સંજય મિશ્રાની સંઘર્ષની કહાની, 'ઋષિકેશની એક હોટલમાં આમલેટ બનાવતા હતા'

સંજય મિશ્રાના સંઘર્ષની કહાની

સંજય મિશ્રાએ જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે, એક સમય એવો આવી ગયો કે, તેમણે બોલીવુડ છોડી એક હોટલમાં આમલેટ બનાવવાની નોકરી શરૂ કરી, પછી આ ડાયરેક્ટર તેમને પાછા લાવ્યા

 • Share this:
  બોલીવુડ ફિલ્મો (Bollywood Films)માં સંજય મિશ્રા (Sanjay Mishra) ખૂબ જ સારા સાઈડ રોલ ભજવી રહ્યા છે અને તેઓ એક ફેમસ કલાકાર છે. તેમની હાસ્ય શૈલી ખૂબ જ ફેમસ છે. તેઓ સૌથી વધુ કોમિક ફિલ્મોમાં કામ કરતા જોવા મળે છે. તેમનો જન્મ વર્ષ 1963માં થયો હતો. વર્ષ 1995માં તેમણે બોલીવુડમાં કામ કરવાની શરૂઆત કરી. તેમણે સૌથી પહેલા ફિલ્મ ‘Oh Darling! Yeh Hai India!’ માં કામ કર્યું હતું. તેમનો ઉછેર બિહારમાં મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમણે જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેઓ બોલીવુડના એક સદાબહાર અભિનેતા છે.

  સંજય મિશ્રાના બોલીવુડ કરિઅરને 25 વર્ષ પૂર્ણ થયા

  તેમના બોલીવુડ કરિઅરને 25 વર્ષ પૂર્ણ થયા છે. મોટાભાગે તેઓ કોમેડી ફિલ્મોમાં અભિનય કરતા જોવા મળે છે. તેમણે એવી ભૂમિકાઓ પણ ભજવી છે, જેનાથી દર્શકો ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા. દર્શકોને આ રોલ ખૂબ જ પસંદ આવ્યો હતો. તેમણે ગોલમાલ અગેઈન, ગોડ તુસ્સી ગ્રેટ હોમાં અભિનયથી લઈને મસાન જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. દર્શકોને તેમનો શાનદાર અભિનય ખૂબ જ પસંદ આવ્યો છે. ક્રિકેટ વર્લ્ડ કપ 1999 દરમિયાન ESPN સ્ટાર સ્પોર્ટ્સ માટે એપલ સિંઘ કમર્શિયલ્સમાં તેમણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

  સંજય મિશ્રા NSD ગ્રેજ્યુએટ છે

  ઈરફાન ખાને પોતાની એક્ટિંગની સંજય મિશ્રા પર ખૂબ જ ઊંડી અસર છોડી છે. મિશ્રાએ રેડિફને માહિતી આપતા જણાવ્યું કે, તિગ્માંશુ ધુલિયાએ તેને એક શો ઓફર કર્યો છે, તેઓ સંજય મિશ્રાના સ્કૂલ ઓફ ડ્રામામાં બેચ મેટ હતા. સંજય મિશ્રાએ જણાવ્યું કે, વર્ષ 1991 અને 1999 ના સમય દરમિયાન તમામ બાબતોમાં મેં હાથ અજમાવ્યો છે. મેં લાઇટિંગથી લઈને આર્ટ ડિરેક્શન અને કેમેરાવર્ક પણ કર્યું છે. મેં ફોટોગ્રાફી કરીને પણ કમાણી કરી છે. હું વડાપાવ ખાતો હતો. જ્યારે પણ ઘરે જવાનું ન થાય ત્યારે હું અંધેરી (ઉત્તર મુંબઈ, કેટલાક ટેલિવિઝન અને ફિલ્મ કલાકારોના ઘરે) માં રહેતો, જ્યાંથી દિલ્હી જતી રાજધાની ટ્રેન પસાર થતી હતી. તે સમયે સંજય મિશ્રાના માતા પિતા દિલ્હીમાં રહેતા હતા.

  સંજય મિશ્રાએ જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો

  સંજય મિશ્રાએ જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેઓ માસિક રૂ. 150ના પગાર પર ઢાબામાં કામ કરતા હતા. સંજય મિશ્રા ફિલ્મ ‘ઓફિસ ઓફિસ’નું શુટીંગ કરી રહ્યા હતા, ત્યારે તેઓ અનેક મેડિકલ તકલીફોમાંથી પસાર થયા છે. શુટીંગ દરમિયાન તેઓ ખૂબ જ બીમાર પડી જવાને કારણે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. સર્જરી દરમિયાન તેમના પેટમાંથી 15 લિટર પરુ કાઢવામાં આવ્યું હતું. તેઓ આ સર્જરીમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના પિતાનું અચાનક અવસાન થઈ ગયું હતું. આ સમાચારથી તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો, તેઓ મુંબઈ પરત ફરી શક્યા નહીં અને તેઓ બોલીવુડમાં કામ ચાલુ ન રાખી શક્યા.

  ઋષિકેશમાં એક હોટલમાં આમલેટ બનાવતા હતા

  આ ઘટના બાદ તેમણે બોલીવુડમાં કામ ન કરવાનું નક્કી કરી લીધું. થોડા સમય માટે તેઓ આ બધી બાબતોથી દૂર થઈ ગયા હતા અને અને ઋષિકેશમાં શિફ્ટ થઈ ગયા હતા. ત્યાં તેઓ આમલેટ બનાવતા હતા. બોલિવુડમાં ફેમસ હોવા છતાં તેમને રેસ્ટોરન્ટના માલિકો ઓળખી શક્યા ન હતા. થોડા સમય બાદ રેસ્ટોરન્ટમાં આવનાર કેટલાક મુલાકાતીઓ તેમને ઓળખી ગયા હતા અને તેમની સાથે ફોટોઝ ક્લિક કરાવા લાગ્યા હતા.

  મિશ્રાએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ હું સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને મુંબઈ પરત ફરી શક્યો ન હતો. હું ઋષિકેશ ગયો અને એક ઢાબામાં ઓમલેટ બનાવવાનું કામ કરવા લાગ્યો. સરદાર ઢાબાના માલિક મને ઓળખી શક્યા નહોતા. ગ્રાહકો મને ઓળખી ગયા હતા અને મને પૂછતા હતા કે, "ગોલમાલ મેં આપ હી થે ના (ગોલમાલમાં તમે જ હતા ને)! અને મારી સાથે ફોટોઝ ક્લિક કરાવા લાગ્યા. કોઈએ ઢાબાના માલિકને જણાવ્યું હતું કે, હું એક એક્ટર છું, ત્યારબાદ તેમણે પૂછ્યું હતું કે હું કોણ છું?

  રોહિત શેટ્ટી સંજય મિશ્રાને બોલીવુડ જગતમાં પરત લાવ્યા

  રોહિત શેટ્ટી સંજય મિશ્રાને બોલીવુડ જગતમાં પરત લાવ્યા અને મિશ્રાએ ફરી એક્ટિંગ કરિઅરની શરૂઆત કરી

  સંજય મિશ્રાએ ફિલ્મ ઓલ ધ બેસ્ટથી એક્ટિંગની ફરી શરૂઆત કરી. તેઓ તેમના કોમેડી રોલથી દર્શકોને હસાવતા હતા. તેઓ તે સમયે તેમના પિતાને ખૂબ જ મિસ કરતા હતા. શુટીંગ પૂરું કરીને તેઓ વેનિટી વાનમાં જતા રહેતા અને તેમના પિતાની યાદ આવતા તેઓ રડી પડતા હતા.

  આ પણ વાંચોBollywood Interesting Story: આ કલાકારોએ માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ કરી બોલીવૂડમાં એન્ટ્રી, આજે છે કરોડોની ફેન ફોલોઇંગ

  તેમનું પ્રથમ લગ્ન જીવન સફળ ન રહ્યું

  પ્રથમ લગ્ન જીવન અસફળ રહેતા તેઓ બીજા લગ્ન કરવા માટે માની રહ્યા ન હતા. તેમની માતાએ તેમને બીજી વાર લગ્ન કરવા માટે તૈયાર કર્યા હતા. તેમણે હાલમાં કિરણ મિશ્રા સાથે લગ્ન કર્યા છે અને તેઓ પલ અને લમ્હાના પિતા છે.
  Published by:kiran mehta
  First published: