Home /News /eye-catcher /

બોસને વોટ્સએપ પર 'Hey' લખનારા ચેતી જજો! તમારા વિરુદ્ધ પણ જાહેર થઇ શકે છે ફતવો

બોસને વોટ્સએપ પર 'Hey' લખનારા ચેતી જજો! તમારા વિરુદ્ધ પણ જાહેર થઇ શકે છે ફતવો

બોસને વોટ્સએપ પર Hey લખવું પડ્યુ ભારે

તાજેતરમાં કંપનીના સીનિયર અને કર્મચારી વચ્ચે વોટ્સએપ પર થયેલી વાતચીતની ચેટ બહાર આવી છે. અજીબોગરીબ ચેટ અંગે વર્કરે જણાવ્યું કે, જ્યારે તે શ્રેયસ નામના કર્મચારી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે બોસ ગુસ્સે થઈ ગયા હતા.

    ઘણા કર્મચારીઓ બોસ (Boss)ના ઓવરરીએક્ટથી કંટાળી જાય છે. ઘણા બોસને નાની નાની વાતમાં રાઈનો પહાડ બનાવવાની ટેવ હોય છે. નોકરી (Job) ગુમાવવી પડે તેવા ડરથી કર્મચારી (Employees)ઓ બોસની બિનજરૂરી વાતમાં પણ હા પાડતા હોય છે. બીજી તરફ અમુક બોસ પોતાના કર્મચારીઓને હેરાન કરવાના નવા નવા નુસખા શોધી કાઢતા હોય છે. તેઓ તર્ક વગરની વાત કરી સન્માન મળે તેવી આશા રાખતા હોય છે. આજે અહીં એવા જ આપખુદ બોસની વાત કરાઈ છે. આ સત્ય ઘટના છે.

    નાનકડી વાતમાં ભડકી ગયા!


    તાજેતરમાં કંપનીના સીનિયર અને કર્મચારી વચ્ચે વોટ્સએપ પર થયેલી વાતચીતની ચેટ બહાર આવી છે. અજીબોગરીબ ચેટ અંગે વર્કરે જણાવ્યું કે, જ્યારે તે શ્રેયસ નામના કર્મચારી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે બોસ ગુસ્સે થઈ ગયા હતા. કર્મચારીએ Hey લખીને તેના બોસને અભિનંદન આપ્યા હતા. શ્રેયસે જ્યારે તેના સિનિયરને 'Hey' તરીકે શુભેચ્છા પાઠવી ત્યારે તે ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે, આ પ્રકારનું અભિવાદન 'નોન પ્રોફેશનલ' છે. ચેટ્સ વાંચીને એવું લાગે છે કે, તેમને તો ભાષા અંગે તકલીફ હશે કે પછી અહમ ઘવાયો હશે.

    આ પણ વાંચો -યુકેની મહિલાએ બીચ પર શોધી કાઢ્યું 'Alien Creature', આ દુર્લભ જીવ છે ઘણું મોંઘું

    ખાલી Hey લખ્યું ત્યાં બોસે વાતનું વતેસર કરી નાખ્યું


    મીડિયા રિપોર્ટ અનુસાર, કર્મચારીએ વોટ્સએપ પર Hey લખીને શુભેચ્છા પાઠવતા જ બોસે લખ્યું કે, હાય શ્રેયસ, મારું નામ સંદીપ છે. મહેરબાની કરીને 'Hey' શબ્દનો ઉપયોગ ન કરો. તે મારા માટે વાંધાજનક છે. જો તમને મારું નામ યાદ ન હોય, તો ફક્ત 'Hi' નો ઉપયોગ કરો,

    અહીં ઉલ્લેખનીય છે કે, બોસે Heyની જગ્યાએ Hi શા માટે આ સારું છે તે અંગે કોઈ ખુલાસો કર્યો નહતો. આ બંને શબ્દો સેમી પ્રોફેશનલ છે અને અંગ્રેજીમાં બંનેનો મતલબ લગભગ એક સરખો જ થાય છે.

    વોટ્સએપ પર થઈ આવી ચર્ચા


    બોસે ચેટમાં કહ્યું કે, તેઓ 'Dude' અને 'Man' જેવા શબ્દોને નોન પ્રોફેશનલ માને છે. શ્રેયસે વોટ્સએપ પર તેના બોસ સાથે વધુ વાતચીત કરી હતી. બોસે વળતો જવાબ આપતા લખ્યું હતું કે, "વેલ, આપણે વોટ્સએપ પર ચેટ કરી રહ્યા છીએ, લિંક્ડઇન અથવા મેઇલ ચેન પર નહીં. હું ફક્ત કેઝ્યુઅલ છું કારણ કે તમે મને મારા વ્યક્તિગત નંબર પર મેસેજ કરી રહ્યા છો અને પ્રોફેશનલ તરીકે મને કોઈ નુકસાન થવાનું નથી.

    આ પણ વાંચો -ગધેડીના દૂધમાંથી બને છે દુનિયાનું સૌથી મોંઘું પનીર, એટલામાં તો આવી જાય iPhone

    બોસે આગળ લખ્યું કે, વોટ્સએપ હવે પર્સનલ સ્પેસ નથી રહ્યું, તેનો ઉપયોગ બિઝનેસ માટે કરવામાં આવે છે. હું મારી વિચારધારા તમારા પર થોપી રહ્યો નથી. જો તમે તેને સમજો, તો તે ઠીક છે અથવા તમે આ બાબત વહેલા મોડા સમજી જશો.
    First published:

    Tags: Whatsapp chat

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन