OMG! લગ્નની વિધિ દરમિયાન એવું થયું કે દુલ્હનને છોડીને મંડપમાંથી ઊભો થઈ ભાગ્યો દુલ્હો

લગ્ન વિધિ દરમિયાન દુલ્હા-દુલ્હાન

જાનૈયાઓ અને ગ્રામીણ લોકો વચ્ચે નાચ દેખવા અંગે જોરદાર મારામારી અને ચપ્પાબાજી થયી હતી. દુલ્હાના ભાઈને ચપ્પુ વાગતા જ ચારે બાજુ અફરા તફરી મચી ગઈ હતી. લોકોમાં ભાગંભાગ થઈ ગી હતી.

  • Share this:
    છપરાઃ બિહારના (Bihar) પાનાપુર પોલીસ સ્ટેશન (Panapur police station) વિસ્તારના બસતર ગામમાં લગ્ન (Marriage) કરવા આવેલા દુલ્હો થનારી પત્નીને છોડીને ભાગી ગયો હતો. ગુરુવારે રાત્રે આવેલી જાનમાં નાચ જોવા દરમિયાન જાનૈયા અને ગ્રામીણો વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. મારામારી દરમિયાન ચપ્પુ (knife attack) ચાલ્યા હતા અને ચપ્પા બાજી દરમિયાન દુલ્હાનો ભાઈ ઘાયલ થયો હતો. આ ઘટનાની જાણકારી દરમિયાન દુલ્હો (groom) અડધી વિધિ છોડીને મંડપમાંથી ભાગી ગયો હતો.

    મળતી માહિતી પ્રમાણે બિસતપુર નિવાસી વકીલ બૈઠાની પુત્રી પિંકીના લગ્ન બેલૌર ગામ નિવાસી રામ અયોધ્યા બૈઠાના પુત્ર રાજન બૈઠા સાથે સાથે નક્કી થયા હતા. નક્કી સમય અનુસાર ગુરુવાર દ્વારપૂજા અને કન્યા નિરીક્ષણ બાદ લગ્નની રસમ ચાલું હતી.

    આ દરમિયાન જનવાસેમાં જાનૈયાઓ અને ગ્રામીણ લોકો વચ્ચે નાચ દેખવા અંગે જોરદાર મારામારી અને ચપ્પાબાજી થયી હતી. દુલ્હાના ભાઈને ચપ્પુ વાગતા જ ચારે બાજુ અફરા તફરી મચી ગઈ હતી. લોકોમાં ભાગંભાગ થઈ ગી હતી.

    આ પણ વાંચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

    આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

    ઘાયલને પીએચસી પાનાપુર લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન છપરા રેફર કરવામાં આવ્યો હતો. ઘાટલની સારવાર સિવિલમાં ચાલી રહી છે. મુકેશ બેઠાની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. ઘટનાની જાણાકરી જાણકારી બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પહોંચી હતી.



    માનવામાં આવી રહ્યું છે કે જે થવાનું હોય તે થઈને જ રહે છે. ગુરુવારે દ્વારપૂજા બાદ દુલ્હા રાજન અને દુલ્હન પિંકી એક સૂત્રમાં બંધાવવા માટે લગ્નમંડપમાં લગ્નની રસમ નિભાવી રહ્યા હતા. પરંતુ કુદરતને આવું મંજૂર નહીં હોવાથી બે ભાઈઓને ચપ્પુ વાગવાની વાત સાંભળતા જ દુલ્હો રાજન લગ્નની રસમ પડતી મુકીને ભાગ્યો હતો. આ દરમિયાન દુલ્હો પણ ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું હતું.
    Published by:ankit patel
    First published: