શરમજનક ઘટના! ભુવાએ પાંચ મહિલાઓને ડાકણ ગણાવી, ગામની પંચાયતે મળ-મૂત્ર પીવડાવવાની ફટકારી સજા

પીડિત મહિલાઓની તસવીર

ભુવાએ સીધાસાદા ગામના લોકોને જણાવ્યું કે ગામમાં ચાર મહિલાઓ અને એક યુવતી ડાકણ છે. ભુવાની વાતમાં આવીને ગામના લોકો ડરી ગયા હતા. અને ગામ લોકોએ પંચાયત બોલાવી હતી.

 • Share this:
  બિહારઃ અત્યારના આધુનિક જમાનામાં પણ અંધશ્રદ્ધાના (Superstition case) કારણે અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો બિહારમાં (bihar) સામે આવ્યો છે. જ્યાં ચાર મહિલાને ડાકણ અને એક યુવતીને મળ ગોળીને પીવડાવવાનો સનસમીખેસ કિસ્સો બન્યો છે. મહિલાઓએ આ સજા ગામમાં ભરાયેલી પંચાયતે (khap panchayat) ફટકારી હતી. સમાજને શર્મસાર કરનાર આ ઘરના બિહારના કટિહાર જિલ્લામાં બની હતી.

  મળતી માહિતી પ્રમાણે કટિહાર જિલ્લામાં મુફસ્સિલ પોલીસ સ્ટેશનના ખૈરા ગામમાં આ શરમજનક ઘટના બની હતી. જ્યાં મહિલાઓને મળ-મૂત્ર ગોળીને પીવડાવ્યું હતું. ગામમાં એક તંત્રમંત્ર કરનાર ભુવાએ સીધાસાદા ગામના લોકોને જણાવ્યું કે ગામમાં ચાર મહિલાઓ અને એક યુવતી ડાકણ છે. ભુવાની વાતમાં આવીને ગામના લોકો ડરી ગયા હતા. અને ગામ લોકોએ પંચાયત બોલાવી હતી.

  પંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો કે જે મહિલાઓ અને યુવતીને ડાકણ ગણાવવામાં આવે છે. તેમને મળ-મૂત્ર પિવડાવવામાં આવે. ગામમાં મહિલાઓને મળેલી આ સજાની જાણ પોલીસને થતાં પોલીસે અનેક લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહીમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ પાંચ મહિલાઓ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

  આ પણ વાંચોઃ-વલસાડઃ ડોક્ટરનું અપહરણ કરીને પત્ની પાસે માંગી એક કરોડની ખંડણી, બીજા દિવસે નગ્ન હાલતમાં મળ્યા તબીબ

  ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પંચાયતની બર્બર સજાની ઘટના રાજસ્થાનમાં પણ ઘટી હતી. રાજસ્થાનના (Rajasthan) શેખાવાટી વિસ્તારમાં એક શરમજનક અને ડરામણી ઘટના સામે આવી છે. અહીં ખાપ પંચાયતે તમામ હદો પાર કરી દઈને મહિલા ઉપર પોતાના પરિવારના યુવક સાથે આડા સંબંધોનો (love Affair) આરોપ લગાવીને ઉવાંડા ઊભા થઈ જાય એવી સજા સંભળાવી હતી. આરોપી છે કે ખાપ પંચાયતે (Khap Panchayat) મહિલાને નિર્વસ્ત્ર (Nude) કરીને જાહેર રસ્તા ઉપર સ્નાન કરાવ્યું હતું.

  આ પણ વાંચોઃ-સુરતમાં કળયુગી પુત્રોએ હદ વટાવી, માતા પર ત્રાસ ગુજાર્યો, કહાની સાંભળી પોલીસકર્મીઓ પણ ભાવુક થઇ ગયા

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાર દિવસમાં ચાંદીમાં રૂ.8500 અને સોનામાં રૂ.2500નું તોતિંગ ગાબડું, ફટાફટ જાણો આજના નવા ભાવ

  ગત 21 ઓગસ્ટે બનેલી આ ઘટનાને લઈને મંગળવારે સાંસી સમાજે પોલીસ અધિક્ષકને અજાણ્યા આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત કોરાના વાયરસ (coronavirus) સમયમાં 400થી વધારે લોકો એકઠાં થતાં તેમની સામે કોરોના ગાઈડલાઈન (corona guideline) ભંગ હેઠળ ગુનો નોંધવામાં પણ આવે.

  અખિલ રાજસ્થાન સાંસી સમાજ સુધારક અને વિકાસ ન્યાયના પ્રદેશ અધ્યક્ષ સવાઈ સિંહ માલાવત તરફથી મંગળવારે સમાજના લોકો સાથે પોલીસ અધિક્ષકને આ સંબંધી અરજી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે 21 ઓગસ્ટે જિલ્લાના સોલા ગામમાં થઈ હતી. જ્યાં સાંસી સમાજની એક મહિલા અને તેના ભત્રીજાને નગ્ન કરી જાહેરમાં નવડાવી હતી. ખાપ પંચાયતે મહિલા ઉપર આરોપ લગાવ્યો હતો કે મહિલાને તેના પરિવારના યુવક સાથે આડા સંબંધ છે. આ ઘટના દરમિયાન આશરે 400 લોકો હાજર હતા. પરંતુ કોઈએ આનો વિરોધ કર્યો ન હતો. આ સમયે મહિલાના ફોટા પાડવામાં આવ્યા અને વીડિયો પણ બનાવવામાં આવ્યા હતા.
  Published by:ankit patel
  First published: