અધિકારીની તુમાખી! લૉકડાઉનમાં કાર રોકીતો પોલીસકર્મીને કરાવી ઉઠક-બેઠક

જિલ્લા કૃષિ પદાધિકારી પાસે પાસ નહોતો, 500 રૂપિયાનો દંડ માંગતા પોલીસકર્મીને આપી આવી સજા

જિલ્લા કૃષિ પદાધિકારી પાસે પાસ નહોતો, 500 રૂપિયાનો દંડ માંગતા પોલીસકર્મીને આપી આવી સજા

 • Share this:
  સતીશ કુમાર, અરરિયાઃ બિહારની વહીવટી વ્યવસ્થાની પોલ ખોલનારો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક પોલીસકર્મી જિલ્લા કૃષિ પદાધિકારી (District Agricultural Officer)ની સામે ઉઠક-બેઠક ઉપરાંત પગે લાગીને માફી પણ માંગી રહ્યો છે. મૂળે આ પોલીસકર્મીનું નામ ગોનૂ તાત્મા છે, જેમની તૈનાતી અરરિયાના બૈરગાછીમાં છે. કૃષિ વિભાગના અન્ય અધિકારીની સાથે જિલ્લા કૃષિ પદાધિકારી પણ ત્યાં હાજર છે. મળતી માહિતી મુજબ, આ પોલીસકર્મીએ અધિકારી પાસે પાસ માંગ્યો અને પાસ ન દર્શાવતા 500 રૂપિયા દંડ કરવાની વાત કહી હતી. ત્યારબાદ ડ્યૂટીમાં તૈનાત વરીય પોલીસ અધિકારી પહોંચ્યા અને કૃષિ પદાધિકારીએ તેની પાસે ઉઠક-બેઠક કરાવી.

  અરરિયા SDPO પુષ્કર કુમારે જણાવ્યું કે, તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે પોલીસકર્મીએ જાતે જ ઉઠક-બેઠક કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે જણાવ્યું કે, પોલીસકર્મી એટલો સીધો છે કે તે જાતે ઉઠક-બેઠક કરવા લાગ્યો અને માફી માંગવાની શરૂ કરી દીધી. આ મામલે વિપક્ષે સરકાર પર જોરદાર હુમલો કર્યો છે.

  આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે, અધિકારી પોલીસકર્મીઓનું મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે. આ હરમત કોરોના યોદ્ધાઓનું અપમાન છે. કૃષિ પદાધિકારીની પહોંચ સત્તાના વર્તુળો સુધી છે. DGP મામલાની ગંભીર નોંધ લે એન કૃષિ પદાધિકારી પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.

  બીજેપીએ ઘટનાની નિંદા કરી

  આ મામલે બીજેપી પ્રવક્તા નિખિલ આનંદે કહ્યું કે કૃષિ પદાધિકારીએ ખોટું કામ કર્યું છે. શાસન નિશ્ચિતપણે તેની ગંભીર નોંધ લેશે. અમે DGP અને DG (હોમગાર્ડ)ને આ જવાનને સન્માનિત કરવાની માંગ કરીશું. તેઓએ કહ્યું કે જવાને પોતાના કર્તવ્યનું પાલન કર્યું છે અને અમે તેને સલામ કરીએ છીએ.  આ પણ વાંચો, લૉકડાઉનમાં લૂંટઃ ડૉક્ટરને ગોળી મારીને હુમલાખોર કાર ચોરીને ફરાર થઈ ગયા

  DGPએ લીધી ગંભીર નોંધ

  આ દરમિયાન, DGP ગુપ્તેશ્વર પાંડેયે આ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટના શરમજનક છે. તેની સૂચના અમે સરકારને આપી દીધી છે અને સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે. જે પણ થયું તે ખોટું થયું છે, જો કોઈ યુનિફોર્મધારી કોઈ ભૂલ કરે છે તો અમે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરીએ છીએ. એવામાં જો કોઈ વાત નથી તો મને સૂચના આપવો જોઈતી હતી.

  આ પણ વાંચો, પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાના બે દીકરાઓને ગોળી મારી, એકનું મોત, પુત્રવધૂઓ પણ ઘાયલ
  Published by:Mrunal Bhojak
  First published: