Bengaluru : 40 પૈસા માટે રેસ્ટોરન્ટ સામે કર્યો કેસ, કોર્ટે ફરિયાદીને જ ફટ્કારી દીધો 4000 રૂપિયાનો દંડ!
Bengaluru : 40 પૈસા માટે રેસ્ટોરન્ટ સામે કર્યો કેસ, કોર્ટે ફરિયાદીને જ ફટ્કારી દીધો 4000 રૂપિયાનો દંડ!
કોર્ટે ફરિયાદીને જ ફટ્કારી દીધો 4000 રૂપિયાનો દંડ!
Man Sues Restaurant : બેંગ્લોરમાં, એક વ્યક્તિએ રેસ્ટોરન્ટ પર 40 પૈસા વધુ લેવાનો આરોપ લગાવીને દાવો કર્યો પરંતુ આ દાવ ઉંધો પડી ગયો. પછી જે પણ કઇંક થયુ તે સાંભળીને માણસ આશ્ચર્યચકિત થઈ ગયો.
વડીલોએ કહ્યું છે કે નાની-નાની બાબતોને અવગણવી એ સારું છે. એક વ્યક્તિએ આવું ન કર્યું અને માત્ર 40 પૈસા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો. તેને જરાય ખ્યાલ નહોતો કે તેનો દાવ ઉંધો પડી જશે. કોર્ટે તેનો કેસ અસ્વીકાર કર્યો અને તેણે રિવર્સ દંડ પણ ચૂકવવો પડ્યો હતો.
બેંગ્લોરની સેન્ટ્રલ સ્ટ્રીટમાં આવેલી હોટેલ એમ્પાયરનો આ કિસ્સો છે. મે 2021માં મૂર્તિ નામના એક વૃદ્ધ વ્યક્તિએ અહીંથી ભોજન લીધું હતું. રેસ્ટોરન્ટમાંથી મળેલા બિલથી મૂર્તિ સંતુષ્ટ ન હતા. તેના સ્ટાફ સાથે બિલને લઈને વિવાદ એટલો વધી ગયો કે મામલો કોર્ટમાં પહોંચ્યો. જોકે, મૂર્તિને આ મામલે કોર્ટમાંથી અલગ જ બોધપાઠ મળ્યો.
ખરેખર, મૂર્તિએ જે ફૂડ પેક કરાવ્યુ હતુ તેનું આખું બિલ 264.60 રૂપિયા હતું. સ્ટાફે મૂર્તિને આ બિલનો રાઉન્ડ ફિગર બનાવીને 265 રૂપિયા આપવા કહ્યું. મૂર્તિનું કહેવું હતુ કે તેમને 40 પૈસા વધારે ચૂકવવા કહેવામાં આવી રહ્યુ છે. સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ ન મળતા તેઓ મામલો ગ્રાહક કોર્ટમાં લઈ ગયા હતા. TOIના અહેવાલ મુજબ, મૂર્તિએ કોર્ટને કહ્યું કે આ ઘટનાને કારણે તેને માનસિક આઘાત અને પીડા થઈ છે અને તે 1 રૂપિયાનું વળતર ઈચ્છે છે.
કોર્ટમાં રેસ્ટોરન્ટ માટે હાજર રહેલા વકીલે કહ્યું કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017ની કલમ 170 હેઠળ બિલમાં સૌથી નજીકનો રાઉન્ડ ફિગર આપી શકાય તેવી મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે સરકાર વતી 50 પૈસા બંધ કરી દીધા છે, તેથી 50 પૈસાનો કોઈપણ આંકડો માત્ર રૂપિયા 1 ગણાશે. આ જ કારણ છે કે રેસ્ટોરન્ટે 60 પૈસાથી 1 રૂપિયાનો ચાર્જ વસૂલ્યો હતો. એટલું જ નહીં, કોર્ટે મૂર્તિને કોર્ટના પૈસા વેડફવા અને વળતર સહિત 4000 રૂપિયા આપવા કહ્યું.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર