Home /News /eye-catcher /Kim Jong-Un જેવી હેરસ્ટાઈલ કરાવવા જતા આવા હાલ થયા, VIDEO જોઈને તમે પણ હસી પડશો

Kim Jong-Un જેવી હેરસ્ટાઈલ કરાવવા જતા આવા હાલ થયા, VIDEO જોઈને તમે પણ હસી પડશો

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની હેરસ્ટાઇલ અનેકવાર ચર્ચામાં રહે છે. (તસવીર- Twitter/@publicoutsider)

VIRAL VIDEO: વાળ કપાવી આ વ્યક્તિ બન્યો Kim Jong-Un-2! વીડિયો જોઈને તમે પણ ઓળખી નહીં શકો

VIRAL VIDEO: નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના (Kim Jong-Un) અતરંગી નિર્ણયોની જેમ તેની હેર સ્ટાઇલ (Hair Style) પણ વિશ્વભરમાં અનેક વખત ચર્ચાઓનું કારણ બની છે. નોર્થ કોરિયામાં (North Korea) સરકાર દ્વારા નક્કી કરાયેલ હેર સ્ટાઈલ જ પુરૂષોએ પસંદ કરવાની હોય છે. એટલું જ નહીં સનકી તાનાશાહ કિમ જોંગ ઉને એવો જનાદેશ બહાર પાડ્યો હતો કે અવિવાહિત મહિલાઓએ ટૂંકા વાળ રાખવા અને પુરૂષોએ માત્ર તેની હેરસ્ટાઇલ જેવા જ વાળ કપાવવા. ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર સ્ટાઈલ હેરકટિંગ હાલમાં જ શરૂ થયું છે.

વ્યક્તિએ કરી તાનાશાહ જેવા વાળ કાપવાની માંગ

આ દરમિયાન સોશ્યલ મીડિયામાં (Social Media) એક વિડીયો ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક શખ્સ બાર્બરને ખાસ સ્ટાઈલમાં વાળ કાપવાની અપીલ કરી રહ્યો છે. તે પોતાના વાળ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન જેવા વાળ (Kim Jong-Un Hairstyle) કપાવવાનું કહી રહ્યો હતો અને બાર્બરે તેને એકદમ તેવું જ હેર કટિંગ કરી આપ્યું છે. હવે વાયરલ વિડીયોમાં આ વ્યક્તિ ખુરશી પર બેસીને પોતાનું રિએક્શ આપતો નજરે પડી રહ્યો છે.

વિડીયો જોઇને હસવું રોકી નહીં શકો

હેર સ્ટાઈલિસ્ટે એટલી ચીવટપૂર્વક આ શખ્સના વાળ કાપ્યા કે પહેલી નજરે જોતા તમે પણ વિચારમાં પડી જશો કે આ વ્યક્તિ કિમ જોંગ ઉન છે કે શું? વાળ કાપ્યા બાદ હેર સ્ટાઇલિસ્ટ અને ગ્રાહક ફાઈનલ લુક જોઇને પોતાનું હસવાનું રોકી શકતા નથી. વાળ કપાવનાર શખ્સે આ વિડીયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. શખ્સે આ વિડીયો ટિકટોક પર શેર કર્યો હતો. જ્યાંથી લોકોએ રેડિટ્ટ સહિત અનેક પ્લેટફોર્મ પર આ વિડીયો વાયરલ કર્યો છે.



આ પણ વાંચો, PHOTOS: 20 કિલોગ્રામ ઓછું વજન, દાદા જેવી હેરકટ...Kim Jong Unનો નવો લૂક જોઈને લોકો થયા અચંભિત

કિમ જોંગ ઉન સ્ટાઇલ હેરકટ

વાયરલ વિડીયોમાં આ શખ્સ અને હેર સ્ટાઈલિસ્ટ વાળ એકદમ કિમ જોંગ ઉન જેવા જ કાપ્યા બાદ હસતા નજરે પડી રહ્યા છે. રેડિટ્ટ પર વિડીયો શેર કરતા વ્યક્તિએ કેપ્શન આપ્યું છે કે ‘કિમ જોંગ ઉન સ્ટાઈલ હેરકટ’.

ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વિડીયો

સોશ્યલ મીડિયા પર આ વિડીયો આગની જેમ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ કિમ જોંગ ઉનના નવા અવતારને જોઇને પોતાની હસવું રોકી શકતા નથી. કમેન્ટ સેક્શન અવનવી કમેન્ટ્સથી ભરાઈ ગયું છે. એક વ્યક્તિએ કમેન્ટમાં લખ્યું કે, ‘મને તે હેર સ્ટાઈલિસ્ટ ખૂબ ગમ્યો, કારણ કે તે ખૂબ એન્જોય કરી રહ્યો છે.’ તો અન્ય એક યુઝરે કહ્યું કે, ‘શાનદાર, કિમે તેને નોકરી પર રાખી લેવો જોઇએ.’ તો એક વ્યક્તિએ મજેદાર કમેન્ટ કરી કે, ’હું ઇચ્છું છું કે આ શખ્સ કિમ જોંગ ઉન જેવા કપડા પહેરીને નોર્થ કોરિયા જાય અને બાર્ડર ગાર્ડ્સને કન્ફ્યુઝ કરે.’

આ પણ વાંચો, પ્રેમમાં પડેલી દીકરીને માતાએ આપી કાળજુ કંપાવી દેનારી સજા, 25 વર્ષ સુધી અંધારા ઓરડામાં પુરી કર્યું આવું કૃત્ય

કિમ જોંગ ઉનનું વજન ઘટતા ચર્ચાઓમાં

નોર્થ કોરિયન તાનાશાહ કિમ જોંગ ઉન હાલમાં જ પોતાના શારિરીક બદલાવોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં સામે આવેલા ફોટાઓમાં જોઇ શકાય છે કે કિમનું વજન 10થી 20 કિલો સુધી ઘટી ગયો છે. દેશની 73 વર્ષગાંઠ પર પરેડ દરમિયાન તે ખૂબ દૂબળો-પાતળો દેખાઇ રહ્યો હતો. આ સાથે જ તેના સ્વાસ્થ્ય સંબંધિત અફવાઓને વિશ્વભરમાં ફરી હવા મળી છે. તેની ઘડિયાળ પહેલા કરતા ખુલતી થઇ ગઇ હતી અને ચહેરો પણ પાતળો લાગી રહ્યો હતો.
First published:

Tags: Kim Jong UN, North korea, OMG, Social media, વાયરલ વીડિયો