Home /News /eye-catcher /Viral News: Cobraને રાખડી બાંધવી ઘાતક સાબિત થઈ, સાપનું ઝેર ઉતારનાર મનમોહનનું જ સર્પદંશથી મોત, જુઓ VIDEO

Viral News: Cobraને રાખડી બાંધવી ઘાતક સાબિત થઈ, સાપનું ઝેર ઉતારનાર મનમોહનનું જ સર્પદંશથી મોત, જુઓ VIDEO

સાપોને રાખડી બાંધતી વખતે મનમોહન બેદરકાર થઈ ગયો હતો, ત્યારે એક સાપે તેના પગની આંગળી પર ડંખ માર્યો.

Viral Video: રક્ષાબંધનના દિવસે સ્નેક કેચર મનમોહન બહેનો પાસે નાગની જોડીને રાખડી બંધાવી રહ્યો હતો, પગે ડંખ મારતા થયું મોત

સંતોષ કુમાર, છપરા. બિહાર (Bihar) રાજ્યના છપરા (Chaapra)માં જાણીતા સાપ પકડનારા (Snake Catcher) મનમોહન (Manmohan) ઉર્ફે ભુવર (ઉંમર 25 વર્ષ)નું મોત રવિવારે રક્ષાબંધન (Raksha Bandhan)ના દિવસે સાપના કરડવાથી થયું છે. રક્ષાબંધનના પર્વ પર મહમોહન બે ઝેરી નાગ (Cobra)ને પકડીને પોતાની બહેનથી રાખડી બંધાવી રહ્યો હતો, ત્યારે એક સાપે તેને ડંખ મારી દીધો અને સારવાર દરમિયાન (Snake Catcher died due to Cobra bite) તેનું મોત થઈ ગયું.

એક દશકથી પણ વધુ સમયથી મનમોહન સાપોના ઘાની સારવાર કરીને લોકોને જીવનદાન આપવાનું કામ કરતો હતો. આ ઉપરાંત સર્પદંશથી પીડિત હજારો લોકોના તેણે જીવ બચાવ્યા હતા. તે માંઝી સીતલપુરનો રહેવાસી હતો. 25 વર્ષીય મનમોહનના લગ્ન નહોતા થયા. સર્પદંશથી તેનું મોત થતા વિસ્તારના લોકો ઘેરા આઘાતમાં છે. લોકોનું કહેવું છે કે આ બધા સાપ મહમોહન માટે દોસ્ત જેવા હતા, તે તેને કેવી રીતે કરડી શકે.

આ દુર્ઘટના રવિવાર સવારે ત્યારે બની જ્યારે મનમોહન બે ઝેરી નાગની પૂંછડી પકડીને બહેનો પાસે રાખડી બંધાવી રહ્યો હતો. ડઝનબંધ લોકોની હાજરીમાં સાપોની સાથે પ્રેમ ભરેલા કરતબ દરમિયાન એક નાગે તેના પગની આંગળી પર ડંખ મારી દીધો. નાગના ડંખ મારવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
" isDesktop="true" id="1126776" >

આ પણ વાંચો, Viral News: આકાશથી એક સેકન્ડમાં આવ્યું ‘મોત’, ખેતરમાં ચરતાં 500 ઘેટાંનાં મોત

સાપોને સુરક્ષિત રાખવા માટે તે કુંડ અને જાળીનો ઉપયોગ કરતો હતો. સાપના કરડવાથી તેનું મોત થયું છે તે વાત કોઈને માન્યામાં નથી આવતી. પર્યાવરણ પ્રેમી મનમોહનના મોતના સમાચારથી માંઝી અને એકમાની આસપાસના લોકો સ્તબ્ધ છે. બંને સાપ હજુ પણ પાંજરામાં છે. કરડનારો નાગ સુસ્ત પડેલો છે. મનમોહન હંમેશા ખુલ્લા પગે રહેતો હતો. સાપ કરડ્યા બાદ મનમોહન જાતે બાઇક ચલાવીને એકમા હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં તેની ગંભીર સ્થિતિને જોતાં તેને એમ્યુેલલન્સથી છપરા સદર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ પણ જુઓ, Viral Video: ફિલ્મોમાં તમે Anaconda જોયો હશે, પણ રસ્તા વચ્ચે આવી જાય તો શું કરશો?

આસપાસના ગામોમાં મનમોહનને સાપોનો સાચો મિત્ર અને તેની ઉપર દેવી ચમત્કારની વાત માનીને લોકો તેને ખૂબ જ સન્માન આપતા હતા. સર્પદંશના શિકાર લોકોના પરિજનો મનમોહનને આદર સાથે બોલાવતા હતા અને મનમોહન પણ રહસ્યમય રીતે પીડિત વ્યક્તિને સાજા કરી દેતો હતો. લોકો કહે છે કે મનમોહન મોબાઇલ પર વાત કરીને પણ પોતાના મંત્રોના સહારે સાપનું વિષ ઉતારી શકતો હતો.
First published:

Tags: COBRA, Raksha Bandha, Rakshabandhan 2021, Snake, Social media, બિહાર, વાયરલ વીડિયો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો