ઓનલાઇન ખાવાનું મંગાવો છો તો બેંગલુરુનો આ કિસ્સો જરૂર જાણો, યુવકે 95 હજાર ગુમાવ્યા

News18 Gujarati
Updated: December 6, 2019, 12:29 PM IST
ઓનલાઇન ખાવાનું મંગાવો છો તો બેંગલુરુનો આ કિસ્સો જરૂર જાણો, યુવકે 95 હજાર ગુમાવ્યા
પ્રતિકાત્મક તસવીર

યુવકે પોતાની કેન્સર પીડિત માતાની સારવાર માટે એકઠા કરેલા 95 હજાર રૂપિયા ગઠિયા ઓનલાઇન ઠગાઈ કરી ઉપાડી ગયા.

  • Share this:
બેંગલુરુ : અહીંના એક ઇજનેરને ઓનલાઇન પીઝા મંગાવવાનું ભારે પડ્યું હતું. ઓનલાઇન પીઝા મંગાવતી વખતે એ.વી. શેખ નામનો યુવક છેતરપિંડીની શિકાર બની ગયો હતો. યુવકે મંગાવેલા પીઝા પણ આવ્યા ન હતા અને તેના બેંક ખાતામાંથી 95 હજાર રૂપિયા બારોબાર ઉપડી ગયા હતા. યુવક સાથે એવી જ રીતથી છેતરપિંડી કરવામાં આવી હતી જેવા બનાવો છેલ્લા થોડા દિવસોમાં અન્ય જગ્યાએથી સામે આવ્યા છે. તમે પણ આવી છેતરપિંડીનો ભોગ ન બનો તો માટે તમારે આ ન્યૂઝ જાણી લેવા જરૂરી છે.

શું બન્યું હતું?

બેંગલુરુના કોરમંગલાના એન.વી.શેખ નામવા યુવકે ફૂડ ડિલિવરી એપ્લિકેશનની માધ્યમથી પ્રથમ ડિસેમ્બરના રોજ પીઝાનો ઓર્ડર આપ્યો હતો. કલાક સુધી ઓર્ડર ન આવતા યુવકે ફૂડ માર્ટના કસ્ટમર કેરને ફોન કર્યો હતો. યુવકને સામા પક્ષથી જવાબ આપવામાં આવ્યો હતો કે રેસ્ટોરન્ટે તમારો ઓર્ડર હજુ સુધી સ્વીકાર્યો નથી. આથી તમને તમારા પૈસા પરત આપી દેવામાં આવશે. જે બાદમાં સામે બેઠેલા વ્યક્તિએ યુવકને કહ્યું હતું કે થોડીવારમાં તમારા મોબાઇલ પર એક એસએમએસ મળશે. મોબાઇલમાં મળેલી લિંક પર ક્લિક કર્યા બાદ તેને તેના પૈસા રિફંડ આપી દેવામાં આવશે.મદિવાલા પોલીસે જણાવ્યું કે, યુવકે કસ્ટમર કેરના કર્મીએ કહ્યા પ્રમાણે કર્યું હતું. મોબાઇલમાં આપેલી લિંક પર ક્લિક કરતા જ તે ફિશિંગનો શિકાર બની ગયો હતો. જે બાદમાં ઠગોએ તેના બેંકની માહિતી મેળવી લીધી હતી અને તેમાંથી 95 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે યુવકે મદિવાલા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એવી પણ માહિતી મળી છે કે પીડિત યુવકે તેની કેન્સર પીડિત માતાની સારવાર માટે પૈસા એકઠા કર્યા હતા.

ફૂડ ડિલિવરી કંપનીએ શું કહ્યું?

આ મામલે જ્યારે ફૂડ ડિલિવરી કંપની સાથે વાતચીત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે, અમારી કંપની ફક્ત ઇ-મેલ અને ચેટિંગમાં જ ગ્રાહકો સાથે સંપર્ક કરે છે. અમે કોઈ જ કોલિંગ(ફોન પર મદદ) સેવા નથી આપતા. ફૂડ ડિલિવરી કંપનીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, "અમે અમારા ગ્રાહકોની સુરક્ષા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે અમારા માનવંતા ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે કોઈ સાથે તમારા બેંકની વિગતો શેર ન કરો." નવેમ્બર મહિનામાં બેંગુલુરુ ખાતે રહેતા એક અન્ય વ્યક્તિએ પણ આવી જ રીતે 85 હજાર રૂપિયા ગુમાવ્યા હતા.ઠગો કેવી રીતે છેતરી રહ્યા છે?

ઓનલાઇન ફૂડ મંગાવ્યા બાદ ઓર્ડર ન આવવાના કેસમાં ગ્રાહકો ઇન્ટરનેટ પર ફૂડ ડિલિવરી કંપનીના નંબરો શોધતા હોય છે. ઘણી વખતે ઓનલાઇન છેતરપિંડી કરતા ઠગો ઇન્ટરનેટ પર જે તે કંપનીના ભળતા નામ સાથે કસ્ટમર કેર નંબર મૂકી દેતા હોય છે. કોઈ ગ્રાહક જ્યારે આ નંબર પર ફોન કરે છે ત્યારે તેમને એક લિંક મોકલીને બેંકની વિગતો ભરવાનું કહેવામાં આવે છે. ગ્રાહકો રિફંડ મેળવવાના ચક્કરમાં માહિતી આપી દેતા હોય છે અને ઠગાઈનો ભોગ બનતા હોય છે.
First published: December 6, 2019, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading