નહીં જોયું હોય આટલું મોટું બટાકું, દૂર-દૂરથી લોકો આવે છે જોવા

મોટા-મોટા બટાકા નીકળ્યા. જેમાં એક બટાકાનું વજન એક કિલો સાતસો ગ્રામથી પણ વધારે

News18 Gujarati
Updated: February 16, 2019, 7:09 PM IST
નહીં જોયું હોય આટલું મોટું બટાકું, દૂર-દૂરથી લોકો આવે છે જોવા
મોટા-મોટા બટાકા નીકળ્યા. જેમાં એક બટાકાનું વજન એક કિલો સાતસો ગ્રામથી પણ વધારે
News18 Gujarati
Updated: February 16, 2019, 7:09 PM IST
યૂપીના કાનપુરના એક ખેડૂતના ખેતરમાં એક ભારે ભરખમ બટાકુ નીકળતા જ આસપાસના ખેડૂતોમાં કૂતુહલતા મચી ગઈ. આ બટાકાને જોવા લોકોના ટોળે ટોળા આવવા લાગ્યા.

બિલ્હોર વિસ્તારના નાસિરપુરા ગામના રહેવાસી લાલૂ કટિયાર બટાકાનું વાવેતર કરે છે. વસંત પંચમીના દિવસે તેમણે ખેતરમાં બટાકા કાઢવાનું શરૂ કર્યું હતું.

તેમણે બટાકા કાઢવાનું શરૂ કરવામાં આવતા તેમના ખેતરમાં એક ભારે ભરખમ બટાકુ નીકળતા કામ કરી રહેલા મજૂરો અને આસપાસના ખેડૂતોમાં કૂતુહલતા મચી ગઈ.

લાલૂ કટિયારે જણાવ્યું કે, તેમણે ખેતરમાં પુખરાજ પ્રજાતિના બટાકાનું વાવેતર કર્યું હતું. બટાકા કાઢતા સમયે તેમના ખેતરમાં એક સ્થાન પર મોટા-મોટા બટાકા નીકળ્યા. જેમાં એક બટાકાનું વજન એક કિલો સાતસો ગ્રામથી પણ વધારે મળી આવ્યું છે.

સામાન્ય રીતે એક બટાકાની સરેરાશ એવરેજ વજન 100થી 200 ગ્રામ હોય છે, પરંતુ એક કિલો સાતસો ગ્રામનું એક બટાકું નીકળતા આસપાસના ગામના કેટલાએ ખેડૂત લાલૂના ખેતરે ભારે ભરખમ બટાકાને જોવા ઉમટી રહ્યા છે.
First published: February 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...