Home /News /eye-catcher /ઉદાર અબજોપતિ, 800 શિક્ષકોને આપે છે એક્સ્ટ્રા સેલેરી!

ઉદાર અબજોપતિ, 800 શિક્ષકોને આપે છે એક્સ્ટ્રા સેલેરી!

ન્યૂયોર્ક# તમારી પાસે પૈસા છે, તો તમે બિઝનેસમાં લગાવો છો. જો તમે દાન કરવા ઇચ્છો છો, તો તેને કોઇ સંસ્થાને દાન કરો છો, જે ગરીબોને સીધી મદદ કરે છે. પરંતુ અમેરિકાના આ અબજોપતિ બીજા કરતા અલગ છે, તેઓ દાન તો કરે જ છે. પરંતુ તે દાનને પોતાના દેશના ભવિષ્યના સુધારા માટે લગાવે છે.

ન્યૂયોર્ક# તમારી પાસે પૈસા છે, તો તમે બિઝનેસમાં લગાવો છો. જો તમે દાન કરવા ઇચ્છો છો, તો તેને કોઇ સંસ્થાને દાન કરો છો, જે ગરીબોને સીધી મદદ કરે છે. પરંતુ અમેરિકાના આ અબજોપતિ બીજા કરતા અલગ છે, તેઓ દાન તો કરે જ છે. પરંતુ તે દાનને પોતાના દેશના ભવિષ્યના સુધારા માટે લગાવે છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
    ન્યૂયોર્ક# તમારી પાસે પૈસા છે, તો તમે બિઝનેસમાં લગાવો છો. જો તમે દાન કરવા ઇચ્છો છો, તો તેને કોઇ સંસ્થાને દાન કરો છો, જે ગરીબોને સીધી મદદ કરે છે. પરંતુ અમેરિકાના આ અબજોપતિ બીજા કરતા અલગ છે, તેઓ દાન તો કરે જ છે. પરંતુ તે દાનને પોતાના દેશના ભવિષ્યના સુધારા માટે લગાવે છે. તેઓ ઇચ્છે છે કે, જે શિક્ષકોને સરકાર અથવા સ્કુલ ઓછુ વેતન આપે છે, તેમનું જીવન સ્તર સુધારવું જોઇએ.

    તેઓ એવા શિક્ષકોને 15 હજાર ડોલર દર વર્ષે માત્ર એટલે આપે છે કે, કેમ કે તેઓ મન લગાવીને બાળકોને ભણાવી શકે જેથી દેશનું ભવિષ્ય સારી રીતે તૈયાર થઇ શકે. અમેરિકાના આ અબજોપતિનું નામ સિમોન્સ છે, જે પોતે ગણિતશાસ્ત્રી છે. જિન સિમોન્સ છેલ્લા 20 વર્ષથી ન્યૂયોર્કના 800 ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોને આ પૈસા આપે છે. જિન સિમોન્સની પોતાની ટેક્નિકલ કંપની છે, જે 22 બિલિયન ડોલરની છે. પરંતુ તેઓ પોતાની કમાણીનો મોટો હિસ્સો શિક્ષકોને આપે છે, જેથી તેઓ મન લગાવીને બાળકોને ભણાવી શકે.

    જિન સિમોન્સે જણાવ્યું કે, અમે ગણિત અથવા વિજ્ઞાન ભણાવતા શિક્ષકોને 15 હજાર ડોલર દર વર્ષે આપ્યે છે. આ તમામ શિક્ષકો ન્યૂયોર્ક શહેરના પબ્લિક સ્કુલોમાં ભણાવે છે. જેઓને અપેક્ષા કરતા ઓછી સેલેરી મળે છે. એવામાં જે મહેનતી અને સારા શિક્ષક છે, તેમનો મનોબળ ભાગી પડે છે. તેમને પ્રોત્સાહિત કરવા માટે તેઓ આવું કરે છે. જિન સિમોન્સે કહ્યું કે, તેઓ આવતા વર્ષથી 1000 શિક્ષકોને આ મદદ કરશે, જેનાથી અમેરિકાના ભવિષ્યને સુરક્ષિત કરવામાં આવે. બાળકોને સારી રીતે ભણાવવામાં આવે, જેથી તેઓ આગળ વધીને સારૂ કામ કરી શકે.
    First published:

    Tags: અજબગજબ, અબજોપતિ, અમેરિકા, ગણિત, દેશ વિદેશ, ન્યૂયોર્ક, વિજ્ઞાન, વિદ્યાર્થી

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો