ડિપ્રેશનથી પીડિત કર્મચારીને નોકરીમાંથી કાઢવો મોંઘો પડ્યો, કંપનીને 51 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા!

ડિપ્રેશનથી પીડિત કર્મચારીને નોકરી પરથી કાઢવું મોંઘું પડ્યું.(પ્રતીકાત્મક ફોટો)

ડેન 20 વર્ષોથી માનસિક તણાવગ્રસ્ત હતો અને તેણે ઘણી વખત પોતાના બોસને આ અંગે જણાવ્યું હતું. તે ક્યારેક નોકરી પર જતો ન હતો અને એક સિક નોટ મોકલી દેતો હતો

 • Share this:
  એન્ગ્ઝાયટી અને ડિપ્રેશન (Anxiety and depression) કોઇપણ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. જ્યારે વ્યક્તિ માનસિક અસ્થિરતાના તબક્કામાંથી પસાર થાય છે ત્યારે સ્વાભાવિક છે કે તેને કંઈ પણ કરવાનું મન નથી થતું. એવામાં નોકરી કરવી બહુ મુશ્કેલ થઈ જાય છે. કેટલીક વખત બોસ આ વાતને સમજે છે અને તેઓ કર્મચારીનું પૂરતું ધ્યાન રાખે છે, પણ કેટલાક બોસ એવા પણ હોય છે જેમને ફક્ત પોતાના કામથી મતલબ હોય છે. તેમને પોતાના કર્મચારીના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિથી કોઈ ફરક નથી પડતો. એવો જ એક મામલો હાલ ચર્ચામાં છે.

  બ્રિટનમાં રહેતા 41 વર્ષના ડેન રો (Dane Row) ડેવિડ વૂડ બેન્કિંગ નામની કંપનીમાં કામ કરતો હતો જે દેશની મુખ્ય રાશનની દુકાનોમાં ખાદ્ય વસ્તુઓ સપ્લાય કરે છે. ડેન 20 વર્ષોથી માનસિક તણાવગ્રસ્ત હતો અને તેણે ઘણી વખત પોતાના બોસને આ અંગે જણાવ્યું હતું. તે ક્યારેક નોકરી પર જતો ન હતો અને એક સિક નોટ મોકલી દેતો હતો. માર્ચ 2020માં જ્યારે બ્રિટન કોરોનાની ચપેટમાં આવ્યો ત્યારે ડેનની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. તેનું ડિપ્રેશન વધી ગયું અને તે ઓફિસમાં ઘણી વખત રજા પાડવા લાગ્યો.

  એક દિવસ જ્યારે કંપનીમાં એક ઇવેન્ટ હતી તો તેનું ત્યાં જવું ખૂબ જરૂરી હતું પણ ડેનએ ત્યાં જવાની ના પાડી દીધી. તેણે મેસેજ કર્યો કે તે પથારીમાંથી ઊભો નથી થઈ શકતો. તેણે ઘણી વખત કેબ બુક કરી પણ કેન્સલ કરી નાખી. આ ઘટના પહેલા ડેન પોતાની ઓફિસમાં મેડિકલ રિપોર્ટ્સ પણ દેખાડી ચૂક્યો હતો જેનાથી એ સાબિત થયું હતું કે તે ડિપ્રેશનનો દર્દી છે અને તેને આત્મહત્યા (suicidal employee fired from job) કરવાનું મન થાય છે.

  જ્યારે ડેન ઇવેન્ટમાં ન પહોંચ્યો ત્યારે તેના બોસએ ગુસ્સામાં તેને ઓફિસમાંથી કાઢી નાખ્યો. જ્યારે ડેનએ આ વાતની કોર્ટમાં અરજી કરી તો થોડા દિવસો બાદ તેને ખ્યાલ આવ્યો કે તેની અરજી પણ કેન્સલ થઈ ગઈ છે. અપીલના કેન્સલ થવાની નોટિસ જોઈને ડેન બહુ ચિંતિત થઈ ગયો અને એક દિવસ તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ રહ્યો. એ પછી તેને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો અને કોર્ટે ફરીથી તેની અરજી પર સુનાવણી કરી.

  આ પણ વાંચો: Dating Website ઉપર છોકરીઓની પ્રોફાઇલ ન હતી, ભડકેલી વ્યક્તિએ કંપની પર કેસ ઠોકી દીધો

  કોર્ટે ડોક્ટરોની રિપોર્ટ પરથી એવું માન્યું અપીલ રદ થયા બાદ તેણે સુસાઈડનો પ્રયત્ન કર્યો. તેને નોકરીમાંથી આવી સ્થિતિમાં કાઢી નાખવો એ ખોટું હતું. કોર્ટનું માનવું હતું કે એમ થવાને લીધે ડેન પર ખરાબ અસર પડી છે અને માનસિક અસ્થિર હોવાના તબક્કે તેને નોકરીમાંથી કાઢવો જોઈતો ન હતો. પહેલા કંપનીએ તપાસ કરીને એ માલૂમ કરવું જોઈએ કે ડેનનું ઓફિસ ન આવવાનું સાચું કારણ કયું છે. ત્યારબાદ કોર્ટે કંપનીને આદેશ આપ્યો કે તે વળતર (Unfairly fired employee gets compensation) તરીકે ડેનને 51 લાખ રૂપિયા આપે.
  Published by:Nirali Dave
  First published: