Home /News /eye-catcher /પ્રેમિકાને મળવા માટે પ્રેમી ત્રણ કલાક સુધી ગામનો વીજ પુરવઠો કરી દેતો હતો બંધ, ગામ લોકોએ બંનેને રંગેહાથ ઝડપ્યા અને...

પ્રેમિકાને મળવા માટે પ્રેમી ત્રણ કલાક સુધી ગામનો વીજ પુરવઠો કરી દેતો હતો બંધ, ગામ લોકોએ બંનેને રંગેહાથ ઝડપ્યા અને...

ઇનસેટમાં પ્રેમી સુરેન્દ્ર રાય.

બિહારની અજબ પ્રેમ કી ગજબ કહાની: વીજ હેલ્પરને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. રાત્રે તે પ્રેમિકાને અંધારામાં મળી શકે તે માટે ગામની વીજળી કાપી નાખતો હતો. એક દિવસ ગામના લોકોએ બંનેને રંગરેલિયા મનાવતા ઝડપી લીધા હતા.

પટના: બિહાર રાજ્યના પૂર્ણિયા જિલ્લા (Purniya district)માં અજબ પ્રેમની ગજબ કહાની જેવો કેસ સામે આવ્યો છે. એક પાગલ પ્રેમી તેની પ્રેમિકાને મળવા માટે લગભગ ત્રણ કલાક સુધી પ્રેમિકાના આખા ગામનો વીજળી પુરવઠો બંધ (Man used to cut power supply to meet girlfriend) કરી દેતો હતો. ગામના લોકોએ એક દિવસ પ્રેમીનું આવું પરાક્રમ પકડી પાડ્યું હતું. જે બાદમાં ગામના લોકોએ યુવકને સજા આપવાનું નક્કી કર્યું હતું. આ માટે ગામના લોકોએ પહેલા યુવકનું અડધું માથું મૂંડી નાખ્યું હતું. જે બાદમાં તેને ચંપલનો હાર પહેરાવ્યો હતો. જે બાદમાં પ્રેમી અને પ્રેમિકાના લગ્ન કરાવ્યા હતા. પ્રેમી યુવક વીજ હેલ્પર તરીકેનું કામ કરે છે.

પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા ઝડપાયો

પ્રાપ્ત વિગત પ્રમાણે આ બનાવ કૃત્યાનંદ નગર પોલીસ મથક વિસ્તારના ગણેશપુરા પંચાયતના આદિવાલી ટોલાનો છે. હકીકતમાં સુરેન્દ્ર રાય (Surendra Rai) પોતાની પ્રેમિકાને મળવા માટે ત્રણ કલાક સુધી ગામની વીજળી કાપી નાખતો હતો. એક દિવસ ગામ લોકોએ સુરેન્દ્રને તેની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા ઝડપી લીધો હતો. જે બાદમાં બંનેને પકડીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા હતા.

બંનેને જૂતાનો હાર પહેરાવાયો હતો. ગામમાં ફેરવતા પહેલા માથું પણ મૂંડી નાખવામાં આવ્યું હતું. બાદમાં ગામના લોકોએ બંનેના લગ્ન કરાવ્યા હતા. આ બનાવ 9મી ઓક્ટોબરના રોજ બન્યો હતો. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સુરેન્દ્ર રાચ.


પરોરા નિવાસી સુરેન્દ્ર રાય અને ડહેરિયા આદિવાસી ટોલાની એક આદિવાસી યુવતી વચ્ચે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. સુરેન્દ્ર રાય જ્યારે પણ તેની પ્રેમિકાને મળવા માટે જતો હતો ત્યારે ડહેરિયા ગામની વીજળી કાપી નાખતો હતો. વીજળી કપાતા ગામના લોકો પરેશાન થઈ જતા હતા.

પ્રેમી-પ્રેમિકાને  ચંપલનો હાર પહેરાવી ગામમાં ફેરવાયા

એક દિવસ ગામના લોકોએ લાઇટ હેલ્પરની આ કરતૂત વિશે જાણકારી મળી હતી. જે બાદમાં ગામના લોકોએ બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. એક દિવસ વીજળી કપાતાની સાથે જ ગામના લોકોએ બંનેની શોધખોળ શરૂ કરી હતી. ગામના લોકોએ બંનેને વાંધાજનક સ્થિતિમાં પકડી પાડ્યા હતા. પહેલા તો બંને સાથે મારપીટ કરી હતી. બાદમાં બંનેને ચંપલનો હાર પહેરાવાયો હતો. બાદમાં બંનેના લગ્ન કરાવી દીધા હતા.

આ પણ વાંચો: INSIDE STORY: શિવાંશના પિતા સચિનના 'વટાણા વેરાઈ ગયા,' પ્રેમિકાથી જન્મ્યો બાળક, પત્નીને નહોતી જાણ

એવું કહેવામાં આવે છે કે સુરેન્દ્ર રાય પહેલાથી જ પરિણીત હતો. તે અવારનવાર દારૂ પીને પ્રેમિકાને મળવા માટે આવતો હતો. બંને વચ્ચે લાંબા સમયથી સંબંધ હતા. ગામના લોકોએ જણાવ્યું કે વીજળી હેલ્પર સુરેન્દ્ર રાય બે-ત્રણ કલાક સુધી ગામનો વીજ પુરવઠો બંધ કરીને પોતાની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતો હતો. શનિવારે સાંજે ગામના લોકોએ બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
First published:

Tags: Electricity, Extramarital affairs, Lover, બિહાર

विज्ञापन