Video: બળદના ટોળા સાથે એકલા જ લડી પડ્યું પક્ષી, બહાદુરી જોઈને જ ભાગ્યા બધા
Video: બળદના ટોળા સાથે એકલા જ લડી પડ્યું પક્ષી, બહાદુરી જોઈને જ ભાગ્યા બધા
પક્ષીનો બળદ સાથે લડતો વીડિયો ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર કર્યો પોસ્ટ
Bird Fighting Oxen Video: વાયરલ થઈ રહેલા વીડિયો (Viral Video)માં એક પક્ષી બળદના આખા ટોળા સાથે લડતું જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે બળદો પણ તેનાથી ડરે છે. આ વીડિયો ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
Viral Video of Goose Fighting Oxen: સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ પ્રકારના વીડિયો વાયરલ (Viral Video On Social Media) થઈ રહ્યા છે. આમાંથી કેટલાક વિડિયો ફની છે તો કેટલાક પ્રેરણાદાયી છે. આવો જ એક પ્રેરક (Motivational Video) વીડિયો મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ પોતાના ટ્વિટર એકાઉન્ટ (Twitter Account) પરથી શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બળદના ટોળાનો છે અને એક નાનું પક્ષી તેમની સાથે ગડબડ કરે છે.
આ વીડિયો આમ તો નાનો છે, પરંતુ તેની પાછળ છુપાયેલો મેસેજ લોકોને ખૂબ જ પ્રભાવિત કરી રહ્યો છે. બળદની સામે પક્ષી જે નિર્ભયતા સાથે ઉભું છે તે જોઈને તમને પણ ખાતરી થઈ જશે. આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્ટરનેટ પર તેમની પ્રેરણાત્મક ટ્વીટ્સ ખૂબ જ લોકપ્રિય છે. ચાલો જોઈએ નાના પક્ષીની બહાદુરીનો એક નાનકડો વીડિયો.
બળદના ટોળા સાથે પક્ષીએ લીઘો પંગો
સોમવારે આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી 8 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો એક ખેતરનો છે, જ્યાં એક પક્ષી અથવા તેને બતકની પ્રજાતિ કહી શકાય, ગાય અને બળદના ટોળાથી ઘેરાયેલું જોવા મળે છે.
બળદ પૂરા બળથી પક્ષી તરફ દોડે છે, પરંતુ પક્ષી ન તો તેનાથી ડરે છે કે ન તો તે પોતાની જગ્યાએથી ખસે છે. તેને ડરાવવા માટે ગાયો અને બળદના પ્રયાસો નિરર્થક જાય છે. જો કે બળદ અથવા ગાય માંસાહારી પ્રાણીઓ નથી, પરંતુ તેઓ ચોક્કસપણે પક્ષીને નુકસાન પહોંચાડી શકે છે.
લોકોએ કરી પક્ષીની પ્રશંસા
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આ પોસ્ટ સાથે લખ્યું છે- 'હાઉ ઇઝ ધ જોશ, બર્ડ?' 'હાઇ સર, અલ્ટ્રા હાઇ'. તેમણે પક્ષીના આત્મવિશ્વાસને પોતાના માટે પ્રેરણાદાયી ગણાવ્યો છે. ટ્વિટર યુઝર્સ પણ આ અનોખા એન્કાઉન્ટર દરમિયાન પક્ષીના વલણની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે - ન તો કોઈ લડાઈ થઈ અને ન તો પક્ષી ત્યાંથી ઉડ્યું. તે ફક્ત તેના આત્મવિશ્વાસ, હિંમત અને સમર્પણ સાથે બળદોની સામે મક્કમ રહ્યું. અન્ય વપરાશકર્તાઓએ પક્ષીના આ વલણને શીખવાની બાબત ગણાવી છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર