Home /News /eye-catcher /

લૉકડાઉનમાં નોકરી ગુમાવતા BPO કંપનીમાં કામ કરતો યુવક બની ગયો મેલ એસ્કોર્ટ, પત્નીને ખબર પડી તો આવી આફત

લૉકડાઉનમાં નોકરી ગુમાવતા BPO કંપનીમાં કામ કરતો યુવક બની ગયો મેલ એસ્કોર્ટ, પત્નીને ખબર પડી તો આવી આફત

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

બેંગલુરુના યુવકે નોકરી ગુમાવ્યા બાદ નવી નોકરી શોધવા માટે અનેક પ્રયાસો કર્યા, નોકરી શોધવામાં નિષ્ફળતા બાદ તેણે મેલ એસ્કોર્ટ બનાવાનું નક્કી કર્યું. આ માટે તે કલાકના ત્રણથી પાંચ હજાર રૂપિયા ચાર્જ લેતો હતો.

  બેંગલુરુ: કોરોના (Coronavirus)ના કહેર અને તેના પગલે લગાવવામાં આવેલા લૉકડાઉન (Lockdown)ને પગલે દેશમાં અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. અનેક લોકોનાં ધંધા પાટા પરથી ઉતરી ગયા છે જે હજુ પૂર્વવત થયા નથી. બેંગલુરુ (Bengalurur)ના એક 27 વર્ષીય BPO યુવકે લૉકડાઉનને કારણે પોતાની નોકરી ગુમાવી હતી. જે બાદમાં તેણે પરિવારનું ગાડું ચાલે તે માટે કૉમર્શિયલ સેક્સ વર્કર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, તેનાથી તેને પૈસા તો મળી ગયા પરંતુ હાલ યુવક એક નવી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. યુવકે તેની પત્નીથી આ વાત છૂપાવી રાખી હતી. જે બાદમાં હવે તેની 24 વર્ષીય પત્નીએ તેની પાસે છૂટાછેડાની માંગણી કરી છે.

  ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે યુવક-યુવતી 2017ના વર્ષમાં BPO કંપનીની કેન્ટીનમાં પ્રથમ વખત મળ્યા હતા. જે બાદમાં બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બે વર્ષ એકબીજાને ડેટિંગ કર્યાં બાદ બંનેએ 2019માં લગ્ન કરી લીધા હતા અને ભાડાના ઘરમાં રહેવા માટે ગયા હતા.

  આ પણ વાંચો: ભાવનગર: લગ્નના સાતમા દિવસે પતિએ પત્નીને કહ્યું,'તું મને ગમતી નથી, પાંચ કરોડ લઈને આવે તો રાખીશ'

  જોકે, લગ્ન બાદ બંનેની સાચી મુશ્કેલી શરૂ થઈ હતી. કોવિડ-19ના કારણે દેશમાં લાગેલા લૉકડાઉનમાં કંપનીએ યુવકને નોકરીમાંથી છૂટો કરી દીધો હતો. યુવકે અનેક નોકરી શોધી પરંતુ લૉકડાઉનમાં કોઈ નોકરી આપવા માટે તૈયાર ન હતું. આ દરમિયાન યુવક મેલ એસ્કોર્ટ સર્વિસ સાથે જોડાયો હતો. જોકે, તેણે આ વાત તેની પત્નીથી છૂપાવી રાખી હતી. આ દરમિયાન પત્નીને તેનો પતિ કંઈક વિચિત્ર જ વર્તન કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેનો પતિ હવે મોબાઇલ અને લેપટોપ પર વધારે સમય વિતાવવા લાગ્યો હતો. આ ઉપરાંત તેનો પતિ કોઈ કારણ જણાવ્યા વગર બહાર જવા લાગ્યો હતો. આ અંગે પત્ની કંઈ પૂછતો તો જણાવવાનું ઇન્કાર કરી દેતો હતો.

  આ પણ વાંચો: ફોર્ચ્યુનર કાર ચાલકે પિતા-પુત્રને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા, જુઓ હચમચાવી દેતા અકસ્માતની તસવીરો

  પતિના આવા વર્તન બાદ પત્નીને કંઈક કાળા કામ ચાલી રહ્યાની શંકા પડી હતી. જે બાદમાં તેણીએ તેના ભાઈની મદદથી તેના પતિના લેપટોપનો પાસવર્ડ ક્રેક કર્યો હતો. લેપટોપમાં એક ફોલ્ડર હતું જેમાં તેણીએ તેના પતિની અન્ય મહિલાઓ સાથે વાંધાજનક હાલતમાં તસવીરો જોઈ હતી. પત્નીએ જ્યારે તેના પતિને ફોટોગ્રાફ્સ વિશે પૂછ્યું ત્યારે તેણે આ તસવીરો તેની ન હોવાનું જણાવ્યું હતું. જોકે, તેની પત્ની આટલેથી અટકી ન હતી. વધારે ઊંડી તપાસ કરતા તેણીને માલુમ પડ્યું હતું કે તેનો પતિ મેલ એસ્કોર્ટ તરીકે કામ કરે છે. આ ઉપરાંત શહેરમાં તેના અનેક ગ્રાહકો છે. આ માટે તે કલાકનો 3,000 રૂપિયાથી 5,000 રૂપિયા ચાર્જ લે છે.

  આ પણ વાંચો: અમદાવાદ: મહિલાએ મોબાઇલ નંબર આપવાનો ઇન્કાર કરતા નરાધમે લિફ્ટમાં કરી ગંદી હરકત

  આ બનાવ બાદ મહિલાએ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. આ દરમિયાન પતિ અને પત્નીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પતિએ પોતે મેલ એક્સોર્ટ તરીકે કામ કરતો હોવાનો સ્વીકાર કર્યો હતો. સાથે એવું પણ જણાવ્યું હતું કે તે તેની પત્નીને અનહદ પ્રેમ કરે છે અને તેની સાથે જ રહેવા માંગે છે. જોકે, આ બધુ જાણીને યુવતીની પત્ની એકની બે થઈ ન હતી અને તેણીએ તેના પતિ સાથે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. આ માટે તેણીએ શહેરની એક કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bengaluru, Company, Husband, Lockdown, Wife

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन