મોટી બેદરકારીઃ કોરોના દર્દીનો મૃતદેહ સગા-વહાલા રિક્ષામાં લઈ ગયા

News18 Gujarati
Updated: July 12, 2020, 12:40 PM IST
મોટી બેદરકારીઃ કોરોના દર્દીનો મૃતદેહ સગા-વહાલા રિક્ષામાં લઈ ગયા
મૃતકના પરિજનોએ એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે મૃતદેહને સ્મશાન રિક્ષામાં જ લઈ ગયા

મૃતકના પરિજનોએ એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે મૃતદેહને સ્મશાન રિક્ષામાં જ લઈ ગયા

  • Share this:
નિઝામાબાદઃ દેશમાં ઝડપથી વધતાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની વચ્ચે હૉસ્પિટલ પ્રશાસનની બેદરકારીનો મામલા પણ સામે આવવા લાગ્યા છે. કોરોના દર્દીના મૃતદેહની સાથે બેદરકારી વર્તવાનો નવો મામલો તેલંગાના (Telangana)ના નિઝામાબાદ સ્થિત સરકારી હૉસ્પિટલ (Government Hospital)માં જોવા મળ્યો. અહીંની સરકારી હૉસ્પિટલમાં કોરોના (Corona)થી એક દર્દીનું મોત થયા બાદ તેમાન મૃતદેહને રિક્ષામાં મૂકીને સ્મશાન સુધી લઈ જવામાં આવ્યા. આશ્ચર્યની વાત એ છે કે આ દરમિયાન રિક્ષામાં કોઈ પણ હૉસ્પિટલનો કર્મચારી હાજર નહોતો જે પોતાની નજર હેઠળ મૃતદેહના અંતિમ સંસ્કાર કરાવે.

ન્યૂઝ એજન્સી ANI મુજબ, નિઝામાબાદ સ્થિત સરકારી હૉસ્પિટલના મેનેજમેન્ટે કોઈ એમ્બ્યુલન્સ વગર જ કોરોના દર્દીના મૃતદેહને તેના પરિજનોને સોંપી દીધો. હૉસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ નિઝામાબાદ સરકારી હૉસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. નાગેશ્વર રાવે કહ્યું કે, મૃતકના સગા-વહાલા હૉસ્પિટલમાં કામ કરે છે. તેમના આગ્રહ પર મૃતદેહ પરિજનોને સોંપી દેવામાં આવ્યો. તેઓએ કહ્યું કે, મૃતકના સગા-વહાલાએ હૉસ્પિટલમાં મડદા ઘરમાં કામ કરનારા એક વ્યક્તિની મદદથી મૃતદેહને રિક્ષામાં મૂકી અને ત્યાંથી જતા રહ્યા.

આ પણ વાંચો, અમિતાભ બચ્ચન માટે શોએબ અખ્તરે માંગી દુઆ તો વિરાટ કોહલીને પડી ‘ગાળો’!

ડૉ. રાવે જણાવ્યું કે 50 વર્ષના એક દર્દીને 27 જૂન સુધી નિઝામાબાદની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તપાસમાં દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. સારવાર દરમિયાન શનિવારે તેનું મોત થઈ ગયું.

આ પણ વાંચો, મહારાષ્ટ્ર રાજભવનના 18 કર્મચારી કોરોના પોઝિટિવ, રાજ્યપાલ કોશ્યારી થયા સેલ્ફ ક્વૉરન્ટીન
ડૉ. રાવ મુજબ, દર્દીના પરિજનોને એમ્બ્યુલન્સની રાહ જોવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓએ ઓટો રિક્ષા બોલાવી અને મૃતદેહને લઈને જતા રહ્યા.
Published by: Mrunal Bhojak
First published: July 12, 2020, 12:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading