પાર્ક કરેલી ગાડીનો હોર્ન સાંભળી માલિક જોવા ગયો તો ખબર પડી આ તો..!

રીંછ

  • Share this:
    તમે તમારી ગાડી પાર્ક કરીને ગયા હોવ અને અચાનક જ અંદરથી કોઇ હોર્ન મારે તો તમને નવાઇ તો લાગે જ! આવું જ કંઇક અમેરિકાના ગેટલીનબર્ગ થયું. A.S.A.P સિક્યોરીટી સિસ્ટમમાં કામ કરતા જેફ સ્ટોકેલી તેમના એક કસ્ટમરને ત્યાં કામ અર્થે આવ્યા હતા. તેમણે તેમની ગાડી કસ્ટમરના ઘરની બહાર પાર્ક કરી હતી. અને તે ઘરમાં કામ અર્થે ગયા. આ વાતને ખાલી 20 જેવી મિનિટ થઇ હશે અને અચાનક જ ગાડીમાંથી કોઇ સતત હોર્ન મારી રહ્યું છે તેનો અવાજ આવવા લાગ્યો. પોતે ગાડીનો બંધ કરીને આવ્યા હતા તો પછી ગાડીમાંથી આ કોણ હોર્ન મારે છે તે વાત ચકાસવા જ્યારે જેફ ગાડી પાસે ગયા તો તે ચોંકી ગયા. થયું એવું કે તેમની ગાડીમાં બે રીંછનું બચ્ચું હતું જે પુરાઇ જતા સતત હોર્ન મારી મદદ માટે બોલાવી રહ્યું હતું.

    બે રીંછના બચ્ચાને પોતાની ગાડીમાં પુરાયેલા જોઇને જેફને પહેલા તો આંચકો જ લાગ્યો. રીંછના બચ્ચા ગાડીમાં બેસીને સતત હોર્ન વગાડી રહ્યા હતા. અને આ સાંભળી આસપાસ લોકો પણ તપાસ કરવા આવી ગયા. જો કે પાછળથી જૈફે પાછલો દરવાજો ખોલી આ બંને રીંછના બચ્ચાને બહાર આવવા દીધા. અને બહાર આવીને આ બંને રીંછના બચ્ચા ઝાડી તરફ ભાગી ગયા. માનવામાં આવે છે કે ખાવાની શોધ કરતા આ રીંછના બચ્ચા ગાડીના ડ્રાઇવર સાઇડના ડૉરથી ગાડીમાં આવ્યા હશે. અને તે પછી દરવાજો અચાનક જ અંદરથી બંધ થઇ જતા તે પુરાઇ ગયા હશે. જો કે પોતાના બચાવ માટે આ રીંછ બાળકો હોર્ન મારી મદદ માંગી તે વાત બધાને નવાઇ લગાડે તેવી છે.
    Published by:Chaitali Shukla
    First published: