VIRAL: પતિએ કર્યું એવું કામ કે ભાવુક થઈ પત્ની, Social Media પર વીડિયો શૅર કરીને ભગવાનનો માન્યો આભાર!

વીડિયોમાં બ્રૂકના પતિ પડોશમાં રહેનારી એક વૃદ્ધ મહિલાની મદદ કરતા જોવા મળી રહ્યા છે.

Social Media Viral Video: બોક્સર પતિની માણસાઈ જોઈ પત્નીએ કહ્યું, પોતાના પડોશી માટે પ્રેમ, ભગવાન આપનો આભાર કારણ કે આપે મને આટલો સારો પતિ આપ્યો

  • Share this:
    સોશિયલ મીડિયા (Social Media) પર અનેકવાર એવા વીડિયો વાયરલ (Viral Videos) થતા હોય છે જે દિલને સ્પર્શી જતા હોય છે. લોકોની ઉદારતા અને પ્રેમની ભાવનાને દર્શાવતા આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવે છે. હાલમાં આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિની દરિયાદિલી જોવા મળી રહી છે. આ વીડિયોને તે વ્યક્તિની પત્નીએ (Wife) જે પોસ્ટ કર્યો છે કારણ કે પોતાના પતિ (Husband) દ્વારા કરવામાં આવેલા કાર્યને જોઈ તે એટલી ભાવુક થઈ ગઈ કે આ વીડિયોને શૅર કરતાં પોતાને રોકી ન શકી.

    બ્રૂક એશ્લી હોલ (Brooke Ashley Hall) નામની ઇન્ટા શગ્રામ કન્ટેન્ટ ક્રિએટરએ (Instagram Content Creator) હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો (Instagram Video) પોસ્ટ કર્યો છે. બ્રૂકે વીડિયોમાં લખ્યું કે, હું વિચારી રહી હતી કે માર પતિ ઘરથી બહાર કેમ આટલો સમય પસાર કરી રહ્યા છે. જ્યારે મેં બહાર જોયું તો તેઓ આ કામ કરી રહ્યા હતા. મૂળે, વીડિયોમાં બ્રૂકના પતિ (Brooke’s Husband) પડોશમાં રહેનારી એક વૃદ્ધ મહિલાની (Elderly Woman) મદદ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેઓ મહિલાનો હાથ પકડીને તેમને ઘર સુધી લઈ જતા જોવા મળી રહ્યા છે.




    આ પણ જુઓ, Cobraને રાખડી બાંધવી ઘાતક સાબિત થઈ, સાપનું ઝેર ઉતારનાર મનમોહનનું જ સર્પદંશથી મોત, VIDEO

    પોતાના પતિને વૃદ્ધ મહિલાની મદદ કરતા જોઈ બ્રૂક ભાવુક થઈ ગઈ. તેણે આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું કે, પોતાના પડોશી માટે પ્રેમ. ભગવાન આપનો આભાર કારણ કે આપે મને આટલો સારો પતિ આપ્યો. આ વીડિયોને લગભગ 2 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે હજારો લોકોએ વીડિયોને લાઇક કર્યા છે. અનેક લોકોએ વીડિયો પર કોમન્ટ કરી બ્રૂકના પતિના વખાણ પણ કર્યા છે.

    આ પણ જુઓ, લાંબી લાઇનથી કંટાળી યુવકે બારીમાંથી લીધી Corona Vaccine, વીડિયો થયો VIRAL

    નોંધનીય છે કે, બ્રૂકના પતિ માર્કો હોલ (Marco Hall) એક બોક્સર (Boxer) છે. બીજી તરફ, બ્રૂકને 7 લાખથી વધુ લોકો સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. આ ઉપરાંત માર્કોને 3 લાખથી વધુ લોકો ફોલો કરે છે. માર્કો અને બ્રૂક સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય કપલ છે. બંનેને યૂટ્યૂબ (Youtube) અને ટિકટોક (Tiktok) ઉપર પણ લાખો લોકો ફોલો કરે છે. બંનેના વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થયા છે. બ્રૂક પોતાના પતિ માર્કોની સાથે મળી ફની વીડિયોઝ પણ બનાવે છે. બંનેના બાળકો પણ છે જેમની સસાથે પણ તેમને અનેક વીડિયો બનાવ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: