Home /News /eye-catcher /આ તો કેમનું બને! શ્વાને આપ્યો બકરીના બચ્ચાને જન્મ, ભસવાને બદલે બોલે છે મેં-મેં, જોઈ લો VIDEO

આ તો કેમનું બને! શ્વાને આપ્યો બકરીના બચ્ચાને જન્મ, ભસવાને બદલે બોલે છે મેં-મેં, જોઈ લો VIDEO

ના હોય! શ્વાને આપ્યો બકરીને જન્મ

બિહારમાં એક કૂતરીએ બકરી જેવા દેખાતા ગલૂડિયાને જન્મ આપ્યો છે જે સામાન્ય છ મહિના કરતાં 3 મહિના જન્મ્યું હતું જેના કારણે ગામલોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

    ગોપાલગંજ: બિહારના ગોપાલગંજ (Gopalganj)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક કૂતરીએ બકરી જેવા દેખાતા ગલૂડિયાને જન્મ આપ્યો (puppy like goat in gopalganj) હતો. ગામલોકોનો દાવો છે કે આ ગલૂડિયું બકરીની જેમ બોલે છે. અનોખા ગલૂડિયાના જન્મથી ગામલોકોમાં પણ અચરજ ફેલાયું છે. ગામલોકો ઇચ્છે છે કે તે કેવી રીતે બન્યું તેની તપાસ કરવામાં આવે. એટલે કે આ ગલૂડિયું કૂં-કૂં નહિં પણ મેં-મેં એમ બકરીનો અવાજ કાઢે છે. જ્યારથી લોકોએ આ અનોખા કૂતરાના બચ્ચાના જન્મ (Birth of Unique Puppy in Gopalganj) વિશે સાંભળ્યું છે, ગામમાં તેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ચોંકાવનારી આ ઘટના સિધવલિયાના ટેગ્રહી ગામની છે.



    કૂતરીએ આપ્યો બકરાને જન્મ

    ગામના લોકો તે વિચારીને મૂંઝાઇ રહ્યા છે કે એક કૂતરી બકરાના બચ્ચાને કઇ રીતે જન્મ આપી શકે છે. ગામલોકો પણ ડરેલા છે કે ક્યાંક તેને કોઇ બકરી સમજીને ખાઇ લે. તેથી ગામલોકો ઇચ્છે છે કે બકરાના ચહેરા વાળું ગલુડિયાંની તપાસ વન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવે. જેથી જાણી શકાય કે તે બકરીનું બચ્ચુ છે કે કૂતરીનું બચ્ચું. ગામલોકો આ અનોખા ગલૂડિયાને વન વિભાગને સોંપવા માટે તૈયાર છે.

    આ તે કેવો ચમત્કાર

    ગામલોકો જાણવા આતુર છે કે આ કુદરતનો ચમત્કાર છે કે પછી કંઇ બીજું. પશુઓના એક્સપર્ટ જણાવે છે કે એક બકરીનું બાળક 6 મહિનામાં જન્મ લે છે. જ્યારે કે કૂતરીનું બચ્ચું 3 મહિના બાદ જન્મ લે છે. એવામાં આ બકરી જેવું દેખાતું બચ્ચું 3 મહિનામાં જ કૂતરીના ગર્ભમાંથી પેદા થયું છે. આ જ કારણ છે કે ગામ લોકો વધારે અચંબામાં મુકાઇ ગયા છે.

    આ પણ વાંચો: ત્રણ ફુટની લાડી અને અઢી ફુટનો વર: યૂપીમાં થયા અનોખા લગ્ન, ઠીંગણા વર-વધુના લગ્ન જોવા આખું ગામ ઉમટી પડ્યું

    આ રીતે લોકોને પડી ખબર

    સામાન્ય રીતે જ્યારે ગામમાં કૂતરી બચ્ચાને જન્મ આપે છે તો અમુક લોકો તેને પાળવાનો આગ્રહ રાખે છે. આ દરમિયાન અમુક લોકોએ 8 બચ્ચાઓ સાથે આ બકરી જેવા દેખાતા ગલૂડિયાને જોયું તો લોકો બકરીનું બચ્ચુ સમજીને તેને પોતાની સાથે લાવ્યા. પરંતુ થોડા દિવસમાં કૂતરી તેને શોધતી તે જગ્યાએ પહોંચી અને મોઢામાં દબોચી તેને પોતાની સાથે લઇ ગઇ હતી.



    ગામલોકો જોઈ રહ્યા છે વનવિભાગની રાહ

    ગામલોકો ઇચ્છે છે કે આ બચ્ચાની તપાસ કરવામાં આવે. જ્યાં સુધી વનવિભાગની ટીમ નહીં પહોંચે, ત્યાં સુધી તેની દેખરેખ ગામલોકો રાખશે. તેના માટે દૂધ અને ખાવાપીવાની વસ્તુઓનો પ્રબંધ પણ ગામલોકોએ કર્યો છે. જન્મ બાદથી જ આ બચ્ચાની તબિયત સ્વસ્થ છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Ajab Gajab, Bihar News, Viral videos, અજબ ગજબ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन