Home /News /eye-catcher /

8 વર્ષ પહેલાં 34 અબજ રૂપિયાના Bitcoin કચરામાં નાખ્યા, હવે શોધવા માટે NASAની મદદ લીધી!

8 વર્ષ પહેલાં 34 અબજ રૂપિયાના Bitcoin કચરામાં નાખ્યા, હવે શોધવા માટે NASAની મદદ લીધી!

જેમ્સે આ હાર્ડ-ડ્રાઇવ 2013માં કચરા ફેંકી દીધી હતી, જેમાં સેવ થયેલા ડેટાની કિંમત આજે 34 અબજ રૂપિયા છે.

Man binned Bitcoin accidentally: બ્રિટનના 36 વર્ષના આઈટી વર્કર જેમ્સ હોવેલ્સે 2013માં ભૂલથી પોતાની હાર્ડ-ડ્રાઇવને કચરામાં ફેંકી દીધી હતી જેમાં એક ક્રિપ્ટોગ્રાફિક ‘પ્રાઇવેટ કી’ સ્ટોર હતી.

    OMG: બ્રિટનના 36 વર્ષીય આઈટી વર્કર જેમ્સ હોવેલ્સ (James Howells) એક હાર્ડ-ડ્રાઇવને શોધી રહ્યા છે, જેના દ્વારા તે કરોપડપતિ બની શકે છે. એકચ્યુલી, જેમ્સે આ હાર્ડ-ડ્રાઇવ 2013માં કચરા ફેંકી દીધી (Man binned hard drive containing 34 billion rupees in Bitcoin) હતી, જેમાં સેવ થયેલા ડેટાની કિંમત આજે 34 અબજ રૂપિયા છે.

    જેમ્સે આ શોધવા માટે હવે અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA)ના ડેટા એક્સપર્ટની મદદ લીધી છે. જેમ્સે જણાવ્યું કે આ હાર્ડ-ડ્રાઇવમાં એક ક્રિપ્ટોગ્રાફિક’ પ્રાઇવેટ કી’ સેવ છે. આ ‘કી’ જેમ્સ પાસે હાલના બિટકોઇન્સ માટે બહુ જરૂરી છે.

    આવામાં જો તે હાર્ડ ડ્રાઇવ જેમ્સને નહીં મળે તો તેને 340 મિલિયન પાઉન્ડ એટલે કે 34 અબજ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. કેમ કે આજની તારીખે જેમ્સના બિટકોઇન્સ (Bitcoin) કિંમત એટલી જ છે.

    ધ સનની એક ન્યુઝ મુજબ જેમ્સ હોવેલ્સે એ જાહેરાત સુદ્ધા કરી છે કે, જો પ્રશાસન તેની આ હાર્ડ ડ્રાઇવ શોધવામાં મદદ કરશે તો તે ડ્રાઈવથી મળનારા પૈસાના 25 ટકા શહેરના કોવિડ રિલીફ ફંડને આપી દેશે. તેમ છતાં અધિકારીઓ તેની મદદ કરવા તૈયાર નથી. જેમ્સનું કહેવું છે કે, અધિકારીઓએ તેનો પ્લાન સાંભળ્યો પણ નહીં અને સીધી ના પાડી દીધી.

    Bitcoin worth 34 billion rupees thrown in garbage accidentally
    જેમ્સની હાર્ડ ડ્રાઈવથી ડેટા રિકવરીની સંભાવના 80 થી 90 ટકા છે. પરંતુ આ હાર્ડ ડ્રાઈવ તૂટેલી ન હોવી જોઈએ.


    તો બીજી તરફ ન્યૂપોર્ટ સિટી કાઉન્સિલે પણ પુષ્ટિ કરી છે કે હોવેલ્સે અધિકારીઓને 2013 બાદ ઘણી વખત વિનંતી કરી છે, પણ તેમનું કહેવું છે કે આનાથી પર્યાવરણ પર ભારે અસર પડશે. અધિકારીઓનું કહેવું છે કે લેન્ડફિલનું ખોદકામ કરવું, કચરો સ્ટોર કરવો અને તેની ટ્રીટમેન્ટ કરવી મોંઘી પડી શકે છે.

    આ પણ વાંચો: Bitcoin: કોણ છે બિટકોઇન ક્રિએટર Satoshi Nakamoto? તેમના વિશે આપણે શું જાણીએ છીએ અને શું નહીં

    જેમ્સે પોતાની ખોવાઈ ગયેલી હાર્ડ ડ્રાઈવ પાછી મેળવવા માટે દુનિયાભરના એન્જીનિયરો, પર્યાવરણશાસ્ત્રીઓ અને ડેટા રિકવરી એક્સપર્ટનો સંપર્ક કર્યો છે. એ પછી તેણે ઓનટ્રેક કંપનીની મદદ લીધી. આ ફર્મ ડેટા રિકવર કરવા માટે જાણીતી છે. જણાવી દઈ કે આ કંપની એટલી પ્રખ્યાત છે કે નાસા પણ ડેટા રિકવરી માટે આ કંપનીની મદદ લે છે.

    આ પણ વાંચો: OMG! પિતાના ફોનમાં વિડીયો ગેમ રમતો હતો ટેણિયો, ભૂલથી 92 હજાર રૂપિયા ઉડાવી નાખ્યા!

    ઓનટ્રેક મુજબ, જેમ્સની હાર્ડ ડ્રાઈવથી ડેટા રિકવરીની સંભાવના 80 થી 90 ટકા છે. પરંતુ આ હાર્ડ ડ્રાઈવ તૂટેલી ન હોવી જોઈએ. એવામાં જેમ્સ માટે તેના બિટકોઈન્સ પાછા મળવાની આશા જાગી છે. જેમ્સના જણાવ્યા મુજબ, 2013માં તેણે ભૂલથી આ હાર્ડ ડ્રાઈવ કચરામાં ફેંકી દીધી હતી. તે ત્યારથી જ ન્યૂપોર્ટ સિટી કાઉન્સિલને વિનંતી કરી રહ્યો છે કે તેની હાર્ડ ડ્રાઈવ શોધી આપવામાં આવે જેથી તેને એ કોડ મળી જાય.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab Gajab, Bitcoin, Nasa, OMG News, World News in gujarati

    આગામી સમાચાર