Home /News /eye-catcher /

QR કોડ ગળામાં લગાવી ફરે છે ભિખારી, હવે કોઇ નહીં કહે 'છુટ્ટા નથી આગળ વધ...'

QR કોડ ગળામાં લગાવી ફરે છે ભિખારી, હવે કોઇ નહીં કહે 'છુટ્ટા નથી આગળ વધ...'

QR કોડ ગળામાં લગાવી ફરે છે ભિખારી, હવે કોઇ નહીં કહે 'છુટ્ટા નથી આગળ વધ...'

મધ્ય પ્રદેશનાં છિંદવાડામાં ભિખારી હેમંત સૂર્યવંશી તેનાં ગળામાં બાર કોડ લગાવીને ફરે છે. અને લોકોને કહે છે કે, ચિલ્લર નથી તો Phone Payકે Google Pay થી ભીખ આપી દો. કારણ કે લોકો પાસે છુટ્ટા ન હોવા અંગે તેને કહેતા રહેતાં હોય છે.

    છિંદવાડા, છુટ્ટા નથી.. આગળ વધ.. કહીને ઘણી વખત લોકો ભીખારીઓને ભગાવી દે છે. પણ છિંદવાડાનાં એક ભિખારીએ આ સમસ્યાનું સમાધાન મેળવી લીધુ છે. તે ડિજીટલ ભીખ માંગે છે. હેમંત સૂર્યવંશી જે કારણે ચર્ચામાં છે. તે છે તેનું ગળામાં QR કોડ લગાવીને ફરવું. ભિખારી હેમંત સૂર્યવંશી બારકોડ સ્કેન દ્વારા ડિજિટલ મોડથી ભીક માંગે છે.

    ભિખારી હેમંતનું કહેવું છે કે, જ્યારે તે ભીખ માંગતો હતો તો મોટા ભાગનાં લોકો છુટ્ટા ન હોવાને કારણે તેને પૈસા નહોતા આતાં. તેથી તેણે ડિજીટલ ટેક્નોલોજીનો સહારો લીધો છેઅને હવે તે આ રીતે ભીખ માંગે છે. ચિલ્લર ન હોવાની વાત કરનારાને તે બારકોડ બતાવે છે અને ભીખ માંગે છે. હેમંતનું ભીખ માંગવાનો અંદાજ અલગ છે. તે કહે છે.. બાબુજી.. ચિલ્લર નહી હે તો ફોન પે.. યા ગુગલ પે.. પર ભીખ દે દે.. ભિખારીઓનું કહેવું છે કે, ડિજિટલ ટેક્નોલોજીને કારણે લોકો સહેલાઇથી બારકોડ સ્કેન કરીને ભીખ માંગી લે છે.

    આ પણ વાંચો-Video: 70 ફૂટ ઊંચા સ્વિંગ પર સૂઈ રહ્યા છે ભાઈ-બહેન, જોઈને આવી જશે હાર્ટ એટેક!

    નોકરી છૂટી તો માંગવા લાગ્યો ભીખ
    હેમંત સૂર્યવંશી ક્યારેક નગર નિગમમાં કામ કરતો હતો. નોકરી છૂટ્યા બાદ તે ઘણાં દિવસો સુધી ડિપ્રેશનમાં રહ્યો અને હવે તે ભીખ માંગીને તેનું જીવન નિર્વાહ કરે છે. હેમંતનું માનસિક સંતુલન પણ બગડી ગયુ છે. લોકો હેમંત સૂર્યવંશીને હેમંત બાબા તરીકે ઓળખે છે. તેનું આ રીતે ભીખ માંગવું આકર્ષણનું કેન્દ્ર બની ગયુ છે. હેમંત સૂર્યવંશી રેલવે સ્ટેશન, ફાઉન્ટેઇન ચોક, કે ગાંધીગંદમાં ભીખ માંગતો નજર આવે છે. આ શહેરનો પહેલો ભીખારી છે જે આ રીતે ડિજિટલ પેમેન્ટ લઇને ભીખ માંગે છે.

    હેમંતનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખુબજ વાયરલ થયો છે- જેમાં તે ગળામાં બારકોડ લટકાવે છે અને હાથમાં મોબાઇલ ફોન લઇને ફરે છે. હેમંતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે. લોકો આ વીડિયોને ખુબ પસંદ અને શેર પણ કરે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: G Pay, Google pay, QR, ડિજિટલ ઇન્ડિયા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन