Home /News /eye-catcher /

ચોરે CCTV સામે કર્યાં નમસ્કાર, જાણે કહી રહ્યો હોય- હિંમત હોય તો પકડી લો

ચોરે CCTV સામે કર્યાં નમસ્કાર, જાણે કહી રહ્યો હોય- હિંમત હોય તો પકડી લો

સીસીટીવી કેમેરા સામે હાથ જોડતો ચોર.

Bhopal Viral Video: રચના નગર સ્થિત એક ક્લિનિકમાં ચોરી કરવા માટે આ ચોર ઘૂસ્યો હતો. અહીં તેણે કોમ્પ્યુટર, એલઈડી ટીવી, બે કમેરા, લેપટોપ અને મેડિકલ સાધનોની ચોરી કરી હતી.

  ભોપાલ: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ (Bhopal)માં બિન્દાસ રીતે ચોરી કરતા ચોર સીસીટીવી (CCTV)માં કેદ થયો છે. રચના નગર સ્થિત એક ક્લીનિક (Clinic)માં ચોરી કરવા માટે આ ચોર ઘૂસ્યો હતો. અહીં તેણે કોમ્પ્યુટર, એલઈડી ટીવી, બે કમેરા, લેપટોપ અને મેડિકલ સાધનોની ચોરી (Theft) કરી હતી. આ દરમિયાન ચોરે અહીં લાગેલા સીસીટીવી કેમેરાને જોઈને નમસ્કાર કર્યાં હતાં. જાણે કે તે કહી રહ્યો હોય કે તમારામાં હિંમત હોય તો મને પકડી બતાવો.

  સીસીટીવી ફૂટેજ જોયા બાદ ગોવિંદપુરા પોલીસે કેસ દાખલ કરીને ચોરની શોધખોળ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે હાલ આરોપી ફરાર છે, પરંતુ પોલીસ બહુ ઝડપથી તેની ધરપકડ કરી લેશે. પોલીસના જણાવ્યા પ્રમાણે રચના નગરમાં ડૉક્ટર સુમિત ભટનાગરનું અનુપમ કાર્ડિયાક કેર નામે ક્લીનિક આવેલું છે. સુમિત બુધવારે સવારે અહીં આવ્યા તો હૉસ્પિટલનો દરવાજો ખુલ્લો હતો. દરવાજોની કડી તૂટેલી હતી. તેમણે અંદર જઈને જોયું તો ચેમ્બરનો સમાન અને રૂમનો સામાન વિર વિખેર પડ્યો હતો.

  આ પણ વાંચો: 

  ચોર અનેક વસ્તુની ચોરી કરી ગયો
  પોલીસે જણાવ્યું કે ચેમ્બરમાં લગાવવામાં આવેલું એલઈડી ટીવી, કોમ્પ્યુટર, કાર્ડિયાક મશીનનો કેબલ સહિત અનેક સામાન ગાયબ છે. આ ઉપરાંત ચોર બે કિંમતી કેમેરા સહિત અન્ય સામાન પણ ચોરી ગયો હતો. ક્લીનિકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં એક ચોર દરવાજાની કડી તોડતો જોવા મળે છે. જે બાદમાં તે ચેમ્બરનું એલઈડી ટીવી ઉતારતો નજરે પડે છે. ટીવી ઉતાર્યા બાદ તેણે સીસીટીવી સામે બે હાથ જોડીને નમસ્તે કરે છે. ચોર રાત્રે આશરે 1.05 વાગ્યે ઘૂસ્યો હતો અને દોઢ વાગ્યે બાઉન્ડ્રીની દીવાલ કૂદીને જતો નજરે પડે છે. પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: ચોર, ચોરી, ભોપાલ, વાયરલ વીડિયો, સીસીટીવી, હોસ્પિટલ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन