જ્યારે ATMમાંથી નીકળવા લાગ્યાં પાંચ ગણા રૂપિયા, થોડીવારમાં જ લોકો 15 લાખ ઉપાડી ગયા!

પ્રતીકાત્મક તસવીર

બેંક ઑફ ઇન્ડિયાના એટીએમમાં ખામી સર્જાતા એટીએમમાંથી પાંચ ગણા રૂપિયા બહાર નીકળવા લાગ્યા હતા, પોલીસને તપાસ સોંપાતા અમુક લોકો રૂપિયા પરત આપી ગયા.

  • Share this:
    કુશીનગર: ઉત્તર પ્રદેશના કુશીનગર (Kushinagar- Uttar Pradesh)માં એક નવાઈ પમાડતો બનાવ સામે આવ્યો છે. અહીં એક એટીએમ (ATM)માં કોઈ ટેક્નિકલ સમસ્યા આવી હતી. જે બાદમાં એટીએમમાં જેટલી રકમ ઉપાડવા માંગતા હોય તેનાથી પાંચ ગણી રકમ બહાર નીકળતી હતી. ધારો કે કોઈ વ્યક્તિ 500 રૂપિયા ઉપાડવા (ATM money withdrawal)નો કમાન્ડ આપે તો એટીએમ 2500 રૂપિયા આપતું હતું. આ વાતની જાણકારી આસપાસના લોકોને મળતા જ લોકો એટીએમ ખાતે પહોંચી ગયા હતા. લોકોએ પૈસા ઉપાડવા માટે લાઇનો લગાવી દીધી હતી. જોત જોતામાં એટીએમમાંથી 15 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં પણ એક-બે વર્ષ પહેલા આવો જ બનાવ સામે આવ્યો હતો. અહીં લોકો પૈસા દાખલ કરે તેનાથી વધારે પૈસા બહાર નીકળી રહ્યા હતા. નવાઈની વાત એ હતી કે ગ્રાહકના ખાતામાંથી એટલા જ પૈસા કપાતા હતા જેટલા ઉપાડવાનો કમાન્ડ આપ્યો હોય.

    પ્રાપ્ત વિગત પ્રમાણે આ કેસ કુશીનગર જિલ્લાના સેવરહી કસ્બા સ્થિત બેંક ઑફ ઇન્ડિયાના એટીએમનો છે. એટીએમમાંથી 15 લાખ રૂપિયા ઉપડી ગયા બાદ બેંક કર્મચારીઓને શંકા પડી હતી. જે બાદમાં તપાસ કરતા એટીએમમાં કોઈ ટેક્નિકલ ખામી આવી હોવાનું માલુમ પડ્યું હતું. આ જોઈને બેંક કર્મચારીઓનાં હોંશ ઉડી ગયા હતા.

    આ પણ વાંચો: અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: શિક્ષિત યુગલે પોતાની બે દીકરીઓને મારી નાખી, ફરીથી જીવતી થશે તેવો દાવો

    બેંકના કર્મચારીઓએ ફટાફટ એટીએમમાંથી પૈસા ઉપાડનાર લોકોની યાદી બનાવી હતી અને પોલીસને સોંપી હતી. જે બાદમાં અમુક ગ્રાહકો બેંકમાં પહોંચ્યા હતા અને પૈસા પરત આપ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે એટીએમમાંથી પાંચ ગણા પૈસા બહાર આવી રહ્યા હતા પરંતુ ખાતામાંથી એટલા રૂપિયા કપાતા ન હતા.

    તપાસમાં લાગી પોલીસ:

    સેવરહી પોલીસ તપાસમાં લાગી છે તેવું જાણીને અમુક લોકો બેંકમાં વધારાના પૈસા પરત આપી ગયા હતા. પોલીસના કહેવા પર અન્ય અમુક લોકોએ પૈસા પરત આપી દીધા હતા. એસઓ સેવરહી ઉમેશ કુમારે જણાવ્યું કે આ મામલે કાર્યવાહી થઈ રહી છે. બેંક કર્મચારીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે તપાસ ચાલી રહી છે. એટીએમમાંથી પૈસા ઉપાડનાર લોકોની ઓળખ કરીને તેમના પાસેથી પૈસા પરત લેવામાં આવશે. હાલ આ મામલે આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: