Home /News /eye-catcher /

ન હોય! ઝોમાટો ડિલીવરી બોય બનીને યુવાને કંપનીના બોસ સુધી CV પહોંચાડ્યું, પેસ્ટ્રીના ડબ્બામાં લખી આ વાત

ન હોય! ઝોમાટો ડિલીવરી બોય બનીને યુવાને કંપનીના બોસ સુધી CV પહોંચાડ્યું, પેસ્ટ્રીના ડબ્બામાં લખી આ વાત

કંપનીના બોસ સુધી રિઝ્યૂમ પહોંચડાવાનો ગજબનો જુગાડ

Deliver pastries with CV: એક યૂઝરે અમનના આ આઇડિયાના વખાણ કરતા ટ્વિટ કર્યું કે, આ ખરેખર એક ક્રિએટિવ વિચાર છે. માત્ર બેંગલુરૂના લોકો જ આવું કરી શકે છે. તો અન્ય યૂઝરે લખ્યું કે, આ રીતે તમે જોબ મેળવી શકો છો. ખૂબ જ અલગ રીત છે.

નવી દિલ્હી: કોરોના મહામારી (Covid-19) બાદ અનેક લોકો બેરોજગાર થયા છે અને યુવાઓ નોકરી (Jobs) મેળવવા માટે અનેક પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે બેંગાલુરૂના એક યુવકે નોકરી મેળવવા માટે અનોખી તરકીબ કાઢી છે. કંપનીના બોસ સુધી પોતાનું રિઝ્યુમ પહોંચાડવા માટે યુવકનો આ કીમિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અમન ખંડેલવાલા (Aman Khandelwal ) નામના એક ટ્વિટર યૂઝરે એમ્પ્લોયરનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે ઝોમટો ડિલિવરી એક્ઝીક્યુટીવના કપડાં પહેર્યા અને પેસ્ટ્રીના બોક્સમાં બેંગાલુરૂ સ્થિતિ સ્ટાર્ટઅપ્સને પોતાનું રિઝ્યુમ (man dresses as executive delivers pastries with his cv) મોકલી દીધું હતું.

પેસ્ટ્રી બોક્સની અંદરના એક કવરમા લખ્યું હતું કે, મોટા ભાગના રિઝ્યુમ્સ કચરાપેટીમાં ચાલ્યા જાય છે, પરંતુ મારું રિઝ્યૂમ તમારા પેટમાં છે. અમને ટ્વિટર પર લખ્યું કે, ઝોમાટોના કપડાં પહેરીને મેં મારું રિઝ્યૂમ પેસ્ટ્રીના બોક્સમાં બેંગલોરના અમુક સ્ટાર્ટ અપ્સમાં મોકલ્યું છે. અન્ય એક ટ્વીટમાં તેમણે ઉમેર્યું હતું કે, તે મેનેજમેન્ટ ટ્રેઇની કે એપીએમ તરીકેની જોબ શોધી રહ્યો છે.

અમને શેર કરેલી તસવીરમાં તે ઝોમાટોના કપડામાં દેખાઇ રહ્યો છે. જોકે, ઝોમાટો ડિલીવરી તરીકે તેને જોઇને લોકો સુરક્ષા અંગે સવાલો ઉભા કરી રહ્યા છે. અમનના આ આઇડિયા પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી છે.

જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ


એક યૂઝરે અમનના આ આઇડિયાના વખાણ કરતા ટ્વિટ કર્યું કે, આ ખરેખર એક ક્રિએટિવ વિચાર છે. માત્ર બેંગલુરૂના લોકો જ આવું કરી શકે છે. તો અન્ય યૂઝરે લખ્યું કે, આ રીતે તમે જોબ મેળવી શકો છો. ખૂબ જ અલગ રીત છે.

બીજાએ લખ્યું કે, શું ફક્ત મને જ આ એકદમ પાગલ લાગે છે? શું ઝોમાટો/સ્વિગીના ડિલિવરી બોય તરીકે માસ્કરેડ કરવું એટલું સહેલું છે? અહીં સલામતી વિશે એક વખત કલ્પના કરો.





તો એક યૂઝરે નોંધ્યું હતું કે, આ અન્ય એક વ્યક્તિનું ટેમ્પલેટ છે જેણે યુ.એસ. માં ડોનટ્સ સાથે રિઝ્યૂમ પહોંચાડ્યું હતું. બિરયાની પહોંચાડવી જોઈતી હતી. તો કેટલાકે કહ્યું કે તેણે કવર પરની લાઇન તો બદલવી જોઇતી હતી.

ઝોમાટોએ પણ આપી પ્રતિક્રિયા


અમનના આ ઉપાય પર ઝોમાટોએ પણ ટ્વિટ કરીને પ્રિતિક્રિયા આપી છે. ઝોમાટોએ લખ્યું કે, તમારો વિચાર ખૂબ સરસ હતો, પરંતુ રીત સાચી નથી. તેના પરથી કહી શકાય કે ઝોમેટો પણ આ હરકતથી અમુક અંશે નારાજ છે.
First published:

Tags: Job, Zomato, કેરિયર, ખોરાક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन