જો મનુષ્ય ઈચ્છે તો બધું જ કરી શકે છે. આ વાતને સાચી પુરવાર કરી છે બિહારના રહેવાસી એક વ્યક્તિએ. આ વ્યક્તિનું નામ મિથિલેશ પ્રસાદ છે અને તે છપરા જિલ્લાનો રહેવાસી છે. મિથિલેશનું સપનું હતું કે તે મોટો થોઈને પાયલટ બને. પરંતુ એવું થઈ ન શક્યું. તેમ છતાંય મિથિલેશે હિંમત ન હારી અને કંઈક કારનામું કરી બતાવ્યું, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
મૂળે, તેણે એક Tata Nano કારને હેલિકોપ્ટરમાં ફેરવી દીધી છે. મિથિલેશે કારને સમગ્રપણે હેલિકોપ્ટરમાં મોડિફાય કરી દીધી છે. કારના રુફ પર હેલિકોપ્ટર જેવા પંખા લાગ્યા છે. આ કારમાં હેલિકોપ્ટરમાં લાગતાં રોટોર બ્લેડ, ટેલ, ટેલ બૂમ અને રોટોર માસ્ટ બધું જ છે. આ ઉપરાંત કારનું ઇન્ટિરિયર પણ હેલિકોપ્ટરના ઇન્ટિરિયર જેવું જ બનાવવામાં આવ્યું છે. નેનોને અલગ લુક આપવા માટે તેને ફરીથી પેન્ટ પણ કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે દુનિયામાં આ પ્રકારનું કારનામું કરનારા અનેક લોકો છે. ચીનના ખેડૂતને પણ પ્લેન ઉડાવવાનું સપનું હતું. પરંતુ તે જ્યારે પોતાનું સપનું પૂરી ન કરી શક્યો તો તેણે જાતે જ Airbus A320ની રેપ્લિકા બનાવી દીધી. તેણે આ પ્રોજેક્ટ પર પોતાની તમામ બચત (3,74,000 યૂએસ ડોલર) ખર્ચ કરી નાખી હતી.