Home /News /eye-catcher /

Hero Alom: સાવ ખરાબ ગાવ છો, ગાવાનું બંધ કરી દો.. કહી પોલીસે સોશિયલ મીડિયા સ્ટારની અટકાયત કરી

Hero Alom: સાવ ખરાબ ગાવ છો, ગાવાનું બંધ કરી દો.. કહી પોલીસે સોશિયલ મીડિયા સ્ટારની અટકાયત કરી

પોલીસે સોશિયલ મીડિયા સ્ટારની અટકાયત કરી

વિશ્વમાં ઘણા બની બેઠેલા ગાયકો છે. જેમાંથી કેટલાકની અવારનવાર રમુજ પણ કરવામાં આવે છે. ઇન્ટરનેટ પર આવા જ એક કલાકારનું નામ હીરો અલોમ (Hero Alom) છે. જેના તાજેતરમાં બેસુરા અવાજમાં ગીત ગાવા બદલ પોલીસ (Police report on Hero Alom) કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો

વધુ જુઓ ...
વિશ્વમાં ઘણા બની બેઠેલા ગાયકો છે. જેમાંથી કેટલાકની અવારનવાર રમુજ પણ કરવામાં આવે છે. ઇન્ટરનેટ પર આવા જ એક કલાકારનું નામ હીરો અલોમ (Hero Alom) છે. જેના તાજેતરમાં બેસુરા અવાજમાં ગીત ગાવા બદલ પોલીસ (Police report on Hero Alom) કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.

સોશિયલ મીડિયા સ્ટાર ગણાતા હીરો અલોમ (Hero Alom on social media)ને પોતાની સિંગિંગ સ્ટાઇલના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી હતી અને લગભગ આઠ કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી, એટલું જ નહીં, પોલીસે અલોમને ફરી ક્યારેય શાસ્ત્રીય ગીત ન ગાવાનું કહ્યું હતું. તેને ખૂબ ખરાબ ગાયક કહેવાયો હતો. આ બાબતે ખુદ હીરો અલોમે ન્યૂઝ એજન્સીને જાણકારી આપી છે.

અહી ઉલ્લેખનિય છે કે, હીરો અલોમ બાંગ્લાદેશનો રહેવાસી છે. તેને ફેસબુક પર લગભગ 20 મિલિયન લોકો ફોલો કરે છે. આ સાથે જ તેની યુટ્યુબ ચેનલ પર તેના 14 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. તે પોતાને સિંગર, એક્ટર અને મોડલ તરીકે ઓળખાવે છે. અલોમના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. તે પોતાની સિંગિંગ સ્ટાઇલના કારણે તે અવારનવાર ચર્ચામાં રહે છે અને કેટલાક અન્ય ક્રીએટર તેની મજાક પણ કરે છે.

જોકે, ગયા અઠવાડિયે તેને તેના ગીતોને કારણે સહન કરવું પડ્યું હતું. લોકોએ ફરિયાદ કરી હતી કે, અલોમ અત્યંત બેસુરૂ ગાય છે અને શાસ્ત્રીય ગીતો સાથે ચેડાં કરે છે.

હીરો આલોમના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે પોલીસ દ્વારા તેને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. પોલીસે તેને શાસ્ત્રીય ગીતો ગાવાનું બંધ કરવાનું કહ્યું હતું. પોલીસે એમ પણ કહ્યું હતું કે તે ગાયક તરીકે ખૂબ જ ખરાબ છે. આ સાથે અલોમને માફીનામા પર સહી કરાવી હતી.

પોતાની ધરપકડ અંગે હીરો અલોમે જણાવ્યું કે, પોલીસે મારી સવારે 6 વાગ્યે અટકાયત કરી હતી અને 8 કલાક સુધી મને ત્યાં રાખ્યો હતો. તેમણે મને પૂછ્યું કે હું નોબેલ વિજેતા રવીન્દ્રનાથ ટાગોર અને બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ કાઝી નઝરૂલ ઇસ્લામના ગીતો શા માટે ગાઉં છું?

બીજી તરફ ઢાકાના ચીફ ડિટેક્ટિવ હારુન તમારા રાશિદે આ કેસમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અમને અલોમ સામે અનેક ફરિયાદો મળી હતી. અલોમે પોતાના વિડીયોમાં પરવાનગી વગર પોલીસનો યુનિફોર્મ પહેરવા અને ટાગોર અને નઝરૂલના ગીતો ગાવા બદલ માફી માંગી છે. અલોમે ગાવાની પરંપરાગત શૈલીને સંપૂર્ણપણે બદલી નાખી છે. જોકે, તેમણે અમને ખાતરી આપી હતી કે તેઓ ફરી આવું નહીં કરે.

પોલીસ પૂછપરછમાંથી મુક્ત થયા બાદ અલોમે એક નવો વિડીયો જાહેર કર્યો હતો. જેમાં તેણે પોતાને જેલના ડ્રેસમાં જેલના સળિયા પાછળ બતાવ્યો હતો. વિડીયોમાં તેને ફાંસી આપવામાં આવશે તેવો દાવો પણ કર્યો હતો.

યુઝર્સના રીએક્શન

અલોમ સાથેના આ વ્યવહારથી સોશ્યલ મિડિયા પર આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઘણા યુઝર્સ અલોમના સમર્થનમાં આવ્યા હતા. લોકોએ તેને વ્યક્તિગત અધિકારો પર હુમલો ગણાવ્યો હતો. સ્થાનિક પત્રકાર આદિત્ય અરાફતે લખ્યું, હું અલોમના ગીતો કે અભિનયનો ચાહક નથી. પરંતુ જો તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે, તો હું આ બાબતની સામે ઉભો છું. આ સાથે સંજીદા ખાતુન રાખીએ લખ્યું હતું કે, ભાંગી ન પડતા. તમે હીરો છો. બીજા ગમે તે કહે, પણ તમે જ સાચા હીરો છો. બીજી તરફ કેટલાકે તો અલોમની તેની ગાવાની શૈલીથી અસલ ગીતને બગાડવા બદલ ટીકા પણ કરી હતી.
Published by:Priyanka Panchal
First published:

Tags: બાંગ્લાદેશ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन