પત્નીએ એવો ડ્રેસ પહેર્યો કે પતિએ સાપ સમજીને પગ ભાંગી નાખ્યા

ફેશન હંમેશા સમજણથી કરવી જોઈએ. જો સમજણ વગર ફેશન કરવામાં આવે તો તમારી સાથે પણ આવી ઘટના ઘટી શકે છે

News18 Gujarati
Updated: June 16, 2019, 6:18 PM IST
પત્નીએ એવો ડ્રેસ પહેર્યો કે પતિએ સાપ સમજીને પગ ભાંગી નાખ્યા
પત્નીએ એવો ડ્રેસ પહેર્યો કે પતિએ સાપ સમજીને પગ ભાગી નાખ્યા
News18 Gujarati
Updated: June 16, 2019, 6:18 PM IST
ફેશન હંમેશા સમજણથી કરવી જોઈએ. જો સમજણ વગર ફેશન કરવામાં આવે તો તમારી સાથે પણ આવી ઘટના ઘટી શકે છે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે. પતિને રિઝવવા માટે પત્નીએ એક અલગ ડિઝાઈનનો ડ્રેસ પહેર્યો હતો. તેને એમ હતું કે પતિ તેનાથી આકર્ષિત થશે. જોકે પત્ની પતિ જેવો ઘરમાં આવ્યો કે તેણે પત્નીના પગ તોડી નાખ્યા હતા.

આ સમાચાર ફેસબૂક પોસ્ટના આધારે લખવામાં આવ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ સમાચારની પૃષ્ટી કરતું નથી. સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ બન્યા હતા. જો કે વાત એવી પણ સામે આવી છે કે આ ન્યૂઝ ખોટા છે.

આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે. વાત એવી છે કે એક પત્નીએ પોતાના પતિને રિઝવવા માટે સાંપ જેવા દેખાતા સ્ટોકિંગ્સ (લાંબા મોજા)ના વસ્ત્રો પહેર્યા હતા. આ અજીબ લાગતા વસ્ત્રો પહેરીને તે બેડ પર આરામ ફરમાવી રહી હતી. પતિ ઘરમાં આવ્યો તો તેણે આ ડ્રેસને સાપ સમજી લીધો હતો. આ કારણે બેઝબોલથી તેની પિટાઈ શરુ કરી દીધી હતી. ધોલાઈ કરતા પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.પતિને બાદમાં ખબર પડી હતી કે આ સાપ ન હતો પણ પોતાની પત્નીના પગ હતા. તસવીરમાં જોતા તેના વસ્ત્રો સાપ જેવા જ લાગે છે. જેના કારણે તે પત્નીના પગને સાપ સમજી બેઠો હતો.
First published: January 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...