહ્યો છે.
બ્રાઝીલની Alessandra Alves નામની બોડી બિલ્ડરની તાકાત જોઈ ( Woman Crashes Watermelon between Thighs) લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. Brazilમાં આ યુવતી મજબૂત જાંઘ માટે ખ્યાતનામ છે. તે તરબૂચને જાંઘની વચ્ચે રાખીને તોડી શકે છે! મજબૂત જાંઘના કારણે ફિટનેસ અને બોડી બિલ્ડીંગના ક્ષેત્રમાં તેની અનોખી ઓળખ ઉભી થઇ છે.
BRAZILIAN QUADZILLAના નામે જાણીતી Alessandra Alvesએ પોતાની ફિટનેસ ટ્રેનીંગનો પ્રારંભ 14 વર્ષની હતી ત્યારથી કર્યો હતો. તેણે યુટ્યુબ ચેનલ Trulyને જણાવ્યું હતું કે, આ રીતે લોકો સામે તાકાત બતાવવી ગમે છે. કોઈ મહિલાને આટલું બધું વજન ઊંચકી સ્ક્વોટ્સ (દંડબેઠક) કરતી જોવી રસપ્રદ હોય છે. Alessandraએ પોતાની કારકિર્દીનો પ્રારંભ ફિટનેસ મોડેલના રૂપમાં કર્યો હતો અને હવે તે બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પણ કામ કરે છે.
" isDesktop="true" id="1116887" >
ખભા પર 150 કિલો વજન રાખી કરે છે સ્ક્વોટ્સ (દંડબેઠક)
Alessandr જાંઘ વધુ મજબૂત થાય તે માટે મોટાભાગે સ્ક્વોટ્સની પ્રેક્ટિસ કરે છે. તેને મશીન લેગ ટ્રેનિંગ પસંદ છે. તે 120-130 કિલો વજન રાખી સ્ક્વોટ્સ (દંડબેઠક) કરે છે. તેણે 150 કિલો વજન સાથે સ્ક્વોટ્સ કરી રેકોર્ડ બનાવ્યો છે. આવી ફિટનસ ટ્રેનીંગમાં તેને આનંદ મળે છે.
Alessandrના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં 1 મિલિયન ફોલોઅર્સ છે. તેની મોટાભાગની આવક ઈન્સ્ટાગ્રામના માધ્યમથી થાય છે. તેના પહેલા વિડીયોને 50 લાખ લોકોએ જોયો હતો. Truly સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, શરૂઆતમાં લોકો તેની ખૂબ ટીકા કરતા હતા. ત્યારબાદ તેને ફેન્સનો ઘણો સપોર્ટ મળ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર