Bigg bossના 20 ડાર્ક સિક્રેટ: લોકોથી આ વાતો છુપાવવા થાય છે ભરપૂર પ્રયાસો, તમે જાણીને ચોંકી જશો

બિગ બોસ સિક્રેટ્સ

Bigg Boss શો સાથે અનેક સિક્રેટ જોડાયેલા છે. જેમ કે, બિગ બોસમાં આલ્કોહોલ પર સંપૂર્ણ પ્રતિબંધ નથી, કેટલાક ઈન્ટીમેટ સીન વગેરે, આ સિક્રેટ લોકો સુધી ન પહોંચે તેવા ભરપૂર પ્રયાસો થાય છે. અહીં તે સિક્રેટસ અંગે જાણકારી આપવામાં આવી છે.

 • Share this:
  રિયાલિટી શો બિગ બોસ (Bigg boss)ના કરોડો ચાહકો છે. મીડિયા અને સોશિયલ મીડિયામાં અવારનવાર બિગ બોસ અંગેના અહેવાલ સામે આવે છે. આ શોને લઈ અનેક વિવાદ પણ જોડાયેલા છે. અત્યારે બિગ બોસને સલમાન ખાન (Salamat Khan) હોસ્ટ કરી રહ્યો છે. આ શોની થીમ અન્ય રિયાલિટી શો (Reality show) કરતા થોડી અલગ છે. આ શોમાં ભાગ લેનાર સ્પર્ધકોને બિગ બોસના ઘરમાં કેટલાક દિવસો રહેવાનું હોય છે. જ્યાં તેમને પોતાની ક્ષમતાઓ બતાવવાની હોય છે. બિગ બોસ શો અંગે લોકો ઘણું બધું જાણે છે. પરંતુ આ શો સાથે અનેક સિક્રેટ જોડાયેલા છે. આ સિક્રેટ લોકો સુધી ન પહોંચે તેવા ભરપૂર પ્રયાસો થાય છે. અહીં તે સિક્રેટસ અંગે જાણકારી આપવામાં આવી છે.

  ભારતમાં Sony TVએ શરૂ કર્યું હતું Bigg Boss

  ભારતમાં સોની ટીવીએ બિગ બોસ શરૂ કર્યું હતું. આ શોનો પ્રથમ હોસ્ટ અરશદ વારસી હતો. જોકે, 2006માં સોનીએ કલર્સને આ શો વેચી દીધો હતો. ત્યારબાદ આ શો ખૂબ સફળ રહ્યો છે.

  બિગ બોસમાં આલ્કોહોલ પર સંપૂર્ણ પ્રતિબંધ નથી

  આમ તો બિગ બોસમાં ધૂમ્રપાન માટે અલાયદો એરિયા આપવામાં આવે છે. પણ આલ્કોહોલ માટે કોઈ ચોક્કસ એરિયા નથી. જે સ્પર્ધકો દારૂ પીવા માંગે અથવા આલ્કોહોલ વિના રહેવું મુશ્કેલ લાગે તો તેને તે પીરસવામાં આવે છે. મોટે ભાગે જ્યુસ પેકેજમાં આલ્કોહોલ આપવામાં આવે છે.

  બિગ બોસના ઘરમાં સેક્સ માણવું

  બિગ બોસના ઘરમાં રહેલા સ્પર્ધક સેક્સ માણી શકે છે. જોકે તેમના દ્રશ્યો સેન્સર થાય છે. જેથી સ્પર્ધકો સેક્સ માણવા માટે બાથરૂમનો ઉપયોગ કરે છે. જ્યાં કેમેરા હોતા નથી.

  પૈસાની ચુકવણી અને દંડ

  આમ તો બિગ બોસમાં બે રીતે પૈસા ચૂકવાય છે. એક રીતમાં સ્પર્ધકને એપિસોડ મુજબ પૈસા અપાય છે. બીજી રીતમાં આખી સિઝનની ગણતરી થાય છે. જોકે, આ શોમાં સ્પર્ધકને દંડ પણ ભરવો પડી શકે છે. કોન્ટ્રાકટ મુજબ શોને અધવચ્ચેથી છોડીને જનાર સ્પર્ધકને રૂ. 2 કરોડ સુધીનો દંડ થઈ શકે છે.

  બિગ બોસનું ઘર વન વિસ્તારમાં આવેલું છે

  બિગ બોસ હાઉસ લોનાવલા હિલ સ્ટેશનની ખૂબ નજીક છે. આ વિસ્તાર વન પ્રદેશ જેવો છે. જેથી અંદર વીંછી અને સાપ આવી ગયા હોવાના બનાવો બન્યા છે.

  ઘર સાફ કરવા સ્ટાફ હોય છે, સેલેબ્સની ફરમાઈશ પુરી થાય છે

  બિગ બોસના ઘરમાં રહેતા સ્પર્ધક પોતે ઘર સાફ કરતા હોવાનું ડોળ કરાય છે, પણ હકીકતમાં આ કામ માટે સ્ટાફ હોય છે. ઘર સાફ કરતી વખતે તેઓ સ્પર્ધક સાથે વાતચીત કરતા નથી. આ ઉપરાંત બિગ બોસના ઘરમાં સેલેબ્સની ફરમાઇશ પૂરી કરવામાં આવે છે. તેમને જોઈતા શેમ્પુ, પરફ્યુમ, સાબુ પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત સ્પર્ધકને બહારનું ફૂડ પણ પૂરું પાડવામાં આવે છે.

  મીરરમાં પણ હોય છે કેમેરા

  બિગ બોસના ઘરના ખૂણેખૂણા કેમેરામાં જોઈ શકાય છે. અમુક જગ્યાને બાદ કરતાં લગભગ તમામ સ્થાનમાં કેમેરા છે. મિરરમાં પણ કેમેરા મુકવામાં આવ્યા છે. જેના કારણે વધુમાં વધુ સ્થાનોએ અને અમુક નકામી જગ્યાઓએ પણ મિરર મુકવામાં આવ્યા છે.

  TRPની રમત

  આ શોમાં દર્શકોના વોટને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે. પણ TRP પણ જાળવી રાખવા પ્રયાસ થાય છે. તમે જેને વોટ આપો તે આગળ વધે છે અને અન્ય સ્પર્ધકને બહાર કાઢી મુકાય છે. પણ દર વખતે આવું નથી થતું. TRPને ધ્યાનમાં રાખીને પણ નિર્ણય લેવાય છે. જેથી ઘણી વખત ન ગમતા હોય તેવા સ્પર્ધકો પણ છેક સુધી રહે છે.

  શો અંગે રહસ્ય જાળવી રાખવા પ્રયાસ

  બિગ બોસ શરૂ થાય તે પહેલાં કોણ સ્પર્ધક હશે તેની ચર્ચાઓ જોર પકડે છે. પણ તેમાં કોણ હશે તે કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથી. સ્પર્ધકો પર આ બાબતે જાહેરાત કરવા પર પ્રતિબંધ હોય છે. આ ઉપરાંત તેઓ ઘરમાં ગયા બાદ સોશિયલ મીડિયા પર સક્રિય રહી શકતા નથી. તેઓ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ અન્ય લોકોને આપી શકે છે.

  બ્રાન્ડેડ કપડાંના પ્રમોશન કે ધાર્મિક પુસ્તકો પર પ્રતિબંધ

  બિસ બોસ શોમાં બ્રાન્ડ્સના પ્રમોશનની મંજૂરી મળતી નથી. તેથી જ સ્પર્ધકોને બ્રાન્ડ નામ અથવા ટેગ દર્શવાતી ચમકતી બ્રાન્ડેડ વસ્તુઓ પહેરવાની મંજૂરી અપાતી નથી. આ ઉપરાંત ધાર્મીક કે સામાન્ય પુસ્તક પણ ઘરમાં લઈ જવા દેવાતી નથી.

  બિગ બોસનો અવાજ

  શો દરમિયાન સાંભળતો બિગ બોસનો લોકોને ગમે છે. આ અવાજ અતુલ કપૂરનો છે. તેણે હોલિવૂડથી બોલિવૂડ ફિલ્મો માટે ઘણા ડબિંગ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે.

  સ્પર્ધકોનું થાય છે ચેકીંગ

  બિગ બોસના ઘરમાં જતા પહેલા સ્પર્ધકોનું ચેકીંગ કરવામાં આવે છે. તેઓને અંદર ઘડિયાળ પણ લઈ જવાની મંજૂરી નથી. આ ઉપરાંત તેમનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવે છે. તેમને જરૂર પડે ત્યારે દવા પણ આપવામાં આવે છે.

  સલમાન ખાન આખા એપિસોડ જોતો નથી

  બિગ બોસના ચાહકો આ શોને ખૂબ જ ધ્યાનથી જુએ છે. પણ સલમાન ખાન વ્યસ્ત વ્યક્તિ છે. તે અમુક એપિસોડ જ જુએ છે. તે મુખ્યત્વે મહત્વના એપિસોડ જુએ છે.

  આ પણ વાંચોBig Accident: દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના ચાર સંબંધી સહિત 6ના Road Accidentમાં મોત

  પેરાનોર્મલ એક્ટિવિટી

  ક્રૂ મેમ્બર્સ અને સ્પર્ધકોએ ઘણીવાર ઘરની અંદર પેરાનોર્મલ એક્ટિવિટીનો ઉલ્લેખ કર્યો છે. તેઓએ ખૂણામાં વિચિત્ર સ્ત્રી જોઈ હોવાનો દાવો કર્યો હતો. કેટલાકે તે ફક્ત ભ્રમણા, તો કેટલાકે તે ડરામણું હોવાનું કહ્યું હતું.
  Published by:kiran mehta
  First published: