આ 'ભિખારી' રોજ માંગી લે છે એક હજારની ભીખ, લોકોને આવી રીતે બનાવતો હતો 'ઉલ્લુ' જુઓ video
આ 'ભિખારી' રોજ માંગી લે છે એક હજારની ભીખ, લોકોને આવી રીતે બનાવતો હતો 'ઉલ્લુ' જુઓ video
ઇન્દોરના ભીખારીના વાયરલ વીડિયો પરથી તસવીર
Indore beggar video viral: રાકેશે જણાવ્યું કે તે મૂળ રાજસ્થાનના કોટા શહેરનો છે. તેની એક મોટી ગેંગ છે. જેમાં અમેક સભ્યો છે. સુમન જેવો જ પકડાયો ત્યારે બાકીના સાથીઓ તત્કાલ ગાયબ થઈ ગયા હતા.
ઇન્દોરઃ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં (Madhya Pradesh news) અજીબો-ગરીબ (Indore OMG case) ઘટના સામે આવી હતી. અહીં ટ્રાફિક પોલીસે (Traffic police) એક દિવ્યાંગની હરતકનો ખુલાસો કર્યો હતો. આ ભિખારી (Beggar) એક હાથ નકામો ગણાવીને એલાઈજી ચોકડી ઉપર ભીખ માંગી રહ્યો હતો. ટ્રાફિક પોલીસે જ્યારે તેની તપાસ કરી ત્યારે તેના બંને હાથ સહીસલામત નીકલ્યા હતા. તેની સાથે પૂછપરછમાં જણાવ્યું કે તે દરરોજ એક હજાર રૂપિયાની ભીખ માંગી લે છે. હવે આ ભિખારી (Indore beggar video viral) સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસે ભિખારીના શાતિર હરકતનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે મધ્ય પ્રદેશના ઇન્દોરના એલઆઈજી ચોકડી ઉપર તૈનાત ટ્રાફિક પોલીસ કર્મચારી સુમંતે જણાવ્યું કે તેની ડ્યૂટી દરમિયાન અહીં ભીખ માંગી રહેલા રાકેશ ઉપર તેની નજર પડી હતી. તેનો એક હાથ ન્હોતો. પરંતુ તેની ભીખ માંગવાની રીત જોઈને તેના ઉપર શંકા ગઈ હતી.
ટ્રાફિક પોલીસે પકડી પોલ
ત્યારબાદ સુમંત રાકેશ પાસે ગયો અને તેને હાથ દેખાડવા માટે કહ્યું જેથી કરીને તે સારવાર કરાવી શકે. નકલી હાથ લગાવડાવી દઈએ. આ સાંભળીને ભીખ માંગનાર રાકેશે દોડવાનું શરું કર્યું હતું.
કુર્તાની બાંય વાળીને રાખતો હતો ભિખારી
સુમંતે રાકેશને બંને હાથ દેખાડવા માટે કહ્યું ત્યારે જાણવા મળ્યું કે રાકેશના બંને હાથ સહી-સલામત છે. તેને ભેજું દાડોવીને એક હાથને કપડામાં છૂપાવી દીધો હતો. કુર્તાની બાંય વાળી રાખી હતી. જેથી કરીને જોનાર વ્યક્તિને તેનો એક હાથ ન હોય એવું લાગે.
રાજસ્થાનના કોટાનો રહેવાસી રાકેશ ઇન્દોરમાં માંગતો હતો ભીખ
રાકેશે જણાવ્યું કે તે મૂળ રાજસ્થાનના કોટા શહેરનો છે. તેની એક મોટી ગેંગ છે. જેમાં અમેક સભ્યો છે. સુમન જેવો જ પકડાયો ત્યારે બાકીના સાથીઓ તત્કાલ ગાયબ થઈ ગયા હતા.
પહેલા દિલ્હીમાં માંગતા હતા ભીખ
ઈન્દોર પહેલા આ બધા યુવકો દિલ્હીના રસ્તાઓ ઉપર ભીખ માંગતા હતા. પરંતુ કેટલાક સમય પહેલા દિલ્હીમાં કડકાઈ થઈ હતી. રસ્તા ઉપર દેખાતા ભિખારીઓ ઉપર કાર્યવાહી થવાની શરુ થઈ ગઈ હતી. જેના કારણે તે પોતાના સાથીઓ સાથે ઇન્દોર આવી ગયો હતો.
શહેરની વિવિધ ચોકડીઓ ઉપર ભીખ માંગવાનું શરુ કર્યું હતું. તેણે સ્વીકાર્યું કે તે દરરોજ એક હજાર રૂપિયાની ભીખ ભેગી કરી લે છે. સુંતે જ્યારે તેના કેમેરા સામે પોતાની હરકત દેખાડવાનું કહ્યું તો તે હાથ જોડવા લાગ્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર