Video : આગમાંથી બચાવનાર વ્યક્તિને રીંછ બાળે આમ કહ્યું 'થેંક્યૂ'

News18 Gujarati
Updated: January 8, 2020, 11:57 AM IST
Video : આગમાંથી બચાવનાર વ્યક્તિને રીંછ બાળે આમ કહ્યું 'થેંક્યૂ'
ઓસ્ટ્રેલિયા આગની તસવીર

આ વીડિયોમાં એક બાળ રીંછને આગમાંથી બચાવવામાં આવ્યું છે.

  • Share this:
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં હાલ ભીષણ આગ લાગી છે. દુનિયાભરના પ્રકૃતિ પ્રેમીઓ આ પ્રાણીઓ માટે પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પ્રશાસન પણ આ આગને જેટલી જલ્દી શાંત કરી શકાય તે માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના જંગલની આગના અત્યાર સુધીમાં અનેક વીડિયો અને તસવીરો સામે આવી ચૂકી છે. જેમાં કેટલીક એટલી કરુણ છે કે જે આ મૂક પ્રાણીઓની વ્યથા જણાવી રહી છે. આ તમામની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને લોકોની આંખોમાં આવી રહ્યા છે આંસુ.

આ વીડિયોમાં એક બાળ રીંછને આગમાંથી બચાવવામાં આવ્યું છે. અને તે આગમાંથી બચાવનાર વ્યક્તિના પગે વારંવાર આવી આવીને લપટાઇ જાય છે. આ વ્યક્તિ એક ક્ષણ માટે અસહજ થઇ જાય છે અને આગળ ચાલવાનો પ્રયાસ તથા બાળકને પોતાના દૂર કરવાનો પણ પ્રયાસ કરે છે. પણ રીંછનું પાછળ બસ તેની જ પાછળ પાછળ જઇ રહ્યું છે. તે તેના હાથ પગ પકડી લે છે. આ વ્યક્તિ ખરેખરમાં ફાયર ફાઇટર છે.



ત્યારે આ વીડિયોને અત્યાર સુધીમાં અનેક વાર જોવામાં આવ્યો છે. અને અનેક લોકોએ તેને શેર પણ કર્યો છે. આ વીડિયો જોનાર અનેક લોકોને ભાવુક થઇ ગયા છે. માણસ હોય કે પ્રાણી જ્યારે તમે કોઇના પ્રાણ બચાવો છો, જરૂરના સમયમાં તેની નિસ્વાર્થ ભાવે મદદ કરો છો તે અબોલ પ્રાણીઓ પણ આભાર માને છે. અને તે વાતનો પુરાવો છે આ વીડિયો.
First published: January 8, 2020, 11:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading