22 વર્ષ પહેલા દફન કરાયેલા વ્યક્તિ લાશ એવીને એવી મળી આવી

News18 Gujarati
Updated: August 23, 2019, 4:51 PM IST
22 વર્ષ પહેલા દફન કરાયેલા વ્યક્તિ લાશ એવીને એવી મળી આવી
22 વર્ષ પહેલા દફન કરાયેલા વ્યક્તિની એવીને-એવી મળી લાશ, કફન પણ નહોતુ થયું મેલું

મહત્વની વાત એ છે કે, આટલા વર્ષ બાદ પણ શબ ખરાબ નહોતુ થયુ અને ના કફન પર કોઈ દાગ લાગ્યો હતો.

  • Share this:
બાંદા જીલ્લામાંથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં 22 વર્ષ પહેલા કબ્રમાં કફનાવવામાં આવેલા વ્યક્તિનો જનાજો એવોને એવો પડેલો મળ્યો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મૂશળધાર વરસાદના કારણે કબ્રસ્તાનમાંથી માટી વહી જવાથી એક કબર ખસી ગઈ અને તેમાં 22 વર્ષ પહેલા દફન કરવામાં આવેલા વ્યક્તિનો કફનમાં વિંટેલો જનાજો દખાવા લાગ્યો. દેખતા જ લોકોની આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ. કેમ કે, 22 વર્ષ બાદ પણ લાશ એમની એમ જ નીકળી. કફન પણ મેલુ નહોતુ થયું.

આ આશ્ચર્યજનક મામલો બાંદાના બબેરૂ કસ્બાના અરર્રા રોડ સ્થિત ઘસિલા તળાવના કબ્રસ્તાનનો છે. અહીં મૂશળધાર વરસાદના કારણે કેટલીએ કબરો માટીમાંથી બહાર આવી ગઈ અને એક કબરમાં દફનાવવામાં આવેલો જનાજો બહાર દેખાવા લાગ્યો. લોકોએ કબ્રસ્તાન કમિટીને આ મુદ્દે જાણ કરી. કબ્રસ્તાન કમિટીના સભ્યો દ્વારા જ્યારે કબરની માટી હટાવીને જોયું તો, તેમાં દફનાવવામાં આવેલો જનાજો એવોને એવો જ હતો.

નાઈ નસીર અહમદનો છે જનાજો

ઉલ્લેખનીય છે કે, આ કબરમાં 22 વર્ષ પહેલા 55 વર્ષીય વ્યવસાયે નાઈ નસીર અહમદ નામના વ્યક્તિને દફનાવવામાં આવ્યો હતો. 22 વર્ષ બાદ પણ તેનો જનાજો એવો ને એવો જોવા મળ્યો. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, નશીર અહમદ પુત્ર અલાઉદ્દીન નિવાસી કોર્રહી, બિસંડા બબેરૂમાં નાઈની દુકાન હતી. તેને 22 વર્ષ પહેલા દફનાવવામાં આવ્યો હતો.

આ સમાચાર વિસ્તારમાં વાયુ વેગે ફેલાઈ ગયા. ટુંક જ સમયમાં અહીં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. જોકે, બાદમાં સ્થાનિક મૌલાનાઓની હાજરીમાં કબરમાંથી જનાજાને નીકાળી મોડી રાત્રે તેને બીજી કબરમાં દફન કરવામાં આવ્યો. મૃતક નસીરના એક સંબંધી જણાવે છે કે, તેને કોઈ દીકરો ન હતો. 22 વર્ષ પહેલા તેમનું નિધન થયું હતું, તેમણે જ તેના શબને દફનાવ્યું હતું. પરંતુ, આજે માટી ખસી જતા જનાજો બહાર ઘસી આવ્યો. મહત્વની વાત એ છે કે, આટલા વર્ષ બાદ પણ શબ ખરાબ નહોતુ થયુ અને ના કફન પર કોઈ દાગ લાગ્યો હતો.
First published: August 23, 2019, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading