Video : આ છે બરેલીની ATM બાઇક, આદેશ આપો એટલે પૈસા નીકળે!

News18 Gujarati
Updated: October 11, 2019, 4:31 PM IST
Video : આ છે બરેલીની ATM બાઇક, આદેશ આપો એટલે પૈસા નીકળે!
બરેલીની ATM બાઇક

  • Share this:
તમે અનેક નીતનવી બાઇક જોઇ હશે પણ શું તમે કદી તેવી બાઇક જોઇ છે જેમાંથી પૈસા નીકળે. ના ને! આ જે બરેલીની એટીએમ બાઇક. અને આ બાઇકનું કામ પણ તેના નામ જેવું જ છે. એક કમાન્ડ પરથી આ બાઇકમાંથી નીકળે પૈસા. આ બાઇકના માલિક છે મોહમ્મદ સઇદ. સૌથી નવાઇની વાત એ છે કે સઇદના એક અવાજે આ બાઇક ચાલુ થઇ જાય છે. આ બાઇકમાં પંખો પણ છે. અને એક ઇશારામાં ગીતો પણ વાગે છે.

સઇદ પોતાની આ બાઇકને ટાર્ઝન બાઇક બોલાવે છે. સૌથી નવાઇની વાત એ છે કે બીજા એટીએમમાં જ્યાં તમારે કાર્ડ નાાંખવું પડે છે પૈસા નીકાળવા માટે ત્યાં આ એટીએમ બાઇકમાં ખાલી એક અવાજ આપો અને પૈસા નીકળે છે. વળી આ બાઇકમાં એક ટચ કરતા લાઇટ પણ ચાલુ થઇ જાય છે. બરેલીના મોહમ્મદ સઇદ જણાવે છે કે આ ટાર્ઝન બાઇક સાથે તેમનો સંબંધ 1965થી છે. બાઇક પર લાંબી મુસાફરી કરીને નાની મોટી વસ્તુઓ વેચતા મોહમ્મદ સઇદ તેમની આ બાઇકથી ખૂબ જ પ્રેમ કરે છે. જેને તેમણે પોતાની જરૂરિયાત મુજબ આધુનિક બનાવી છે.
આ બાઇકમાં જ્યારે સઇદ સામાન વેચે છે અને કોઇને પૈસા આપવાના હોય તો તે ખાલી એક ઇશારો કરે છે અને બાઇક જેટલા પૈસા કીધા હોય એટલા નીકાળી આપે છે. વળી તેની હેડલાઇટ પણ એક હાથ ફેરવતા ચાલુ બંધ થાય તેવી છે. સઇદની આ અનોખી બાઇક જ્યાં જાય છે ત્યાં લોકોની ભીડ આ અનોખી બાઇકને જોઇ આશ્ચર્યચકિત થઇ જાય છે.



જો કે તમે બાઇકર્સ હશો તો આ બાઇક જોઇને તેમને બાઇકમાં આવી આધુનિક ટેકનોલોજી નાંખવાનું મન થઇ જશે. ત્યારે સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અને અનેક લોકોને આ બાઇક ખૂબ જ પસંદ આવી રહી છે.
First published: October 11, 2019
વધુ વાંચો
अगली ख़बर