Home /News /eye-catcher /

Bizarre Condition for Free Movie : થિયેટરમાં ફ્રીમાં જોવા મળશે ફિલ્મ, શરત માત્ર આટલી જ

Bizarre Condition for Free Movie : થિયેટરમાં ફ્રીમાં જોવા મળશે ફિલ્મ, શરત માત્ર આટલી જ

પ્રતિકાત્મક તસવીર

OMG News: આ ફિલ્મ ફ્રીમાં તો તમે જોઇ શકશો પણ તેની માટે એક નાની શરત પણ છે. જે દરેક વ્યક્તિ પૂરી કરી શકતી નથી. ઉનાળાની ઋતુમાં 3 કલાકની મૂવી જોવા સિનેમા હોલમાં આવવાથી વધુ સારી ડીલ બીજી કોઈ હોઈ શકે નહીં.

    દેશમાં વરસાદી માહોલ સર્જાયેલો છે પરંતુ વિદેશમાં ઘણી જગ્યાએ ગરમી ચાલી રહી છે. લોકો ગરમીથી ત્રસ્ત છે. લોકો ઘરે બેસીને ACનું બિલ વધારવાને બદલે બહાર ઓફિસ કે કોઈ ઠંડી જગ્યાએ જઈને સમય પસાર કરી રહ્યા છે. બ્રિટનમાં પણ લોકોની આવી જ હાલત છે અને અહીંના સિનેમા હોલમાં તેમને AC હોલમાં 3 કલાક ફ્રીમાં ફિલ્મ બતાવવાની ઑફર આપવામાં આવી છે.

    ફ્રીમાં ફિલ્મ

    આ ફિલ્મ ફ્રીમાં તો તમે જોઇ શકશો પણ તેની માટે એક નાની શરત પણ છે. જે દરેક વ્યક્તિ પૂરી કરી શકતી નથી. ઉનાળાની ઋતુમાં 3 કલાકની મૂવી જોવા સિનેમા હોલમાં આવવાથી વધુ સારી ડીલ બીજી કોઈ હોઈ શકે નહીં.

    હેર કલર અપાવશે તમને ફ્રી ટિકિટ

    યુનાઇટેડ કિંગડમના ઘણા ભાગોમાં તાપમાન 40 સેન્ટિગ્રેડથી ઉપર વધી ગયું છે. સામાન્ય રીતે જુલાઇમાં તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેતું હતું, હાલમાં તે 38 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે. આ જ કારણ છે કે, લોકો હાલમાં સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, મોલ અને સિનેમા હોલમાં પોતાનો મોટાભાગનો સમય વિતાવી રહ્યા છે.

    મગફળીના દાણાને નાકથી ધક્કો મારી 14,115 ફૂટ ઊંચા પર્વત પર પહોંચાડ્યો

    બ્રિટિશ લોકોને શોકેસ સિનેમા તરફથી (Showcase Cinemas) ફ્રી એન્ટ્રીની ઓફર કરવામાં આવી છે. શરત માત્ર એટલી છે કે, તેમના વાળનો રંગ લાલ હોવો જોઈએ. જો મુલાકાતીઓ પાસે અન્ય કોઈ રંગના વાળ હશે તો તેમને સિનેમા હોલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જેઓ આ શરત પૂરી કરશે તેમને સુપરહિટ ફિલ્મો બિલકુલ ફ્રી બતાવવામાં આવશે. એટલે જે લોકોના વાળ લાલ છે તે ખુશ થઇને જઇ શકે છે.

    લાલ વાળના અદ્ભુત ફાયદા

    શોકેસ સિનેમાના જનરલ મેનેજર માર્ક બાર્લો કહે છે કે, કેટલાક લોકો માટે આ સમયે ગરમી સહન કરવી કેટલી મુશ્કેલ છે, તેથી તેમને સિનેમા હોલના ઠંડા વાતાવરણમાં રહેવાની તક આપવામાં આવશે. સોમવાર અને મંગળવારે લાલ વાળવાળા બ્રિટિશ લોકો પૈસા ચૂકવ્યા વિના એરકન્ડિશન્ડ સિનેમામાં મૂવી જોવાનો આનંદ માણી શકે છે અને તડકાથી દૂર રહી શકે છે. એવું માનવામાં આવે છે કે, સૂર્યના કિરણો લાલ વાળવાળા લોકોને વધુ નુકસાન પહોંચાડે છે, જ્યારે તેમના વાળ પણ ખરાબ થઇ જાય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bizarre Story, OMG

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन