મહિલાએ એક બાળકને જન્મ આપ્યાના 26માં દિવસે ફરી ટ્વિન્સને જન્મ આપ્યો

News18 Gujarati
Updated: March 27, 2019, 8:39 PM IST
મહિલાએ એક બાળકને જન્મ આપ્યાના 26માં દિવસે ફરી ટ્વિન્સને જન્મ આપ્યો
પ્રતિકાત્મક તસવીર

બાંગ્લાદેશના જાશોરે શહેરની વિચિત્ર ઘટના એક મહિલાને બે ગર્ભાશયથી 26 દિવસમાં 3 બાળક જન્મ્યા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ભારતની પૂર્વી સરહદે આવેલા બાંગ્લાદેશની દક્ષિણ પશ્ચિમી શહેર જાશોરેમાં એક વિચિત્ર ઘટના ઘટી છે. જાશોરે શહેરમાં એક મહિલાએ બે ગર્ભાશય દ્વારા 26 દિવસમાં 3 બાળકોને જન્મ આપ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

અહેવાલ મુજબ મેડિકલના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે, જેમાં કોઈ મહિલાએ 26 દિવસમાં 3 બાળકને જન્મ આપ્યો હોય તેવું બન્યું છે. જાશોરે શહેરની અરિફા સુલતાન નામની મહિલાને 22મી માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણે એક છોકરા અને એક છોકરીનો સિઝેરિયનથી જન્મ આપ્યો હતો. અગાઉ 25મી ફેબ્રુઆરીએ આરિફાએ અધૂરા મહિને એક બાળકને જન્મ આપ્યો હતો. બાંગ્લાદેશનો આ અહેવાલ bdnews24.comએ નોંધ્યો છે.

આ પણ વાંચો: મહિલાએ આપ્યો જુડવા બાળકને જન્મ, પરંતુ બંનેના પિતા અલગ

હૉસ્પિટલના ગાયનેક વિભાગના વડા શેયલા પોદ્દારે કહ્યું કે અલ્ટ્રાસોનોગ્રાફીના માધ્યમથી મહિલાને બે ગર્ભાશય હોવાનું જાણવા મળ્યું હતું. પ્રથમ બાળક પહેલા ગર્ભાશયમાંથી જન્મ્યું હતું જ્યારે બીજા ગર્ભાશયમાંથી ટ્વિન્સે જન્મ લીધો હતો. પોદ્દારના જણાવ્યા મુજબ આરિફાના ત્રણે બાળકો સ્વસ્થ છે.

પોદ્દારે કહ્યં, “મેં આ પ્રકારનો કેસ પહેલા નથી જોયો. કોઈ મહિલાએ 26 દિવસમાં 3 બાળકને જન્મ આપ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે” મહિલા આરિફા બાંગ્લાદેશના જાશોરેના શ્યામલગાચ્ચી ગામની રહેવાસી છે. તેણે પહેલું બાળક અને બીજા ટ્વિન્સને અલગ અલગ હૉસ્પિટલમાં જન્મ આપ્યો હતો.
First published: March 27, 2019, 8:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading