જે દુનિયામાં લોકો દરરોજ નવા પ્રેમની શોધમાં રહે છે તે દુનિયામાં એક વ્યક્તિના જબરજસ્ત પ્રેમની કહાની સાંભળી તમારી આંખોમાં આસું આવી જશે. આ કહાની બ્રિટનમાં (Britain)રહેતા ગ્રેગ પીટર્સની (Greg Peters)છે. તેણે મોત સામે ઝઝુમી રહેલી પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે એ પણ ના જોયું કે તે થોડા સમયની મહેમાન છે.
ગ્રેગ પીટર્સ અને તેની ગર્લફ્રેન્ડ એના લેગરની (Ana Ledgar)કહાની ફિલ્મ કહાની જેવી છે. અહીં પ્રેમી યુગલ એકબીજાને ઘણો પ્રેમ કરે છે. તેમના પરિવારજનોને પણ તેમના પ્રેમ સામે કોઇ પ્રોબ્લેમ નથી. જોકે કદાચ ભગવાનને તે જીવનભર સાથે રહે તે મંજૂર નહીં હોય. લગ્નના થોડાક સમય પહેલા એના એક ભયાનક અકસ્માતનો શિકાર બની હતી અને તેની બચવાની શક્યતા ના બરાબર હતી. આવી પરિસ્થિતિમાં તેના બોયફ્રેન્ડે જે કર્યું તે કોઇ હીરોના કામથી ઓછું નથી.
The Sunના રિપોર્ટ પ્રમાણે 34 વર્ષના જિમ મેનેજર ગ્રેગ પીટર્સની મુલાકાત 28 વર્ષની એના લેગર સાથે 18 મહિના પહેલા થઇ હતી. તે બંને એકબીજાને ઘણો પ્રેમ કરતા હતા. બંનેના લગ્ન પણ નક્કી થઇ ગયા હતા. આ દરમિયાન એક દિવસ ઓફિસથી પરત ફરતા એના લેગરની કારનો ભયાનક અકસ્માત થયો હતો. જેમાં એનાને ઘણી ગંભીર ઇજા પહોંચી હતી. તે કોમામાં પહોંચી ગઈ હતી.
મોત પહેલા ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
એનાનો બાયફ્રેન્ડ ગ્રેગ પીટર્સ તેને કોઇપણ રીતે પોતાની પત્ની તરીકે જોવા માંગતો હતો. જેથી આ નામ હંમેશા તેની સાથે રહે. આવામાં ગ્રેગે આઈસીસીયુના ડોક્ટરોને વિનંતી કરીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે હોસ્પિટલમાં બિસ્તરમાં રિંગ પહેરાવીને લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછી જ એના આ દુનિયામાંથી વિદાય થઇ ગઈ હતી.
પરિવાર અને ગ્રેગની સહમતીથી એનાના 6 અંગોને ડોનેટ કરવામાં આવ્યા હતા. ગ્રેગનું કહેવું છે કે બની શકે તે આ કાયદાકીય રીતે લગ્ન ના માનવામાં આવે પણ મેં તેની આંગળીમાં પોતાની રિંગ નાખીને તેને મનથી પત્ની માની છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર