Viral Video : શું બ્રાઝિલની ઝિંગુ નદીમાં નજરે પડ્યો 50 ફૂટથી પણ વધુ લાંબો એનાકોન્ડા!

એનાકોન્ડા

Viral Video : શું બ્રાઝિલની ઝિંગુ નદીમાં નજરે પડ્યો 50 ફૂટથી પણ વધુ લાંબો એનાકોન્ડા! brazi 50 feet anaconda viral video

  • Share this:
    બ્રાઝિલ (Brazil)ની એક નદીમાં 50 ફૂટ લાંબો એનાકોન્ડા(FiftyFoot Anaconda) નજરે પડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બે વર્ષ પહેલા વાયરલ થયેલો આ વીડિયો ફરી એકવાર હાલ વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર પોસ્ટ કરેલ આ વિડિઓ પર હાલ અનેક લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે શું તે ખરેખર 50 ફૂટનો એનાકોન્ડા જીવે છે? શું આટલો મોટો અજગરનું અસ્તિત્વ છે. વીડિયોમાં જે રીતે દેખાય છે તેનાથી માનવામાં આવે છે કે વીડિયો બ્રાઝિલની ઝિંગુ નદી પર ફિલ્માવવામાં આવ્યો છે.

    આ વીડિયોના કેપ્શનમાં તેવું લખવામાં આવ્યું છે કે બ્રાઝિલિયન ઝિંગુ નદીમાં 50 ફૂટનો વિશાળકાય એનાકોન્ડા જોવા મળ્યો છે. પણ વાત એ છે કે વીડિયોમાં જે જોવા મળે છે તે અને હકીકત અલગ અલગ છે. વીડિયોઓમાં જોવા મળી રહેલી એનાકોન્ડા ખરેખરમાં કોઇ નદી નહીં પણ રસ્તો પસાર કરે છે જેની પર પાણી ભરાયેલું છે.



    આ વીડિયોને અત્યાર સુધીમાં સાત લાખથી વધુ વખત જોવામાં આવી છે. જો કે આ વીડિયો સાચો નથી. તેની હકીકત કંઇક બીજી જ છે. આ વીડિયોમાં, એક વિશાળ સાપ 'નદી'ના એક છેડેથી બીજી તરફ જતા જોઇ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એનાકોન્ડાની લંબાઈ 50 ફૂટથી વધુ છે. પણ ખરેખરમાં આ કોઇ નદી નહીં પણ રસ્તો છે અને સાપની લંબાઇ વધારવા વીડિયોને સ્ટ્રેચ કરવામાં આવ્યો છે. અને આ જ કારણે ચાલતા સાપનો આકાર વિશાળ અને લાંબો લાગી રહ્યો છે.

    ન્યૂઝ વેબસાઇટ ખોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે આ વીડિયો ખરેખર 2018માં બન્યો હતો અને તે હાલ ફરીથી વાયરલ થઈ રહ્યો છે. અને તેમાં સાપને એક રસ્તો ઓળંગતો બતાવવામાં આવ્યો છે. પણ આમાં 50-ફૂટ એનાકોન્ડા દાવો સંપૂર્ણપણે અસત્ય છે. જો કે આવા અનેક વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે. જેમાં વિશાળકાળ સાપ કે એનાકોન્ડાને જોવાની વાત કરે છે. પણ આમાંથી ભાગ્યેજ થોડા વીડિયો સાચા હોય છે. ધણીવાર કેમેરાની કરામત તમને ભ્રમિત કરી દે છે.
    Published by:Chaitali Shukla
    First published: