મુઝફ્ફરપુરમાં મહિલાના ચાર ભૂત થયા ચોરી! જાણો શું છે આ રસપ્રદ કિસ્સો

ફરિયાદી મહિલા

આમ તો ચોરીની ઘટનાઓ સામાન્ય રીતે બનતી રહે છે. પરંતુ બિહારના મુઝફ્ફરપુરમાં એક અનોખા મામલો સામે આવ્યો છે.

 • Share this:
  આમ તો ચોરીની ઘટનાઓ સામાન્ય રીતે બનતી રહે છે. પરંતુ બિહારના મુઝફ્ફરપુરમાં એક અનોખા મામલો સામે આવ્યો છે. અહીં ચાર ભૂતોની ચોરી થયાનો કિસ્સો પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જે કોર્ટ સુધી પહોંચી ગયો છે. એક મહિલાએ પોતાના ઘરમાંથી ચાર ભૂતોની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. અને આનો આરોપી તેના પડોશી ઉપર લગાવ્યો છે.

  મુઝફ્ફરપુરમાં નરમાડીહ ગામમાં રહેતી જૈલશ દેવીએ મુઝફ્ફરપુરમાં સીજેએમ કોર્ટમાં ભૂત ચોરીની ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં કોર્ટે આ મામલાનો સ્વીકાર પણ કર્યો છે. જૈલસ દેવીએ જણાવ્યું કે, શાંતિ દેવીના પતિએ તેમની શાંતિ ચોરી લીધી છે. એટલે કે તેમના ચાર ભૂતોની ચોરી કરી લીધી છે.

  ઉલ્લેખનીય કે જૈલશ દેવીનો દાવો છે કે, તેમના ઘરે ચાર ભૂત હતા. એ ભૂતોને તે પોતાના શરીરમાં ધારણ કરતી હતી. જ્યારે જરૂર પડે ત્યારે તે ભૂતોને ખવડાવતી પણ હતી. પરંતુ ગડબડ ત્યારે જ થઇ ગઇ ત્યારે જૈલશના ઘરેથી ચારે ભૂત દુર્ગા પૂજા સમયે અચાનક ગાયબ થઇ ગયા હતા.

  આ પણ વાંચોઃ-શું તમે ચોખાનું બનેલું christmas trees જોયું છે?

  જૈલશ દેવી પ્રમાણે પડોશી શાંતિ દેવીના પતિ નંગદલાલ સાહનીએ તેમના ભૂતોની ચોરી કરી હોવાની કબુલાત કરી છે જૈલશ દેવી દૂર્ગાપૂજા સમયે પોતાના ભૂતો અને દેવિયોની પૂજા કરી રહી હતી. ત્યારે જ નંદલાલ સહની મદદના બહારેન આવ્યો અને તેને બેહોશ કરીને તેના બધા જ માલ સાફ કરીને જતો રહ્યો હતો.
  Published by:ankit patel
  First published: