Home /News /eye-catcher /શિક્ષિકાએ 500 રૂપિયામાં બનાવ્યું Eco Friendly Cooler, જાણો તમે ઘરે બેઠા કેવી રીતે બનાવી શકો

શિક્ષિકાએ 500 રૂપિયામાં બનાવ્યું Eco Friendly Cooler, જાણો તમે ઘરે બેઠા કેવી રીતે બનાવી શકો

ઘરની નકામી વસ્તુઓ ભેગી કરી શિક્ષિકા સુષ્મિતા સાન્યાલે બનાવ્યું સૌથી સસ્તું કૂલર, ફુટપાથ પર બેસતા ફેરિયા કરી રહ્યા છે ઉપયોગ

ઘરની નકામી વસ્તુઓ ભેગી કરી શિક્ષિકા સુષ્મિતા સાન્યાલે બનાવ્યું સૌથી સસ્તું કૂલર, ફુટપાથ પર બેસતા ફેરિયા કરી રહ્યા છે ઉપયોગ

  એલન લિલી, ગયા. કહેવાય છે કે, સફળતા મેળવવા માટે કોઈ શોર્ટકટ નથી હોતો. તેના માટે તો મનમાં સંકલ્પ અને આકરી મહેનત જ એક માત્ર રસ્તો છે. કંઈક આવું જ બિહાર (Bihar)ના ગયા (Gaya)ની ચંદૌતી સરકારી સ્કૂલની શિક્ષિકા સુષ્મિતા સાન્યાલે કરી બતાવ્યું છે. તેમણે માટીના ઘડા (Earthen Pot)નો ઉપયોગ કરી કૂલર (Cooler) બનાવ્યું છે જે ઘણું ચર્ચાનું કારણ બની ગયું છે. આ કૂલરમાં બેકાર પડેલા કલરના ડબ્બા અને વોટર રબર પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બજારમાંથી એક પંખો (Fan) અને એક મોટર (Electric Motor) ખરીદવામાં આવી અને બાઇકની જૂની બેટરી (Battery)નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  શિક્ષિકા સુષ્મિતા સાન્યાલ જણાવે છે કે દિવાળીના પર્વ પર ઘરની સાફસફાઇમાં નીકળેલા કચરાને એકત્ર કરી કંઈક બનાવવાનું વિચાર્યું અને તેમણે માત્ર 500 રૂપિયાનો ખર્ચ કરી એક ઘડાવાળા કૂલરને બનાવી દીધું. તેઓ જણાવે છે કે આ કૂલરને બનાવવામાં બજારમાંથી માત્ર પ્લાસ્ટિકનો એક પંખાની ખરીદી કરવામાં આવી. બાકી અન્ય સામાનને ઘરેથી નીકળેલી નકામી વસ્તુઓનો ઉપયોગ કરાયો. આ તમામ સામાને બજારથી ખરીદવામાં આવે તો 400-500 રૂપિયા ખર્ચ થાય. આ કૂલર બિલકુલ અવાજ નથી કરતો. આ કૂલરમાં ઘણી ઉર્જાની જરૂર નથી હોતી.એક રીતે કહી શકાય કે આ કૂલર ઇકો ફ્રેન્ડલી (Eco Friendly Cooler) છે. સુષ્મિતાએ જણાવ્યું કે, આ ઘડાવાળા કૂલરમાં એક ડોલમાં ઘડો રાખીને તેમાં પાણી ભરવામાં આવે છે અને ઘડામાં એક મોટર લગાવી રાખી છે જે ડોલની અંદરના હિસ્સામાં ઉપરથી પાણી નાખે છે, ઘડાનું પાણી ઠંડું રહે છે. જેવો પંખો ચાલે છે તો ઠંડી હવા રૂમમાં ફેલાઈ જાય છે. પંખો ઘડાના પાણીની ઠંડકને બહારના છીદ્રથી હવા ફેંકે છે.

  તેમણે જણાવ્યું કે, આ કૂલરની સામે બેઠેલી વ્યક્તિ વધુ ગરમીમાં પણ ઠંડક અનુભવે છે. તેઓ જણાવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરનારી મહિલાઓ માટે આ દેશી કૂલર ઘણું ફાયદારૂપ સાબિત થશે. શિક્ષિકાએ જણાવ્યું કે, તેમના આ આવિષ્કારને જોઈ સ્કૂલના બે બાળકો પણ ઉપયોગ કરી રહ્યા છે.

  આ પણ વાંચો, OMG: મનુષ્યના પેશાબથી કંપનીએ બનાવી Beer, 50 હજાર લીટર યૂરિનનો કરવામાં આવ્યો ઉપયોગ

  સુષ્મિતા સાન્યાલ જણાવે છે કે, ભોપાલમાં યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના સાયન્સ સેમિનારમાં તેમના કૂલરના ઘણા વખાણ થયા હતા, જેનું ઉદ્ઘાટન રાષ્ર્ પતિએ કર્યું હતું. આ ઉપરાંત બીજા પણ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સેમિનારમાં તેમના આ પ્રોજેક્ટના વખાણ થયા છે. હવે પ્રધાનમંત્રી વિજ્ઞાન ટેક્નોલોજી અને ઇનોવેશન સલાહકાર દ્વારા એવોર્ડ અને ફેલોશીપ પ્રદાન કરવામાં આવી છે. દેશના 33 રાજ્યોથી 60 પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી હતી, જેમાં તેમનું ઘડાવાળું કૂલર પણ છે. આ કારણથી તેમને એક વર્ષ માટે નેશનલ ફેલોશીપ પ્રાપ્ત થઇ છે. હવે તેઓ કચરાથી ઉર્જા તૈયાર કરવા પર શોધ કરી રહ્યાં છે.
  " isDesktop="true" id="1113571" >


  આ પણ વાંચો, TikTok: યુવતીએ પ્રેગનન્ટ હોવાનું કર્યું જોરદાર નાટક, સસ્તામાં મળી ગઈ એર ટિકિટ


  તેમણે જણાવ્યું કે, ઘડાવાળા કૂલરને ખતરમાં કામ કરનારી મહિલાઓને આપવા માંગે છે જેથી તેઓ પણ તેનો આનંદ લઈ શકે. હાલ તેઓ ફુટપાથ પર સામાન વેચનારા લોકોને કૂલર પૂરા પાડી રહ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Cooler, Eco Friendly Cooler, Innovation, OMG, Viral news, ગયા, બિહાર

  विज्ञापन
  विज्ञापन