Home /News /eye-catcher /VIDEO: ઘેટાં બકરાની જેમ ટ્રેન પર ગોઠવાઇ ગયા હજારો લોકો, આ કાકા તો ક્યાં ચડી બેઠા જુઓ

VIDEO: ઘેટાં બકરાની જેમ ટ્રેન પર ગોઠવાઇ ગયા હજારો લોકો, આ કાકા તો ક્યાં ચડી બેઠા જુઓ

એક ટ્રેનમાં સેંકડો લોકો

Bangladesh Train Video: બાંગલાદેશનો એક VIDEO વાયરલ થયો છે જેમાં ટ્રેન પર ચઢીને સેંકડો લોકો મુસાફરી કરી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને કોઈ પણ વ્યક્તિ બે ઘડી સ્તબ્ધ થઈ જશે.

    Train Travelling: આ વિડીયોમાં એક ટ્રેન પાટા પર ચાલતી જોવા મળી રહી છે, પરંતુ ટ્રેનનું સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું નથી. મુસાફરોને ટિકિટ વિના મુસાફરી કરવા અને ટ્રેનની ટોચ પર બેસવા પર પ્રતિબંધ છે. જો કે કેટલાક લોકો આવું કરવાથી બચતા નથી, પરંતુ શું તમે ક્યારેય સેંકડો લોકોને એકસાથે ટ્રેનની ઉપર મુસાફરી કરતા જોયા છે? ટ્રેનમાં ટ્રાવેલ કરતા યાત્રિકોની ખચાખચ ભીડના કારણે ટ્રેનનું સ્ટ્રક્ચર જોવા મળતું નથી. આ ટ્રેન પર એટલા બધા યાત્રિકો બેઠેલા છે કે, સોશિયલ મીડિયા યૂઝર્સ આ જોઈને દંગ રહી ગયા છે. આ વિડીયો બાંગ્લાદેશ (Bangladesh)નો છે, તેવું કહેવામાં આવી રહ્યું છે. આવો નજારો તમે ભારતમાં ભાગ્યે જ ક્યાંય જોયો હશે. ભલે ટ્રેનની અંદર ભારે ભીડ હોય, પરંતુ ટ્રેનની ઉપર આવી ભીડ ક્યારેય નથી હોતી.



    અજબ ગજબ સફર

    આ વિડીયો જોઈને તમે વિચારી રહ્યા હશો કે, આ હિંદીવાળું સફર છે કે, અંગ્રેજીવાળું સફર છે. આટલા બધા યાત્રિકોની ભીડ (Crowd) જોઈને કોઈપણ વ્યક્તિને ઝટકો લાગી શકે છે. ટ્રેનની છતથી લઈને બારી સુધી તમામ ખૂણામાં માત્ર અને માત્ર માણસો જોવા મળી રહ્યા છે.

    આ પણ વાંચો: લે પંગા! સાડી પહેરીને મહિલાઓ ઓલિમ્પિકમાં રમી કબડ્ડી, વિશ્વાસ ન થાય એવો VIDEO

    લોકોમાં અચંબો જોવા મળ્યો

    ટ્રેનના છેલ્લા ડબ્બામાં બેઠેલ એક અંકલે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત (Attention) કર્યું છે. અગાઉ પણ બાંગ્લાદેશના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ટ્રેનની છત પર અનેક લોકો બેઠેલા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) પર @nailainayat નામથી આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. અનેક લોકો વિડીયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.



    લોકોએ મજેદાર રિએક્શન આપ્યા

    આ 59 સેકન્ડનો આ વિડીયો અનેક વાર જોવામાં આવ્યા છે. હજારો લોકો (Social Media Users)ને લાઈક કરી રહ્યા છે. કમેન્ટ સેક્શનમાં લોકોએ આ વિડીયોને ગરીબી અને પોપ્યુલેશન વિસ્ફોટનો કરાર આપ્યો છે. એક સોશિયલ મીડિયા યૂઝરે કમેન્ટ કરી છે કે, ટ્રેન તૂટી નહીં, ટ્રેન ડ્રાઈવર છે કે પછી તે પણ ઉપર બેઠો છે. જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘કોઈ પડી કેમ નથી રહ્યું’, જેના પર એક યુઝરે મજાકમાં લખ્યું, ‘ફેવિકોલ કા જોડ હૈ’.
    First published:

    Tags: Social media, Train Video, Video viral, Videos

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन