બિહારમાં હવે માતા-પિતાની સેવા નહીં કરવા પર જેલ પણ જવું પડી શકે છે. મંગળવારે બિહાર કેબિનેટની બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જો બિહારમાં રહેતા દીકરાઓ માતા-પિતાની સેવા નહીં કરે તો તેઓને જેલ થઈ શકે છે. માતાપિતાની ફરિયાદ ફરિયાદ મળતા જ આવા સંતાનો પર પગલાં લેવામાં આવશે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતા હેઠળ મંગળવારે યોજાયેલી બેઠકમાં કુલ 15 દરખાસ્તો મુકવામાં આવી હતી. બેઠક પછી પત્રકારોને માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે બિહાર સરકારે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદી ઘટનાઓમાં બિહાર સૈનિકોના શહીદોના આશ્રિતોને નોકરી આપવાનું પણ નક્કી કર્યું છે.
આ બેઠકમાં રાજ્યની વૃદ્ધિ પેન્શન યોજનાને બિહાર પબ્લિક સર્વિસના અધિકાર અધિનિયમ 2011ના અતર્ગત લાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી. હવે કોઈપણ વડીલ દ્વારા આપવામાં આવેલી અરજીન પર વિકાસ અધિકારીને 21 દિવસની અંદર ઉકેલ લાવવો પડશે. આ ઉપરાંત ભાગલપુરમાં ગંગા નદી પર નવો પુલ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર