ઉત્તરાખંડમાં યોજાવવાનાં છે ભવ્ય લગ્ન, બૂક થયા 200 હેલીકોપ્ટર

ઔલી એક ઐતિહાસિક લગ્નનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. આ લગ્ન કંઇ સામાન્ય નથી ફક્ત લગ્નની તૈયારીઓમાં 200 કરોડ રૂપિયાન ખર્ચો કરવામાં આવ્યો છે.

News18 Gujarati
Updated: June 8, 2019, 4:57 PM IST
ઉત્તરાખંડમાં યોજાવવાનાં છે ભવ્ય લગ્ન, બૂક થયા 200 હેલીકોપ્ટર
ઔલી એક ઐતિહાસિક લગ્નનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. આ લગ્ન કંઇ સામાન્ય નથી ફક્ત લગ્નની તૈયારીઓમાં 200 કરોડ રૂપિયાન ખર્ચો કરવામાં આવ્યો છે.
News18 Gujarati
Updated: June 8, 2019, 4:57 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: ઉત્તરાખંડનો ઔલી વિસ્તાર, ઔલીનું નામ આવે એટલે રોમાંચક જગ્યા. કદાચ આને જ પ્રોત્સાહન આપવા માટે CM ત્રિવેદ્ર સિંહ રાવત પોતાનાં પ્રયાસોથી ઔલી એક ઐતિહાસિક લગ્નનું સાક્ષી બનાવવા જઇ રહ્યું ચે. આ લગ્ન સામાન્ય નથી. ફક્ત લગ્નની તૈયારીઓ પર આશરે 200 કરોડ રૂપિયા ખર્ચો થવા જઇ રહ્યાં છે.

વિદેશી ઇવેન્ટ કંપનીએ 800 કર્મચારી આ લગ્નની તૈયારી કરવા માટે ઔલી પહોંચી ગયા છે. સાથે જ સૌથી ખાસ વાત એ છે કે મહેમાનોને દેહરાદૂન અને દિલ્હીથી ઔલી લાવવા-લઇ જાવા માટે 200 હેલીકોપ્ટર બૂક કરવામાં આવ્યાં છે. આ હેલીકોપ્ટર વીવીઆઇપી અને વીઆઇપી મેહમાનોને હિમાલયનાં દર્શન પણ કરાવશે.

આ ઐતિહાસિક લગ્ન છે સાઉથ આફ્રિકાનાં ચર્ચિત બિઝનેસમેન ગુપ્તા બંધુઓનાં પરિવારની બે દીકરાઓનાં. આ તે જ ગુપ્તા બંધુ છે જે સાઉથ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સાથે સંબંધોને લઇને ચર્ચામાં હતાં. તેઓ ઉત્તર પ્રદેશનાં સહારનપુરથી પણ તાલ્લુક રાખે છે. આ લગ્નનું આયોજન 18 જૂનથી 22 જૂન સુધી ચાલશે. પહેલાં અજય ગુપ્તાનાં દીકરા સૂર્યકાંત અને પછી અતુલ ગુપ્તાનાં દીકરા શંશાકનાં લગ્ન થશે. લગ્નમાં શામેલ થવા માટે દેશ-વિદેશનાં વીવીઆઇપી અને વીઆઇપી મહેમાન આવશે. કેટલીયે હોલિવૂડ અને બોલિવૂડની હસ્તીઓ પણ શામેલ થશે.ચા-નાશતા અને જમણવાર માટે ખાસ વ્યવસ્થા હશે
જાણકારોની માનીયે તો, ઔલી અને જોશીમઠની આસપાસ જેટલી દુકાનો છે તેને ભાંડે લઇ લેવામાં આવશે. પહાડી દુકાનો અને ઢાબાઓ સ્ટોલનાં રૂપમાં સજાવવામાં આવશે. તેની ખાસ વાત એ હસે કે આવનારા મહેમાનો ફરવા
Loading...

દરમિયાન અહીં ખાઇ-પી પણ શકે.

આ પણ વાંચો-આ શહેરમાં બટેટા અને ડુંગળીના ભાવે મળે છે કાજુ

આ પણ હશે લગ્નની ખાસિયત
-લગ્નનો કુલ ખર્ચ 200 કરોડ રૂપિયા અંદાજે માનવામાં આવી રહ્યો છે.
-સ્વિઝરલેન્ડથી પાંચ કરોડ રૂપિયાનાં ખાસ ફૂલ મંગાવવામાં આવશે.
- બોલિવૂડ જગતથી જોડાયેલાં આશરે 50 એક્ટર, લેખક અને નિર્માતાઓને પણ અપાશે આમંત્રણ
-લગ્નનું આયોજન 18 જૂનથી 22 જૂન સુધી ચાલશે.
-પહેલાં લગ્ન અજય ગુપ્તાનાં દીકરા સૂર્યકાંત અને બીજા લગ્ન અતુલ ગુપ્તાનાં દીકરા શંશાકનાં થશે.
First published: June 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...