Home /News /eye-catcher /

VIRAL: પાર્ટીમાં છોકરીએ પેટ ભરીને ખાઘુ ફૂડ, ડાયેટ જોઈને બોયફ્રેન્ડે અનુભવી શરમ!

VIRAL: પાર્ટીમાં છોકરીએ પેટ ભરીને ખાઘુ ફૂડ, ડાયેટ જોઈને બોયફ્રેન્ડે અનુભવી શરમ!

GFનું ડાેયેટ જોઇ શરમાઇ ગયો BF

Relationship Issues: છોકરી (relationship goals) ફરિયાદ કરે છે કે તેના પાર્ટીમાં પેટ ભરીને ભોજન કરવાથી, તેનો બોયફ્રેન્ડ (Boyfriend) શરમમાં મૂકાયો હતો. છોકરા (relationship issues)એ તેને એમ પણ કહ્યું કે તેણે ડિનર પર કેટલું ખાધું છે.

    જ્યારે આપણે કોઈ સંબંધ (Relationship Goals)માં હોઈએ છીએ, ત્યારે આપણે એકબીજાની મહત્તમ સંભાળ રાખીએ છીએ. ખાસ કરીને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ (Girlfriend-Boyfriend)ના સંબંધમાં લોકો નાની જરૂરિયાતો, ખાવા-પીવા પર ધ્યાન આપે છે, પરંતુ એક બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડને કંઈક એવું કહ્યું કે જેનાથી (relationship issues) તે સ્તબ્ધ થઈ ગઈ.

    હકીકતમાં, યુવતી તેના બોયફ્રેન્ડ સાથે ડિનર પાર્ટી (Girlfriend-Boyfriend)માં ગઈ હતી. અહીં તેણે પેટભરીને ભોજન કર્યું અને પાછી આવી ગઈ. તેને ખ્યાલ નહોતો કે તેમના પાર્ટનરને તેની ખાવા પીવાની રીત પસંદ ના આવી. જ્યારે તેને આ વિશે જાણ થઈ ત્યારે તેને કંઈ સમજાયું નહીં અને લોકોનો પ્રતિસાદ મેળવવા માટે સોશિયલ મીડિયા (Viral On Social Media) પર પોતાની વાત શેર કરી.

    છોકરીએ ડિનર પર ખાતા બોયફ્રેન્ડને આવી શરમ
    છોકરીએ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા 7 મહિનાથી તે જે છોકરા સાથે સંબંધમાં છે તેણે તેને તેના ઘરના ફેમિલી ડિનર (Family Dinner)પર આમંત્રણ આપ્યું હતું. છોકરી જ્યારે ત્યાં પહોંચીને બઘી વાનગીનો ટેસ્ટ લઈ ભરપેટ ખાઈ છે ત્યારે છોકરીના બોયફ્રેન્ડે તેને વિચિત્ર રીતે જોઈ. ડિનર પાર્ટીમાંથી બંને પાછા ફરતાં જ તેના બોયફ્રેન્ડે યુવતીને શિષ્ટાચાર ન હોવા બદલ ઠપકો આપવાનું શરૂ કર્યું હતું. બોયફ્રેન્ડે કહ્યું કે ડિનર પાર્ટી દરમિયાન યુવતીએ એટલું ખાવાનું જમ્યું કે તેને શરમ આવવા લાગી.

    લોકોએ કહ્યું- છોડી દો, આવા માણસને
    બોયફ્રેન્ડની વાત સાંભળીને યુવતીએ કહ્યું કે, છોકરીને હંમેશાથી કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તે કોઈના ઘરે જમવા જાય છે, ત્યારે તેણે પ્લેટમાં ભોજન સંપૂર્ણપણે પૂરું કરવું જોઈએ જેથી સામેની વ્યક્તિને ખરાબ ન લાગે." બીજી તરફ, છોકરાએ સમજાવ્યું કે આ રીતે બધું ખાવાથી તેની અસભ્યતા દેખાય છે, અને બીજાઓને પણ શરમજનક બનાવે છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા રેડિટ પર લોકોએ કહ્યું હતું કે, યુવતીએ આવા સંસ્કારો માટે બૂમો પાડતા છોકરાને તરત જ છોડી દેવો જોઈએ.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Relationship, Shocking news, Viral news, અજબગજબ

    આગામી સમાચાર